________________
૧૯૪
7
ચાપન્ન મહાપુરુષાનાં ચરિત પૂછ્યું કે, ‘તમે કોણ છે ? આ જળ કયાંથી આપ્યું ? ” તેણે કહ્યું કે- ‘હું અહી નિવાસ કરનાર યક્ષ છું, તમારા માટે જ હું માનસ સરોવરમાંથી જળ લઈ આવ્યા. ત્યારે કુમારે કહ્યું કે- · આ માર્ગે સંતાપ માનસ સરોવરમાં સ્નાન કરવાથી દૂર થશે.' તે સાંભળી યક્ષે કહ્યું કે, ‘તમારા તે મનોરથ હું પૂર્ણ કરાવીશ એમ કહીને હસ્ત-સ પુટમાં લઈને માનસસરેાવરમાં લઈ ગયા. વિધિથી સ્નાન કર્યું. ત્યાં પૂર્વના વૈરી અસિતયક્ષ સાથે યુદ્ધ થયું. તે દુષ્ટ રાક્ષસને જિતીને વશ કર્યાં. સૂર્ય પશ્ચિમદિશામાં આથમવા લાગ્યા, ત્યારે કુમાર સરેાવર છોડીને થોડી ભૂમિ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનના મધ્યભાગમાં રહેલી આઠે દિશાકુમારી જેવી વ્યિ કન્યાએ જોવામાં આવી. તેએએ કુમાર તરફ પોતાની સ્નેહવાળી નજર ફેંકી. કુમાર પણ વિચારવા લાગ્યા કે, ૮ આ કોણ હશે એમ આગળ ચાલીને તેને પૂછું. એમ વિચારી તેમની પાસે ગયા, તેમાંથી એકને ઉદ્દેશીને મધુર વચનથી પૂછ્યું કે, ‘ તમે કોણ છે? અને કયા કારણે આવા નિન-શૂન્ય અરણ્યને તમે એ શેાભાળ્યું ?' તેઓએ કહ્યું કે, હું મહાભાગ્યશાળી ! અહીં થી બહુ દૂર નહિ એવા સ્થળમાં અમારી નગરી છે, ત્યાં તમે વિશ્રાંતિ લેવા ચાલે ’–એમ કહીને આ પુત્રને ત્યાં લઈ ગઈ. તે સમયે ભુવનના મહાદીપક સૂર્ય અસ્ત પામ્યા. નગરમાં પહેાંગ્યા, સેવક દ્વારા તેમને રાજભવનમાં લઈ ગયા. રાજાએ તેમને જોયા. ઊભા થઈ સત્કાર કર્યાં અને ઉચિત કાર્યાં નીપટાવ્યાં. રાજાએ તેમને કહ્યું કે- ‘ હે મહાભાગ્યશાળી ! આ આઠે મારી કન્યાઓને યાગ્ય તમે જ છે, તે તેમની સાથે લગ્ન કરો.' આર્યપુત્ર પણ • ભલે ' એમ કહી સ્વીકાર કર્યાં અને તે અનુસાર સર્વ ક્રિયાઓ કરી. પછી વિવાહ પ્રવાં, કંકણ-મી’ઢળ બાંધ્યું. તેઓની સાથે રાત્રે રતિભવનમાં ઉત્તમ પલંગ ઉપર સુઇ ગયા અને નિદ્રા ઊડી ગઈ, એટલે પાતાને ભૂમિ પર રહેલા જોયા. તેમણે વિચાર્યું કે, આ શું ? હાથ પર કંકણુ જોયું. પછી ખેદ પામ્યા વગર આગળ ચાલવા લાગ્યા. ત્યાં અરણ્યના મધ્યમાં દિવ્ય ભવન જોયું. વળી તેમણે ચિંતવ્યું કે, આ પણ ઈન્દ્રજાળ જેવુ' જ હશે, તેની નજીકમાં કરુણુસ્વરથી રુદન કરતી સ્ત્રીના શબ્દ સાંભળ્યા. નિયપણે ભવનમાં પ્રવેશ કર્યાં. સાતમા માળ પર કરુણુસ્વરથી રુદ્ઘન કરતી એક કન્યાને દેખી. તે એમ ખેલતી હતી કે કુરુકુલરૂપ આકાશના ચંદ્ર ! હે સનત્કુમાર ! અન્ય જન્મમાં પણ તમે જ મારા નાથ થજો. ’ એમ ખેલતી ફરી પણ રુદન કરવા લાગી. પોતાના નામની આશ ંકાથી આ પુત્રે તેને પૂછ્યુ કે, તું સનકુમારની કાણુ થાય છે ? જેથી તેનું શરણુ અંગીકાર કર્યું છે ? તેણે કહ્યુ કે, મનારથ માત્રથી તે મારા ભર્તાર થાય છે. કારણ કે, મારા માતા-પિતાએ પહેલાં ઉદકદાન આપવા પૂર્ણાંક મને તેને આપેલી છે, પણ હજુ વિવાહ–વિધિ થયા નથી. તેટલામાં એક વિદ્યાધરે મને કુરૃિમતલથી અહીં આણી છે, વિદ્યાથી વિષુવેલા આ ધવલગૃહમાં મને મૂકીને તે કયાંઈક ગયા છે.’ જેટલામાં આ કન્યા આટલુ ખેલે છે, તેટલામાં તે તે વિદ્યાધર ત્યાં આવી આ - પુત્રને આકાશમંડલમાં ઉંચકીને અધર લઈ ગયા. તે સમયે હાહારવ કરતી, મૂર્છા-પરાધીન થયેલી તે કન્યા ધરણી—પીઠપર ઢળી પડી તેટ્લામાં મુષ્ટિપ્રહારથી તે દુષ્ટ વિદ્યાધરને મારી નાખીને અખંડિત શરીરવાળા આ પુત્ર તેની પાસે આવ્યા. તેને આશ્વાસન આપ્યુ અનેવિવાહ કયાં. થાડીવાર પછી તે વિદ્યાધરની ભગિની આવી, ભાઈ ને મારેલા દેખી કપ પામી. શ્રી નિમિત્તિયાનું વચન યાદ કરીને વિવાહ-નિમિત્તે આર્યપુત્ર પાસે આવી. તેની અનુમતિથી તે જ પ્રકારે તેણે લગ્ન કર્યું .
અલ્પ સમય પછી ચંદ્રવેગે ભાનુવેગ નામના પુત્ર સાથે સજ્જ કરેલા એક સુંદર થ માકલ્યા. તેઓએ કહ્યું કે- ૮ હે દેવ ! અશિનવેગ વિદ્યામલથી પેાતાના પુત્રનું મરણ જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org