________________
૩૮૬
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પાર પડવાના કારણે ઉન્માર્ગમાં પ્રવર્તતા જળસમૂહવાળા વષ સમયમાં પ્રભુનું મન ક્ષોભ ન પામ્યું. નવીન તાજા રસવાળા ખીલેલા કમળના પરાગથી પર્વતસહિત આકાશના મધ્યભાગને જેણે ધુંધળા વર્ણવાળો કર્યો છે, શાલિક્ષેત્રનું પાલન કરનારી કલમગેપિકાના મધુર શબ્દ સાંભળવા માટે પથિકજને જેમાં ઊંચી ગ્રીવા કરીને ઊભા રહેલા છે, હાથીને મદજળ અને સ્વચ્છ ઉછળતા સસછદોની ગંધથી એકઠા થએલા જમરના ગુંજારવ જેમાં સંભળાઈ રહેલ છે, એવા શરદકાળ વડે ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. ગામડીયા લેકેએ આરંભેલ ગૃહલેપ–કાર્યથી ગ્રામનાં રહેઠાણે જેમાં સુંદર થયાં છે, વિકસિત થએલ ગુંચવાએલી પ્રિયંગુલતાની મંજરીના સમૂહથી વને જેમાં પીળા વર્ણવાળાં થએલાં છે, ૫લાલસમૂહના આવરણ જેને છે એવા સુતેલા પથિક વડે પરિવર્તન થતાં કઠોર “હર હર” શબ્દ જેમાં સંભળાઈ રહેલા છે, એવા હેમંતના આગમનથી પણ ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. ઘણા હિમના કણના સમૂહથી યુક્ત અસહ્ય ઠંડે પવન જેમાં સતત ચાલી રહેલું છેગામના અધિપતિએ ઉત્પન્ન કરેલ ધર્માગ્નિની પાસે સુતેલા પ્રવાસીની નાસિકાથી “ઘુર ઘુર” શબ્દો જેમાં નીકળી રહેલા છે. અત્યંત સ્પષ્ટ વિકસિત થતા કંદરૂપ અટ્ટહાસ્યથી પ્રચુર ઉદ્યાના સમૂહ જેમાં હસી રહ્યા છે, એવા શિશિર સમયથી પણ પ્રભુનું મન ડોલાયમાન ન થયું.
આ પ્રમાણે ઘણા પ્રકારના તપ અને ચારિત્રના અભ્યાસ કરતા ક્રમે કરીને દઢભૂમિની બહાર રહેલ લાંબા કાળથી સર્વ ઋતુનાં વૃક્ષોની શોભા રહિત પેઢાલ' નામના જુના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાર પછી તે જીર્ણ ઉપવનમાં પ્રભુના આગમનના પ્રભાવે વૃક્ષોની શાખાઓ વિકસિત થવા લાગી. તે ઉદ્યાન–વૃક્ષોના પત્રોના સંચયથી ઉતપન્ન થએલી શોભા વિનાશ પામી હતી, પરંતુ પ્રભુના આગમનના પ્રભાવથી નવીન તાજાં કુંપળનાં પત્રસમૂહથી અનુરાગ માફક તરત જ પ્રગટ થઈ. અવાવરી ( વગર વપરાતી) જીણું વાવડીમાં કમલિની–ખંડથી જળ સુશોભિત થઈ ગયું, ગાઢ સેવાલ ન જણાય તેમ કમલે વિકસિત થયાં. વિકસિત થવાની શરૂઆતમાં આમદરહિત હોવા છતાં પણ મધુપાન કરવાની તૃષ્ણવાળા ભ્રમરોનાં ટોળાં કમલમંડળને દેખતાં જ તેમાં લીન થતાં હતાં. ભ્રમરોથી વીંટળાએલ સુંદર સરોવરમાં વનલકમીએ જગદુંગુરુને દેખતાં જ હર્ષની અધિકતાથી જાણે એમ હાસ્ય કર્યું કે, જેથી કળીના બાનાથી વનલક્ષમીન દંતાગ્રભાગ શેડો દેખાવમાં આવ્યું. તે જ ક્ષણમાં કંપાયમાન પત્રપુટવાળા કમળ જગદ્ગુરુનાં દર્શનથી પ્રસાર પામતા અને વધતા હર્ષવાળાં નલિનીનાં મુખ જાણે હાસ્ય કરતાં ન હોય?
જ્યારે એચિંતા જિનચંદ્ર આવી પહોંચ્યા, ત્યારે વિરમય પામેલી ઉપવનલકમીએ ચિરકાળથી ત્યાગ કરેલાં લતાગૃહોને તૈયાર કર્યા. નમન કરતી વૃક્ષોની સૂઢમલતાએ કળીઓ કુટવાના બાનાથી જાણે અત્યંત ભકિતથી અધિકપણે રોમાંચ-ઉદ્ગમને ધારણ કરતી ન હોય? જીર્ણ ઉદ્યાનમાં તે જ ક્ષણે ફેલાએલી વર્ષાકાળની શેભા સરખી શેભા જિનેશ્વરના ચરણ– કમળના પ્રભાવથી ઉત્પન્ન થઈ. આ પ્રમાણે જિનેશ્વરના ચરણના પ્રભાવથી ઉત્પન્ન થએલ વૃદ્ધિ પામતી શેભાના સમુદાયવાળા ઉપવનમાં પશ્ચિમદિશામુખમાં નમતે સૂર્ય થયે છ દિવસના અંતભાગમાં અતિવિરલ અંકુરિત પરિપકવ ધરાતલના છેડાના ભાગમાં ભગવંત એક રાત્રિવાળી મહાપ્રતિમાને અભિગ્રહ ધારણ કરીને કાઉસ્સગ-ધ્યાને ઉભા રહ્યા. કેવી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org