________________
સંસારનો ત્યાગ કરવાનું–વૈરાગ્યનું કારણ
૧૫૭ બીજાનાં કાર્યો કરી આપવાં એ જ તેઓનાં પિતાનાં કાર્યો હોય છે. આ પ્રમાણે જે તમે મારી પ્રાર્થના સ્વીકારશે, તે તમારા સર્વે કાર્યો અણધાર્યા સિદ્ધ થશે અને હે સુંદર ! નહિ માને તે વિશ્વાસ રાખજે કે “મરતે બીજાને મારતે જાય છે.” આ સાંભળીને ક્ષણવાર ખંભિત થયે હેય, ચિત્રામણમાં ચિત્રે હેય, વિસ્મય પામ્યા માફક, ચેતના-શૂન્ય થઈ ગયે હેય તેમ કેટલોક કાલ રહીને રાજપુત્રે રાણીને કહ્યું--
“હે માતાજી! આમાં તમારો દોષ નથી, આ તે મારી જ પાપી પરિણતિ છે કે, તમે માતા સરખાં હોવા છતાં આમ બોલે છે ! તમે મારાં નથી, રાજા પણ મારા નથી, ભેગે પણ મારા નથી, આ નગરમાં હવે રહેવું નથી, આ નિમિત્તથી કાર્યની જેમ મને મતિ ઉત્પન્ન થઈ છે. આ જીવનમાં આપણે એવું અકાર્ય ન કરવું કે, જે કરવાથી મરણ સુધી મનમાં મોટો ચમત્કારવાળે ખટકે સાલ્યા કરે.” હે માતાજી! મને ક્ષમા આપજે. મારા મુખને રાગ પલટાવ્યા વગર અગર તમારા પ્રત્યે અનાદરભાવ કર્યા વગર પાપી હું અહીંથી જાઉં છું અને તમારું કુલ જે પ્રમાણે નિર્મલ થાય તેમ કરો.”
એમ કહીને નીકળે અને પિતાના આવાસમાં ગયે. આ હકીકત પ્રસન્નચંદ્રને કહી. તેણે કહ્યું કે “સાર કર્યો, પરંતુ જે પ્રમાણે થયું તે યથાર્થ હકીક્ત મહારાજાને જણાવું. ત્યારે મેં કહ્યું –એ કહેવું યુક્ત નથી, કારણ કે બિચારીને રાજા મરાવી નખાવે, માટે આપણા માટે હવે આ દેશ ત્યાગ કરવાનો અવસર પ્રાપ્ત થયું છે. મિત્રે કહ્યું, “એ ઠીક નથી, કારણ કે, દુરાચારિણી રાજાને અવળું સમજાવીને ભરમાવશે.' ત્યારે મેં કહ્યું, “જે થવાનું હોય તે થાય, અવશ્ય ચાલ્યા તે જવું જએમ કહીને પ્રયાણ કર્યું. દેશાંતરમાં ગયા.
આ બાજુ રાણીએ રાજાને કહ્યું કે, તે રાજપુત્રે મને પ્રાર્થના કરી, મેં તેમાં અનુમતિ ન આપી, તેથી તે વિલખ થઈને તમેને છેડીને ચાલ્યા ગયે.” એ સાંભળીને રાજાએ બારીકીથી રાજપુત્રની શેધ કરાવી. એટલામાં જે દાસી દ્વારા રાજપુત્રને રાણુઓ બેલા હત, તેણે જ રાજાને યથાર્થ હકીક્ત જણાવી કે “આ અમારાં સ્વામિનીએ ઘણું દિવસથી મને રાજપુત્રને બેલાવવા માટે કહેલું હતું. બહુ વાર દબાણ કર્યું એટલે મેં તેને બેલાવ્યો. પણ તે મહાનુભાવે રાણીના વચનને માન્ય ન કર્યું. મહાનુભાવપણાનું અવલંબન કરીને તે મૌનપણે ચાલ્યો ગયો. રેજાએ શેાધ કરાવી, પણ તેને પત્તો ન લાગે. આ સર્વ વૃત્તાન્ત અમારી પાછળ આવેલા અમારા સેવકે અમને કહી.”
તે પછી ઘોળાતા સંકલ્પવાળે હું અનુક્રમે રત્નપુર નામના નગરની બહાર પહોંચે. તેવા જુદા સ્થાનમાં નિવાસ કર્યો. એક કુલપુત્રને ત્યાંના રાજાનું નામ અને તેના ગુણે પૂછળ્યા. તેણે જણાવ્યું કે-રનશેખર નામના રાજા છે. સુખેથી સેવા કરવા લાયક, ગુણનો પક્ષપાત કરનાર, ત્યાગી, કરેલા ગુણને જાણકાર, દાન કરનાર, આશ્રિતને નિર્વાહ કરનાર છે.” કુમારે વિચાર્યું કે, જે દેવ અનુકૂળ થાય, તે સુંદર પરિણામ આવશે. પછી રાજપુત્ર સ્નાનાદિક કાર્ય કરીને કેટલાક પુરુષના પરિવાર સાથે ઘેાડી ઉપર સ્વાર થઈને રાજ્યાંગણમાં ગયે. પ્રતિહાર દ્વારા રાજાને સમાચાર કહેવરાવ્યા કે હે દેવ! દેશાન્તરમાંથી કેઈક રાજપુત્ર આપના દર્શનાર્થે આવે છે અને પ્રતિહારની ભૂમિમાં આપની આજ્ઞાની રાહ જુએ છે. હવે આપ કહે તેમ કરીએ.” રાજાએ આજ્ઞા કરી કે-તેને પ્રવેશ કરા.” પછી પ્રવેશ કર્યો. રાજાના પગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org