________________
૨૫૪
પિન્ન મહાપુરુષોનાં ચરિત યૌવન નિષ્ફળ ગણાય છે. વનમાં રહેનાર પુરુષની જેમ કામદેવ યૌવનના ભોગેની અભિલાષા કરે છે. કુલીન પુરુષેએ સાથે વૃદ્ધિ પામેલા હોય, તેમને છેતરવા યોગ્ય ન ગણાય, તે પછી મનમાં ઉત્પન્ન થનાર કામદેવને ન છેતરવો જોઈએ. હે કુમાર ! તમારા આશ્રયે રહેલા, સાથે વૃદ્ધિ પામેલા કામને મને રથરહિત કરશે, તે બીજા આશ્રિતે તમારા તરફથી કઈ આશા રાખી શકશે? જેમ હાથણરહિત હાથી, કાંતિરહિત ચંદ્ર, તેમ પ્રિયતમારહિત સુપુરુષનું યૌવન નિલ ગણાય છે.
બીજું માતા-પિતાએ પણ સંતાન અને કુલવૃદ્ધિ માટે લગ્ન કર્યું હતું, તે તમારા સરખાએ તેથી વિપરીત કરવું યોગ્ય ન ગણાય. તમારા સરખા મહાભાગ્યશાળીએ વડીલેની આજ્ઞા ઉલ્લંઘન કરવી વ્યાજબી ન ગણાય. હવે તમે ક્રમે કરીને સંપૂર્ણ યૌવન પામેલા છે, તે ચંદ્ર જેમ રેહિણીને સમાગમ કર્યો, તેમ પ્રિયતમાનું પાણિગ્રહણ કરીને યૌવન સફળ કરે, નહિંતર અરણ્યમાં ઉગેલા વૃક્ષનાં પુષ્પ નિષ્ફળતા પામે છે, તેમ તમારે યૌવનકાળ પણ નિરર્થક નીવડશે, ” –એ પ્રમાણે સ્નેહપૂર્વક જાંબવતીએ કહેલાં વચન અને બહુમાનથી કરેલા આગ્રહને વશ થયેલા ભગવંતે ચિંતવ્યું કે, “આ પ્રમાણે મને પાણિગ્રહણ કરવાના કરેલા પ્રયત્ને તે ખરેખર મારા પરિત્યાગમાં સહાય કરનારા નીવડશે.” એમ વિચારીને હાસ્ય કરતાં છેતરવા પૂર્વક કહ્યું કે, “ઠીક એમ કરીશું.'
વિષયોથી વિરક્ત હોવા છતાં પણ ભગવતે રુકિમણી વગેરેનાં વચનને સ્વીકાર કર્યો. કારણ કે, નિર્મળ આશયવાળાના આગ્રહથી સજ્જન પુરુષે શું નથી કરતા?
ત્યાર પછી નેમિકુમારે પાણિગ્રહણ કરવાને સ્વીકાર કર્યો છે.” એમ કૃષ્ણજી પાસે જઈને વધામણુ કર્યા. કેવી રીતે?—
તાડન કરાતાં, વગાડાતાં, વિશાળ વાદ્ય, આદ્ય, કાંસી–જોડ અને તાલથી શબ્દાયમાન ચારે દિશામાં ફેકેલા-વેરેલા કેસરાદિનાં ચૂર્ણોથી યુક્ત, પરસ્પરના અથડાવાથી ઉછળી રહેલા પરિમલિત થયેલા સુગંધી કપૂરસમૂહથી યુક્ત, કેસરચૂર્ણ ફેંકવાથી રંગિત થયેલા પ્રેક્ષકવર્ગ– વાળાં, નૃત્ય કરતી વિલાસિની સ્ત્રીઓના રણકાર કરતા કંદરાવાળાં, જેમાં વિવિધ પ્રકારની વેષભૂષા સજેલા કુમ્ભ પુરુષે મહાલે છે, એવાં વધામણાં કર્યાં. કૃષ્ણજીએ પણ સમગ્ર ગ્રેજ્યમાં તિલક-સમાન, અત્યંત રૂપ અને યૌવનથી દેવાંગનાને પણ તિરસ્કાર કરનાર એવી ઉગ્રસેનરાજાની પુત્રી અને સત્યભામાની સગીબેન રાજિમતી કન્યા સાથે વિવાહ કર્યો. લગ્ન નિમિત્તે મણિ, સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા, વસ્ત્રાદિક સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. વળી નિમંત્રણથી આવેલા રાજાઓ અને જાનૈયાઓ માટે ઘણું પશુ આદિક જે એકઠા કર્યા. ભગવંત પણ તેના જ બાનાથી સાંવત્સરિક મહાદાન આપવા લાગ્યા. દાન કેવી રીતે આપ્યું ?—જાડી મેઘધારાવાળા વરસાદની જેમ મણિ, રત્ન, સુવર્ણ, ધન, ધાન્યની એવી વૃષ્ટિ કરી, જેથી વર્ષાઋતુના સમય માકક લકે એકદમ શાંતિ પામ્યા. શરદકાળમાં ફલસંપત્તિથી અને સમગ્ર ધાન્ય–પ્રાપ્તિથી. લેકે જેમ આનંદ પામે છે, તેમ સમગ્ર આશાવાળા લેકના મનોરથ પૂર્ણ કરવામાં રસિક ભુવનગુરુના અદ્વિતીય દાન વડે લેકે આનંદ પામે છે. જે કેઈ જેવી માગણી કે પ્રાર્થના કરે છે, તે પ્રમાણે સમગ્ર અપાય છે. તેવી રીતે મનવાંછિત દાન આપ્યું, જેથી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org