________________
૧૩૦
ચપન્ન મહાપુરુષોનાં ચરિત કેટલેક કાળ પસાર કર્યો. કેઈક સમયે વૈશાખ કૃષ્ણછઠ્ઠીના દિવસે રાત્રિના છેલ્લા પહેરમાં સુખે સુતેલી હતી, ત્યારે નંદા રાણીએ ચૌદ મહાસ્વ જોયાં. જાગીને યથાવિધિ પતિને નિવેદન કર્યા. તેણે પણ “પુત્રજન્મ” કહેવા દ્વારા આશ્વાસન આપ્યું. તે જ રાત્રે “પ્રાણુત કલ્પથી ચવીને તીર્થકરનેત્રવાળા પ્રભુ નંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. કાળક્રમે માઘમાસની કૃષ્ણ દ્વાદશીના દિવસે પૂર્વાષાઢા નક્ષમાં પ્રભુને જન્મ થયે. ભગવંતનું “શીતલ” એવું નામ
સ્થાપન કર્યું. કેમે કરી વૃદ્ધિ પામ્યા. કેટલાક કાળ કુમારભાવ અને રાજ્યપાલન કરીને માઘ કૃષ્ણ ત્રદશીના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં લેકાંતિક દેવેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ પ્રત્યક્ષ દેખતાં જ વિલય પામતી વીજળી સરખી પ્રિયા રાયેલકમીનો ત્યાગ કરીને શ્રમણપણું અંગીકાર કર્યું. અનુક્રમે ભરતક્ષેત્રમાં વિચરીને, બાવીશ પરિષહે સહન કરીને મેહજાલ તેડીને, અંતરાયકર્મ સાથે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મને મૂળમાંથી ઉખેડીને શાશ્વત એક પ્રકારવાળું અપ્રતિપાતી સર્વકાળના પદાર્થોને સદ્ભાવ જણાવનાર એવું કેવલજ્ઞાન આષાઢ કૃષ્ણ સપ્તમીના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયો ત્યારે પ્રગટ કર્યું. દેએ સમવસરણની રચના કરી. ૭૬ ગણધરેને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. કેટલાકે એ વિષયસંગને ત્યાગ કર્યો, કેટલાક રાજ્યલક્ષ્મી છેડી, ઘણું લેકેએ સ્નેહપાશ ઢીલે કર્યો, ક્રોધાગ્નિ શાન્ત કર્યો. માનપર્વતનું ઉલ્લંઘન કર્યું. માયાની વંશજાળ છેદી નાખી. કેટલાકે લેભરૂપ ગર્તાસ્થાનને ત્યાગ કર્યો.
છદ્મસ્થપણાનું જ્ઞાન નાશ પામવાથી અને અનંત કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવોએ સિંહાસન–સહિત સમવસરણું બનાવ્યું. તેના ઉપર બિરાજમાન થઈ અકારણવત્સલ, ભુવનને ભૂષણ એવા શીતલનાથ તીર્થકર ભગવંતે લોકોને દુર્ગતિથી બચાવવામાં સમર્થ ધર્મદેશના કરી. સુરે, અસુરે, મનુષ્ય અને તિર્યની પર્ષદામાં પ્રભુએ કહ્યું કે, અપાર સંસારના રેંટમાં છ ભ્રમણ કરે છે અને ભવસાગરમાં જીવ મિથ્યાત્વ, કષાય, અવિરતિ, મેટા પ્રમાદ અને વેગ વડે વિવિધ પ્રકારનાં કર્મ બાંધે છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્રની સમ્યગુ આરાધના કરવા દ્વારા જેવી રીતે કર્મ ખપાવીને મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપ હળવાં કરે છે, તેવા પ્રકારને પ્રભુ ઉપદેશ આપે છે. કેટલાક જીવે સમ્યકત્વના પ્રભાવથી દેવપણું તથા સુમનુષ્યપણું પામે છે, તથા કેટલાક જી જિનેન્દ્રના ધર્મના પ્રભાવથી સ્વજન, ધન, પરિવાર વગેરેને ત્યાગ કરીને તથા નિઃસંગભાવથી વિધિથી ચારિત્ર—ધુરાને ધારણ કરીને સિદ્ધિગતિ મેળવે છે. આ પ્રમાણે દે, અસુરે, તિર્યો અને મનુષ્યની પર્ષદામાં જે સદ્ગતિનો માર્ગ અને દુર્ગતિની અર્ગલા છે, તે ધર્મને વિધિપૂર્વક સમજાવ્યું. એ પ્રમાણે કેમપૂર્વક ધર્મ દેશના આપીને; પૃથ્વમંડલમાં વિચરીને એક લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને, સમેત પર્વતના શિખર ઉપર વૈશાખ કૃષ્ણબીજના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
શ્રીમહાપુરુષચરિતમાં દસમા તીર્થકર શીતલનાથનું ચરિત્ર સમાપ્ત થયું. [૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org