Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 10
________________ १२ ભારતીય તત્વજ્ઞાન ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ બધાં લેશો અને કર્મો સંપૂર્ણ નાશ પામે છે, અને લેશો અને કર્મોનો નાશ થતાં જ જ્ઞાન અનન્ત બને છે કારણ કે બધાં આવરણો અને મળોનો નાશ થઈ ચૂક્યો છે. લેશો અને કર્મો જ આવરણો અને મળો છે. જે સાધકે આ અનાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બધું જાણવાની શક્તિ પામે છે પરંતુ આ શક્તિ તો જ વ્યાપાર કરે છે જો તે સાધક એક ખાસ પ્રકારનો સંયમ કરે. આ સમગ્ર ચર્ચા સૂચવે છે કે જે વિવેકીને ધર્મમેઘસમાધિનો લાભ થયો છે તે ઈશ્વર છે; અને તેને જ પ્રસ્તુત સૂત્રમાં વર્ણવવામાં આવ્યો છે. આમ ઈશ્વર અનિવાર્યપણે સર્વજ્ઞા નથી. તે ત્યારે જ સર્વજ્ઞ બને છે જ્યારે તે પેલો સંયમ કરે છે. બીજા શબ્દોમાં, તેને સર્વ જાણવાની શક્તિ (લબ્ધિ) હોય છે, પરંતુ તે શક્તિ અમુક શરતોનું પાલન કરવામાં આવે તો જ કાર્ય કરે છે. સર્વને જાણવાની શક્તિ એ સિદ્ધિ છે જે અનાજ્ઞાનની પ્રાપ્તિનું પરિણામ છે. આમ તે નિયતપણે અનન્તજ્ઞાન ધરાવે છે પણ નિયતપણે સર્વજ્ઞાન ધરાવતો નથી. (અહીં એ નોધીએ કે સૂત્રકાર અને ભાગ્યકાર કેવલ્ય પૂર્વે સર્વજ્ઞત્વની પ્રાપ્તિને અનિવાર્ય ગણતા નથી. ભાષ્યકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિવેકી વિવેકજ તારકશાન (સર્વજ્ઞત્વ) પ્રાપ્ત કરે કે ન કરે તો પણ તે કેવલ્ય પામે જ છે.) (૩) પછીનું સૂત્ર છે – पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । १.२६ તે (= ઈશ્વર) પોતાનાથી ઉંમરમાં મોટી વ્યક્તિઓનો પણ ગુરુ છે કારણ કે તે કાળથી મર્યાદીકૃત નથી, કાળના બંધનથી મુક્ત થઈ ગયો છે, કાળથી પર થઈ ગયો છે. (૫) ગુરુ પદયી અહીં ઈશ્વરનું ઉપદેષ્ટા તરીકેનું મહત્ત્વનું કાર્ય સૂચવાયું છે. (4) ‘પૂર્વેષાપિ પુ’ એ પદાવલિ આપણને શંકરાચાર્ય કૃત ગણાતા દક્ષિણામૂર્તિસ્તોત્રના પેલા બ્લોકની યાદ દેવડાવે છે. વિત્ર વટતÍને વૃદ્ધઃ શિશો કર્યા' ઇત્યાદિ. આ વિચાર વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં સર્વસાધારણ છે. (૪) એ કયા ગુણો છે જે એને વૃદ્ધોના આધ્યાત્મિક ગુરુ બનવા લાયક બનાવે છે? આનો ઉત્તર બાકીના સૂત્રખંડમાંથી મળી રહે છે. તે સૂત્રખંડ છે- વનેનાનવર વાત. ‘જાનેનવિછેર દ્વારા સૂચવવામાં આવેલ વિચારને બીજા સૂત્રની સહાયથી સમજવા યત્ન કરીએ. પતંજલિ જણાવે છે કે ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ જે સાધકના લેશો અને કર્મો નાશ પામ્યાં છે અને પરિણામે જે જ્ઞાનનું આનન્ય પામ્યો છે તેની બાબતમાં ગુણોના પરિણામક્રમની સમાપ્તિ થઈ જાય છે (gunas come to an end of sequence of change). અર્થાત્, સત્ત્વ આદિ ગુણો ચિત્ત, ઇન્દ્રિયો, શરીર, વગેરે રૂપે પરિણમવાનું બંધ કરી દે છે. તેનું પુનર્જન્મનું ચક બંધ થઈ જાય છે. તેનું સંસારચક્ર સમાપ્ત થઈ ગયું છે. તેને ભવાન્ત થયો છે. તે કાળથી પર થઈ ગયો છે. હવે તે કાળથી મર્યાદી કૃત નથી, બદ્ધ નથી. તે કાલાનવચ્છિન્ન બની ગયો છે. આમ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84