________________
૩૪૪
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત સવ વિચાર અને મને આ કાર્ય કરતા અટકાવ નહિં, કારણ કે આ મનુષ્યનું જીવન નવીન કુંપળપત્ર સરખું ચંચળ છે.”
પિતાનું વચન સાંભળીને કુમારે તેમની વાત માન્ય રાખી. ત્યાર પછી રાજાએ પણ ઘણા આડંબરથી ચક્રાયુધ કુમારના રાજ્યાભિષેક કર્યાં. સામન્તથી માંડી સ સેવકવ સન્માન કર્યું. આ સમયે પ્રભાસમૂહથી તે પ્રદેશને પ્રકાશિત કરતા, ભવ્યજીવાને પ્રતિમાધ કરતા જ્ઞાનાલેકથી મિથ્યાવ-અધકારને નાશ કરતા, સમગ્ર સુર-અસુર- નર–તિય"ચા વડે સેવન કરાતા ચરણુયુગલવાળા, મુનિગણુથી સ્તુતિ કરાતા, ચેગી સમૂહેાથી ધ્યાન કરાતા, ‘ક્ષેમ’કર’ નામના તીર્થંકર ભગવંત પધાર્યા. દેવાએ સમવસરણની રચના કરી. ભગવંત તેમાં મિરાજમાન થઈ ધર્મોપદેશ આપવા લાગ્યા.
સમવસરણમાં રહેલા ભગવતને જાણીને વજાનાથ રાજા નીકળ્યા. ધ દેશના પૂર્ણ થયા પછી હસ્તકમલની અંજલિ ભાલતલ પર રાખી ભગવંતને પ્રણામ કરીને રાજાએ કહ્યું કે હુ ભગવત ! સંસારવાસથી હુ કંટાળ્યા છું, તા હૈ ભગવત ! કૃપા કરીને મને આપ શ્રમપણું આપેા.” ભગવંતે કહ્યું-‘હે દેવાનુપ્રિય ! બહુ સુંદર કહ્યું, હવે મમતા રાખી શકાઈશ નહિં. આ સમયે મહા આડંબર પૂર્વક મહાદીક્ષા-મહોત્સવ કરાવવા પૂર્વક તીર્થંકર ભગવંતની પાસે શ્રમલિંગ અંગીકાર કર્યું. સમગ્ર શાસ્ત્ર અને અર્ધા ભણી વિવિધ પ્રકારનાં તાકમ કરી, શરીર સુકાવી, એકલવિહારી પ્રતિમા અંગીકાર કરી, ગુરુથી આજ્ઞા પામેલા તે વિહાર
કરવા લાગ્યા.
કેવી રીતે ? છએ જીવનિકાય જીવેાનું રક્ષણ કરતા, ક્ષાંતિ, નમ્રતા, સરળતા આદિ દશ પ્રકારના યતિધમ વાળા, પાંચે આસવ-રહિત, પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ કરતા, જિનવચનને ભાવતા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત, શુભધ્યાન કરતા, પરમત-વિષયાભિલાષ-મેહ તરફ વિપરીત મુખવાળા, ધીર, એકાકી–ઉત્કટ આસન, મહાવીરાસન, વગેરે આસન તેમ જ એક પડખે શયન કરવું, વગેરે ઉગ્રક્રિયા કરવાના નિયમવાળા, આ પ્રકારે દુષ્કર વિવિધ તપસ્યા-વિશેષ કરીને શાષવેલ શરીરવાળા, લાકા વડે પ્રણામ કરાતા ચરણકમલવાળા આ રાજર્ષિ એક ગામથી બીજા ગામ વિહાર કરવા લાગ્યા.
આ પ્રમાણે વિવિધ તપાવિધાનમાં તત્પર બનેલા આ રાજિષને 'આકાશગમન' લબ્ધિ ઉત્પન્ન થઈ. ત્યાર પછી અનેક ગુણગણાલંકૃત લોકો અને ધનસમૃદ્ધિથી પૂર્ણ સુકચ્છ નામના વિજયમાં પહોંચ્યા.
આ બાજુ સર્પના જીવ તે નારકીમાંથી નીકળી વચમાં કેટલાક ભવા ભમીને જ્વલન ગિરિ' પાસે અત્યંત ભયકર અટવીમાં શખરગેાત્રમાં અનેક જીવનેા ઘાત કરનાર કુરરંગક નામના શિકારીપણે ઉત્પન્ન થયા. બાલભાવ પૂર્ણ કરી યૌવન પામ્યા. દરરાજ અનેક જીવાના ઘાત કરીને પેાતાની આજીવિકા કરવા લાગ્યા. એમ દિવસે વીતાવતા હતા.
પેલા વાનાથ મુનિ પણ નિરંતર રોકાયા વગર અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા તે જ વીમાં આવી પહોંચ્યા. તે અટવી કેવી હતી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org