________________
વસુમતી-ચંદનાનો પ્રબંધ
૩૯૭
શરીથી છૂટાં પડી ગયાં. વિશાળ સ્તનમંડલે ઉલટાં દેખાવા લાગ્યાં, અને છાતી પર હાથ અફાળીને વ્યાકુળ બનતી આકંદન કરતી ભયભીત થએલી અપ્સરાઓના સમૂહથી જોવાતું વિમાન કંપવા લાગ્યું.
વિમાનના પતનના વેગથી ઉત્પન્ન થએલ વાયુવડે કંપતી ઊર્વાચિહ્નવાળી ધ્વજાઓની શ્રેણિ પણ નીચે પડવા લાગી. સુવર્ણરજ ઉડવાથી પીળાવર્ણવાળા સુમેરુના શિખરમાં જાણે અગ્નિ હોય તેમ વિમાન પડ્યું. દ્વારભાગમાં સ્થાપન કરેલા જળસમૂહ ઝરતા ઢાંકેલા મુખવાળા મંગલકળશ અધોમુખ કરીને જાણે શેક કરતા ન હોય? પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવાના કારણે ઉત્પન્ન થએલા અસહ્ય ભારી દુ:ખ-સમૂહના કારણે સુવર્ણની ઘુઘરીઓના શબ્દથી પૂરી દીધેલા આકાશનાં છિદ્રોના બાનાથી જાણે રુદન કરતું ન હોય? આ પ્રમાણે જગદ્ગુરુ માટે ઉત્પન્ન કરેલા અસહ્ય ભારી ઉપસર્ગોના ફલરૂપ માનમર્દનરૂપ અત્યંત અસહ્ય દુઃખ તે દેવને દેવભવમાં જ ઉદયમાં આવ્યું. [૧૧] વસુમતી-ચંદનાનો પ્રબંધ
સંગમદેવે કરેલા મહાઉપસર્ગોમાં નિષ્કપતાથી પાર પામેલા ભગવંતે તે પ્રદેશમાંથી આગળ વિહાર કરીને એવા પ્રકારને અભિગ્રહ ગ્રહણ કર્યો કે – “જે કોઈ રાજકન્યા હેવા છતાં દાસીપણું પામેલી હોય, તેના બનને પગમાં બેડી નાખેલી હોય, મસ્તક કેશ-મુંડન કરાવેલ હોય, શોકના સમૂહથી નિરંતર ગગદાક્ષરથી રુદન કરતી હોય, ઘરના ઉંબરામાં એક પગ અને બીજો પગ ઘરના ઉંબરાની બહાર રાખેલે હોય, તેમજ સૂપડાના એક ખૂણથી અડદના બાકુલા વહેરાવે તે મારે પારણું કરવું.” આ પ્રકારને અભિગ્રહવિશેષ કઈ લેકે જાણી શક્તા નથી. અનુક્રમે એક ગામથી બીજા ગામ ભગવંત વિચરતા વિચરતા ઊંચા કિલ્લાવાળી કૌશાંબી નગરીએ પહોંચ્યા. તે નગરીમાં પ્રવેશ કર્યા પછી યોક્ત સમયે ગોચરી લેવા માટે નીકળ્યા અને જ્યારે લોકો અનેક પ્રકારે કપે તેવા પ્રકારની ભિક્ષા આપવા છતાં પ્રભુ એને સ્વીકાર કરતા નથી, ત્યારે અત્યંત આકુલ મનવાળા કે વિચારવા લાગ્યા કે --- ખરેખર આપણે અને આપણે દેશ નિભંગી છે. કારણ કે, જુઓ આપણે વિવિધ પ્રકારનાં અન્ન-પાન આપીએ છીએ, છતાં પ્રભુ લેવાની કૃપા કરતા નથી. જે ગૃહસ્થના પ્રયત્નથી આપેલા દાનને યતિઓ ગ્રહણ કરતા નથી, તે શું ગૃહસ્થ કહેવાય ? તેને ઘરમાં રહેવાની આસકિત વ્યર્થ છે. જેમ જેમ ઘણા પ્રકારની ભિક્ષા આગળ ધરાતી હતી અને ભગવંત તેને ગ્રહણ કરતા ન હતા, તેમ તેમ લેકે પ્રભુનું પારણું ન થવાના કારણે વ્યાકુળ બની દુઃખી થતા હતા. આ પ્રમાણે પિતાને વૈભવ, ઉપભેગ, સંપત્તિ અને નિષ્ફળ જીવલેકની નિંદા કરતા અને ધન, પરિવાર અને સમૃદ્ધિને અકૃતાર્થ સરખી માનતા હતા. આ પ્રકારે ભજનવિધિ પ્રાપ્ત ન થવા છતાં વગર કરમાયેલી શરીરની કાંતિવાળા નકકી કરેલા અભિગ્રહ પ્રમાણે પિંડશુદ્ધિને ખેળતા પ્રભુ કેટલાક દિવસ તે નગરીમાં રોકાયા.
આ બાજુ તે શતાનીક રાજાએ પહેલાંના વેરના કારણે ચંપાના દધિવાહન રાજાને ઘેર ઘાલીને મારી નાખે. નગરીને લૂટાવી કહ્યું કે, “જેને જે પ્રાપ્ત થાય, તે તેને સ્વામી. ત્યાર પછી એક કુલપુત્રો દધિવાહન રાજાની ધારિણી નામની રાણી “વસુમતી’ પુત્રી સાથે પલાયન થતી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org