________________
૨૩૦
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત પૂર્ણિમા તિથિમાં શ્રવણનક્ષત્રમાં ચંદ્રને યોગ થયે ત્યારે પદ્માવતી રાણીએ મહાવો દેખ્યાં. ચૌદ મહાસ્વને દેખીને પદ્માવતી રાણી જાગી અને હર્ષિત વદનવાળી મહારાણીએ મહારાજાને તે નિવેદન કર્યા. તેણે પણ પુત્રજન્મના ફળવાળાં જણાવીને તેને આનંદિત કરી. વળી કહ્યું કે હે સુંદરી ! ત્રણલેકમાં ચૂડામણિ સમાન, સમગ્ર નર અમરના મુગટમણિ વડે ઘસાઈને સુંવાળા બનેલ પાદપીઠવાળો પુત્ર તને જન્મશે. તે વચનથી આનંદ પામેલી પદ્માવતી અતિપ્રમાદવાળી થઈ. તે જ રાત્રિએ પ્રાણુત નામના દેવલોકના વિમાનથી તીર્થ કરનામ ગોત્ર બાંધેલ એવા દેવ વીને પદ્માવતીના ગર્ભમાં ઉત્પન્ન થયા. કમસર ગર્ભ વૃદ્ધિ પામે. નવ માસ અને સાડા સાત દિવસ પછી છ માસની કૃષ્ણઅષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે પદ્માવતીએ નિરુપમ પ્રિયંગુના વર્ણ સરખા શરીરવાળા પુત્રને સુખ પૂર્વક, જન્મ આપે, દેવેન્દ્રોએ તેમને જન્માભિષેક કર્યો. “ભગવંત ગર્ભમાં હતાં ત્યારે, માતા મુનિ માફક શેભનવ્રતવાળી થઈ હતી એ કારણે ભગવંતનું “મુનિસુવ્રત” એવું નામ સ્થાપન કર્યું. વૃદ્ધિ પામ્યા, કેમે કરી લગ્ન કર્યા. એ પ્રમાણે સંસાર વહી રહેલે હતે. પછી રાજ્ય પાલન કરીને સંસાર–સ્વભાવ જાણીને જ્યેષ્ઠ કૃણુનવમીના દિવસે દીક્ષા અંગીકાર કરીને મહીતલમાં વિચરતા હતા. રાજગૃહ નગરીના બહારના ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે રહેલા હતા, ત્યારે વૈશાખ કૃષ્ણઅષ્ટમીના દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાર પછી કેવલજ્ઞાની મુનિસુવ્રત ભગવંત ભવ્ય-કમલવનને વિકસ્વર કરતા, ધર્મોપદેશ આપતા “ભચ” નગરે ગયા. દેવેએ પૂર્વોત્તર દિશા–વિભાગમાં સમવસરણ રચ્યું. દેવ-વિરચિત સિંહાસન પર પ્રભુ બિરાજમાન થયા. ભગવંતે જીવાદિક પદાર્થોનું યથાસ્થિત નિરૂપણ કર્યું. તે સમયે તે નગરનો “જિતશત્રુ નામને રાજા ત્યાં આવ્યો. ભગવંતને વંદન કરીને તેમના ચરણકમલની પાસે બેઠો.
તે સમયે ગણધર ભગવતે પૂછ્યું કે- “હે ભગવંત ! દેવ, નર, તિર્યંચ-સમુદાયથી પૂર્ણ આ સમવસરણમાં કેટલા ભવ્ય સમ્યકત્વ પામ્યા? કેટલા છએ સંસાર મર્યાદિત કર્યો ? કેટલા છે યક્ત સુખના ભાજન થયા? ભગવંતે કહ્યું કે, અપૂર્વ એવું સમ્યક્ત્વરત્ન એક અધરન સિવાય કેઈએ પ્રાપ્ત કર્યું નથી.
તે સાંભળીને રાજાએ પૂછ્યું કે હે ભગવંત ! કૌતુકપૂર્ણ દેહવાગે હું આપને વિનંતિ કરું છું કે-આપ કૃપા કરીને આ અશ્વને વૃત્તાન્ત કહો. વળી વચમાં રાજાએ કહ્યું કે, આ અધરત્ન ઉપર બેસીને હું આપને વંદન-નિમિત્તે આવ્યો. સમવસરણ આટોપ દેખીને હું અશ્વથી નીચે ઉતર્યો અને પગે ચાલતે અહીં આવ્યો. તેટલામાં સમગ્ર લોકેના મનને આનંદ આપનાર જળપૂર્ણ મેઘ સરખી ગંભીર સંસાર-કેદખાનાથી મુક્ત કરાવવા માટે કાલઘંટ સમાન ભગવંતની વાણી સાંભળીને આનંદાશ્રુ પૂર્ણ નેત્રવાળે, નિશ્ચલ કર્ણયુગલવાળો ઉભા થયેલા રોમાંચવાળ, બીડેલાં નેત્રવાળો અધ કેટલાક સમય રહ્યો. વળી ધીમે ધીમે ધર્મોપદેશ શ્રવણ કરવાના ઉપગવાળ સમવસરણના તેરણ–પ્રદેશમાં આવ્યું. ત્યાં અપૂર્વ આનંદરસવિશેષને અનુભવ કરતે, મધુરસ્વરથી હણહણાટ-હષારવ કરીને આગલું જંઘા-યુગલ ધરણિતલમાં સ્થાપન કરીને ગરદન સાથે મસ્તક મહિતલમાં સ્થાપન કરીને જાણે પિતાના હૃદયભાવને કહેતે. હોય તેમ પ્રણામ કરતા તે જ સ્થિતિમાં રહેવા લાગ્યો. તેને એવી સ્થિતિમાં રહેલે જાણીને અમે વિરમય પામ્યા. કુતૂહલ- પૂર્ણ દેહવાળા અમે આપની પાસે આવ્યા, તે હે ભગવંત ! આ શી હકીક્ત હશે, તે કહે. ભગવંતે કહ્યું—“હે સૌમ્ય ! સાંભળો–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org