________________
૯૧
ભારતીય દર્શનોમાં ઈશ્વર અર્થાત્ પ્રેરણારૂપ ક્રિયા શરીર ઉપર થાય છે. આમ કારકોને કાર્યોત્પત્તિમાં પૂરવારૂપ કર્તૃત્વમાં શરીરની અપેક્ષા છે જ એવો નિયમ ખોટો છે, કારણ કે શરીરવ્યામાર વિના કેવળ ઇચ્છા (will) અને પ્રયત્ન volitional effort)થી જ ચેતન( યોગી) જડ વસ્તુઓને પ્રેરતો દેખાય છે. જો કોઈ પૂછે કે ઇચ્છા અને પ્રયત્નની ઉત્પત્તિ માટે તો શરીરની અપેક્ષા છે ને?-તો તેનો જવાબ એટલો જ છે કે ઉત્પત્તિશીલ ( = અનિત્ય) ઈચ્છા અને પ્રયત્નને માટે શરીરની અપેક્ષા ભલે હોય પરંતુ જ્યાં ઇચ્છા અને પ્રયત્ન નિત્ય અને સ્વાભાવિક હોય ત્યાં તે બંનેને શરીરની અપેક્ષા છે એમ માનવું અનુચિત છે, વ્યર્થ છે. ઈશ્વરમાં બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન નિત્ય છે, જીવમાં તે અનિત્ય છે. બંનેય આત્માઓ છે તો એકમાં તે નિત્ય અને બીજામાં તે અનિત્ય એમ કેમ ? આશ્રયભેદે એક જ ગુણ નિત્ય અને અનિત્ય જગતમાં દેખાય છે. ઉદાહરણાર્થ, જલીય અને તેજસ પરમાણુઓમાં રૂપ નિત્ય (=અપાક) છે, જ્યારે પાર્થિવ પરમાણુઓમાં રૂ૫ અનિત્ય (= પાકજ) છે.
જીવો પરમાણુઓને કાર્યોત્પત્તિમાં પ્રેરી ન શકે કારણ કે જીવો સ્વકર્મોપાર્જિત ઈન્દ્રિયો દ્વારા જ વિષયોને જાણતા હોવાથી તેમને શરીરોત્પત્તિ પહેલાં વિષયોનું જ્ઞાન જ હોતું નથી તો સર્વવિષયોનું જ્ઞાન ક્યાંથી હોય? અને સર્વ વિષયોના જ્ઞાન વિના સૃષ્ટિ જેવું કાર્ય ઉત્પન્ન કરવું અશક્ય છે. તેથી અસર્વા જીવોથી ભિન્ન સર્વજ્ઞ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. આવો ઈશ્વર જ સૃષ્ટિકર્તા છે, અને જડ પરમાણુઓ અને કમનો અધિષ્ઠાતા છે. - ઈશ્વર એક છે કે અનેક? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે એક છે, કારણ કે જો ઈશ્વર અનેક હોય અને અસર્વા હોય તો જીવોની જેમ તેઓ સૃષ્ટિકાર્ય કરવા અસમર્થ જ હોય. જો ઈશ્વરને અનેક માની બધાને સર્વજ્ઞ માનવામાં આવે, તો એકથી વધુ ઈશ્વર માનવાનું કોઈ પ્રયોજન રહેતું નથી કારણકે સર્વજ્ઞ એક ઈશ્વરથી સૃષ્ટિકાર્ય થઈ જશે. વળી, બધા ઈશ્વરો સર્વજ્ઞા હોય તો પણ તેઓ સમકક્ષ હોઈ તેમની વચ્ચે સદા એકમચતો નહીં જ રહે. એટલે અનેક સર્વજ્ઞા ઈશ્વરો માનવા કરતાં એક સર્વજ્ઞ ઈશ્વર જ માનવો જોઈએ. જો અનેક સર્વજ્ઞ ઈશ્વર માનીને પણ તેમાંના એકના જ અભિપ્રાયને બાકીના બધા સર્વા ઈશ્વરો સ્વીકારી તદનુસાર વર્તે છે એમ માનવામાં આવે તો પેલો એક જ ખરેખર ઈશ્વર કહેવાવાને લાયક છે, બીજા સર્વજ્ઞો નહિ. જો કહો કે સર્વજ્ઞ ઈશ્વરોમાં વ્યક્તિગત મતભેદ હોવા છતાં તેમની પરિષબ્દ સૃષ્ટિકાર્ય કરવાના કરેલા નિર્ણયને અનુસરી તે બધા ઈશ્વરો એકબીજાનો વિરોધ કર્યા વિના સૃષ્ટિકાર્ય કરે છે, તો એનો અર્થ એ થશે કે તેમાંનો કોઈ ઈશ્વર નથી. આ ઉપરથી પુરવાર થાય છે કે ઈશ્વર એક જ છે.”
ઈશ્વર સર્વજ્ઞા છે. તેથી કોઈ પણ વિષયનો કોઈપણ વિશેષ તેનાથી અજ્ઞાત નથી. આને કારણે જ આવા અજ્ઞાનને લઈ ઉત્પન્ન થનારું મિથ્યાજ્ઞાન પણ તેનામાં નથી. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org