Book Title: Chandraprabhu Swami Charitra Author(s): Jain Atmanand Sabha Publisher: Jain Atmanand Sabha View full book textPage 7
________________ લધુવયના બાળક પાસે પવિત્ર અને ઉત્તમ પુરૂના ચરિત્રે વાતા દ્વારા રજુ કરવામાં આવે તે ધર્મશિક્ષણની આપવાની બીજી રીતિઓ, વિષય અને પદ્ધતિઓ જે કામ ન કરી શકે તે કરતાં આ વિશેષ કામ કરી શકે અને તેની અસર પણ બહુ જ થાય છે. મનુષ્યના હદયને આકર્ષવાની શક્તિ જીવન ચરિત્રામાં રહેલી છે. મનુષ્યના જીવન સંબંધમાં કંઇ વિશેષ અનુભવ, આનંદ, પ્રેમ, શૌર્ય, ચાતુર્યાદિક વગેરેના તેમજ વિવિધ રસેના અનેક પ્રસંગને લઈને મનુષ્યના હૃદય ત તરફ વધારે ખેંચાય છે, તેથી જ મનુષ્ય અધિકાઅધિક પુસ્તકોના વાંચન દ્વારા વિશેષ અનુભવના પ્રસંગમાં આવે છે. આવા અનેક કારણોની અપેક્ષાથી જીવનચરિત્ર, કથાઓ વાંચવાની ઉત્કંઠા મનુષ્યની વધતી જાય છે, તેમ બીજા સાહિત્યના વિષયોના ગ્રંથ કરતાં ક્યાનુગના સાહિત્ય વાંચનારા ગ્રાહકે પણ વધતા જાય છે. જૈન શાસ્ત્રોમાં જીવન ચરિત્ર અનેક પુરૂષના લખાયેલા છે, તેમાં વેરઠ સલાકા ( વીશ અરિહંત ભગવાન, બાર ચક્રવત્તિ, નવ બળદેવ, નવ વાસુદેવ, અને નવ પ્રતિવાસુદેવ ) પુરૂષોની કથા સમાન અન્ય જીવનચરિત્રથી વાચકને વિશેષ આનંદ અને સંતોષ થતો નથી. આ ઉત્તમ પુરૂષોના ચરિત્રના વાચન કિંવા શ્રવણથી હૃદયની જે નિર્મળતા થાય છે, તેમજ ચમત્કારિક અલૌકિક, અને ગૌરવશાળી ચરિત્રે અવલોકવામાં આવતાં એવા તાત્વિક પ્રસંગોના વર્ણનદ્વારા તેવા મહાન પુરૂષના મહિમાપૂર્વક નિયમાનું જે ભાન થાય છે, તેમજ પારિસામિક ઉચ્ચકોટીના વિશુદ્ધ જ્ઞાનનો જે બોધ મળે છે, તેવા લાભો બીજા કોઈપણ કથા કે ગ્રંથમાંથી મળ દુર્લભ છે, તેથી જ જિનેશ્વર ભગવાનનું જીવન યથાગ્રાહી વાચકોને અપૂર્વ લાભદાયક છે. આ કેટલેક અનુભવ થયેલો ઈને અમારા તરફથી શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર, તેમજ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનું ચરિત્ર અને શ્રી વિમલનાથ દેવનું ચરિત્ર એ રીતે પ્રકટ કરવામાં આવેલ છે અને તેને જૈન સમાજમાં વિશેષ પ્રકારે લાભ લેવાતો જોવામાં આવેલ હેવાથી, તે અનુસાર જ આ પ્રભાવશાળી, અપૂર્વ, અતિ સુંદર અને મનહર રસપૂર્ણ શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ઉત્તમ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરાવી જન સમાજની સેવામાં મુકીયે છીયે. હજી તેવો જ વિશેષ પ્રબંધ શરૂ હોવા તરીકે શ્રી મહાવીરદેવનું અત્યુત્તમ ચરિત્ર તૈયાર થઈ ગયેલ છે, જે ઘણું જ સુંદર, રસિક, તત્ત્વજ્ઞાનની વિવિધ હકીકતે અને અનેક કથાઓ સહિત બોધપ્રદPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 420