Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 411
________________ ચોપન મહાપુરુષનાં ચરિત તે ક્ષણે વિલાસગુણની રચના કરવા માટે નીકળેલા કામદેવે મેલેલા હોય તેવા દષ્ટિના કટાક્ષે દેવાંગનાઓએ જગદગુરુ તરફ કર્યા. કોઈક દેવાંગનાના કેશપાશની વેણના પુષ્પમાં લીન બનેલ ગુંજારવ કરતા ભ્રમરેથી ઉલ્લાસ પામતે શું થેલો કેશસમૂહ ભુવનગુરુના સમાગમસુખની પ્રાર્થના માટે જાણે નમન કરતે હેય, કોઈક વળી કોમળ હસ્તાંગુલીઓ વડે ઢીલી પડેલી નાડીની દેરીને પકડીને સરી પડતા કેડના શોભાયમાન વસ્ત્રને સરખું કરતી હતી. કેઈક દેવાંગનાના જઘનસ્થળમાં પધરથી ભય પામેલી હંસની જેમ મધુર શબ્દ કરતી મેખલા સરી પડતી હતી. અથવા પધરથી ભય પામેલી નિર્મલ અને મધુર શબ્દ કરતી રત્નજડિત મેખલા હંસણી માફક નીચે પડતી હતી. કેઈક કેમળ હથેલીના મધ્યભાગમાં સ્થાપન કરેલ સુંદર ભુજલતારૂપ કમલનાલ મધુગંધની અદ્ધિવાળા નીલા કમળની જેમ મુખને ધારણ કરતી હતી. કેઈક વળી કર્ણના મૂળભાગમાં લાગેલા નીલકમલના આભૂષણથી પિતાના કટાક્ષની જેમ સુંદર રતિક્રીડાઓની પ્રાર્થના કરતી હતી. કેઈદેવાંગના કેમળ કમળનળ સરખા સુંદર વિલાસવાળા શૃંગારરસના કારણે ઉંચા થએલ રેમાંચવડે શોભતી બાહુલતાએથી આલિંગન કરવા અભિલાષા કરતી હતી. વળી કોઈક સ્તનપ્રદેશમાં પ્રતિબિંબિત થએલા જગન્નાથને જાણે શેકની ઈર્ષાથી ન હોય તેમ ખસી ગએલા વસ્ત્રથી ઢાંક્તી હતી. આ પ્રમાણે સમગ્રલકેથી અધિક શોભતી અને વિશેષ રૂપસૌભાગ્યશાળી દેવાંગનાઓ જગદગુરુની પ્રાપ્તિ માટે અધિક અભિલાષાવાળી બની. આ પ્રમાણે કટાક્ષોના વિલાસથી શોભતા નેત્રોવડે સુંદર, કપિલ ભાગપર રહેલા લાંબા કેશોથી શોભિત કુંતલ-કલાપવાળી, ઢીલા થએલાં વને મજબૂત બાંધતી, શ્યામ રેમરાજયુક્ત ત્રિવલીના તરંગ-સહિત મધ્યપ્રદેશવાળી, વિશાળ નિતંબ વહન કરવાના કારણે ખિન્ન થએલા અને કંપાયમાન સાથળયુગલવાળી, અતિ ઉન્નત વર્તુળાકાર સ્તનમંડળવાળી દેવીઓ જગદગુરુને દેખીને ઉત્પન્ન થએલ અપૂર્વ વિરમયવાળા જાણે સામે ચિત્રામણ હોય, તેના સરખી સ્થિર અને સભય કંપતા અંગેવાળી તે દેવાંગનાઓ પ્રભુને કહેવા લાગી કેઅરે! હે ભાગી ! અત્યંત સુગંધી વિલેપનના વિલાસે તમને મનમાં કેમ ગમતા નથી? અરે “જાણ્યું, તમને પિતાને પરિમલ સ્વાધીન હોવાથી સુગંધી વિલેપને શોભા પામતા નથી. હે સુભગ ! આશ્ચર્યકારી અને વિવિધ વર્ષોથી સુંદર સ્વભાવથી ચંચળ ઠેલતા પુષ્પ મનમાં લગની ઉત્પન્ન કરે, તેથી કેનાં હૃદય પ્રસન્નતા પામતાં નથી ? હે મિથ્યા કરુણ પોકારનાર મુનિ ! તમે અમારા પર પ્રસન્ન થાઓ અને વિરહ-વેદનાના તાપથી તપી રહેલાં અમારાં અંગેને પિતાના જનની જેમ ગાઢ આલિંગન–સુખ પ્રાપ્ત કરી. હે સુભગ ! ત્રણે જગતમાં પ્રાર્થના કરવા ગ્ય, મનુષ્ય વડે મારાથી દુર્લભ દેવાંગનાઓના વિલાસ–સુખેથી વિમુખ થવું તમને ગ્ય નથી. હે કૃપારહિત ! વિલાસના પરિચયની પણ તમે શા માટે કૃપા કરતા નથી ? કામપીડિતેની વેદનાઓ તમારાથી અજાણું તે નથી જ. હે સુભગ ! વિવિધ વિલાસ, હાસ્ય, સદુભાવપૂર્ણ સ્નેહની વાત તે બાજુ પર રાખીએ, પરંતુ સામાન્યથી પણ નેત્ર ખેલી અમારી તરફ દૃષ્ટિ કેમ કરતા નથી ? હે સુભગ ! તમારા કમળ મનમાં પણ કામદેવનાં બાણે ભગ્ન થયાં છે, તે જ બાણો કેધથી કઠિન અમારા મનને કેમ ભેદે છે? અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490