________________
સધ્યાસમય–રાત્રિનું વર્ણન
૩૬૧
ફેલાવા લાગી. દિવસના પ્રહરના પ્રચંડ રચ્છેદ થવાથી જાણે લાહીના પ્રવાહ ઉઠ્યો હાય, તેમ પશ્ચિમદિશાભાગે લાલવણુ વાળા થયા. એ પ્રમાણે જાણે સુવર્ણ-પત કે ગેરુના ઢગલા હાય તેમ, અથવા આકાશરૂપ સમુદ્રમાં લાલ પરવાળાની કાંતિના સમૂહ હોય તેમ, મેઘમાં રહેલા વૃક્ષેાના નવીન લાલ કુંપળાના સમૂહ હોય તેમ સંધ્યાના લાલ રંગ ફેલાવા લાગ્યા. રાત્રિરૂપ પત્નીએ ભુવનના મનામાં પ્રગટાવેલા દીપકાના કાજળની શિખા સરખા અંધકાર વૃદ્ધિ પામવા લાગ્યા. સૂર્યના વિરહથી મૂર્છા પામેલી ભુવનલક્ષ્મીની શાક-સૂચક સ્યામતા ઉછળવા લાગી. પરવાળા સરખા અરુણુવ વાળી સંધ્યાની શાભાને નાશ કરીને હાથોઘટા સરખા વર્ણવાળા શ્યામ અંધકાર-પડલ વિસ્તાર પામવા લાગ્યો. મિત્રના સંકટ સમયને અવસર પામીને દુનની જેમ નક્ષત્રમંડલ આનંદ પામીને ઝગમગવા લાગ્યું. (મિત્ર એટલે સૂર્ય અથ પણ થાય) તરત જ ઉદયાચલ પર્વતના સ્ફટિકરન—શિખરેાની કાંતિ સરખી ચ ંદ્રની ક્રાંતિ દેખાવા લાગી અને પ્રસ'ગ પામીને ધીમે ધીમે ચંદ્રકિરણેા વૃદ્ધિ પામવા લાગ્યાં. વળી ઉદયાચલ પર્વતમાં પીસેલા ગેરુ ધાતુના કમ સરખા લાલવણ વાળું ચંદ્રમ`ડળ, દિગ્ગજોના રંગેલા એક કુ ંભસ્થળ સરખુ' દેખાતુ હતુ. પૂર્વક્રિશામાં અલ્પ પ્રમાણમાં ઉચ્છ્વાસ પામતા સ્વચ્છ સ્યામવર્ણ વાળા મેઘ-આવરણ સરખા અલ્પ પ્રમાણમાં ઉદય પામેલા ચંદ્રકિરણેાથી નાશ પામેલ અંધકારસમૂહવાળા ચંદ્રમ`ડલને વહન કરતુ હતુ. આકાશરૂપ સાવરમાં રહેલ સંપૂર્ણ મૃગ અને પરિપૂર્ણ મંડલવાળું ચંદ્રમંડલ જાણે મધ્યમાં સ્થિરતાથી બેઠેલ અને લીન થએલ ભ્રમરવાળુ કમળ હાય તેમ શેાભા પામતુ હતુ. ચંદ્ર જેમ જેમ આરેાહણુ કરી ચાચલ પત પરથી આકાશરૂપ આંગણામાં ફેલાતા હતા તેમ તેમ કિરાના પ્રહારના ભયથી હાય તેમ અંધકાર-સમૂહ દૂર દૂર પલાયન થતા હતા. આ પ્રમાણે ચદ્રકિરણા પ્રકાશિત થવાના કારણે નષ્ટ થએલ અંધકારવાળું અને સુખે કરીને દેખી શકાય તેવું, ઉંચા-નીચા વિષમ સ્થાન દેખાડતુ ભુવન જાણે ખીજુ જ હાય તેવું થયું.
ત્યાર પછી ચંદ્રવિકાસી કુમુદ(કમળ)ના અસમાન ચંદ્રના ઉદય થયા, ત્યારે અંધકારસમૂહ વૃક્ષાની છાયામાં જાણે ઢગલે કરાતા હાય, પ°તગુફામાં જાણે છૂપાતા હોય તેમ અદૃશ્ય થયા. અને અંધકારના પ્રહારથી પીડાતા સમગ્ર જીવલેાકના પ્રાણીઓને અમૃતરસનાં છાંટણાં કરવા માટે જ જાણે કેમ ન હેાય તેમ ચંદ્રજ્યાહ્ના ફુવારા માફક ઉછળવા લાગી. જે જ્યાના ઉજ્જવલ ધ્વજ પટ વિષે જાણે પવિત થઈ ન હોય ?, તરુણીના ગંડમ`ડલિવષે દર્પણના ભ્રમ કરાવનાર ન હોય ? કુમુદૃવનને જાણે વિસ્તાર પમાડતી ન હોય ? પ્રાસાદશિખા વિષે વૃદ્ધિ પામતી ન હોય ? નિમ*ળ જળાશયાને પ્રકાશિત કરતી ન હાય ! તેવી જણાવા લાગી. આ પ્રમાણે ભુવન-સ્થળે જ્યાહ્નાથી પ્રકાશિત થયાં, ત્યારે કામિનીના પ્રિયમ ધુ સમાન પ્રદોષ અર્થાત્ રાત્રિના પ્રારંભ સમય થયા. તે સમયે કામિનીએના કયા ક્યા વ્યવસાયે પ્રવર્તાવા લાગ્યા ?-જે સખીએની સાથે પ્રિયતમની કથા કરાતી હતી, એવા કામિનીજન જે મુખ ઉપર પત્રશેાભા કરતા હતા, તે જાણે આનંદથી મુખ પરના પ્રસ્વેદ ભૂંસી નાખતા કેમ ન હેાય ? મેાલેલી દૂતી પ્રિયતમના મ ંદિરથી ત્યાં સુધી પાછી ફરતી નથી કે, જ્યાં સુધી દૂતીની જેમ પ્રિયતમને જલ્દી સન્મુખ જોતી નથી. ચંદ્રનાં કરણાથી સ'કુચિત થએલ, કામદેવનાં પુષ્પાનાં ખાણુના પ્રહારથી ભેદાએલ તરુણીનું માન જાણે ગળી
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org