Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 44
________________ ભારતીય તત્ત્વજ્ઞાન ૯૬ પ્રયત્નને નિર્વિષય માનવામાં આવે તો એવો નિર્વિષય પ્રયત્ન વિષયોનો ( = પરમાણુઓનો) પ્રેરક કેવી રીતે બની શકે ? એટલે, પ્રયત્નને સર્વિષય જ માનવો જોઈએ, અને તેને સવિષય માનો એટલે જ્ઞાન માનવું જ પડે કારણ કે તે જ્ઞાન દ્વારા જ વિષય બને છે.૧૧૬ અહીં કોઈ શંકા ઉઠાવી શકે કે ન્યાયવૈશેષિકોએ સુષુપ્તાવસ્થામાં માનેલો જીવનપૂર્વક પ્રયત્ન તો જ્ઞાનેચ્છાપૂર્વક ન હોવા છતાં સવિષય છે, તો પછી તેઓ ઈશ્વરના નિત્ય પ્રયત્નને પણ જ્ઞાન-ઇચ્છાનિરપેક્ષ સવિષય કેમ નથી માનતા ? ઉદ્દયન આનો ઉત્તર આપતાં કહે છે કે જીવનપૂર્વક પ્રયત્ન જ્ઞાનેચ્છાપૂર્વક પ્રયત્નથી ભિન્ન જાતિનો છે એટલે જીવનપૂર્વક પ્રયત્નને આધારે જે પ્રયત્ન જીવનપૂર્વક નથી એવા નિત્ય ઈશ્વરપ્રયત્નની બાબતમાં એવો નિશ્ચય કરી શકાય નહિ. ૧૫૦ ઈશ્વરમાં બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્ન માનવાની ખાખતમાં ન્યાયવેરોષિક વિચારકોના મતભેદનું તાર્કિક મૂળ : પ્રયત્નનું કારણ ઇચ્છા છે. ઇચ્છાનું કારણ બુદ્ધિ છે. જ્ઞાન પછી ઇચ્છા થાય છે, ઇચ્છા પછી પ્રયત્ન થાય છે. હવે જો પ્રયત્ન નિત્ય હોય તો બુદ્ધિ અને ઇચ્છાને માનવાનું કોઈ પ્રયોજન નથી. જેઓ ઈશ્વરમાં પ્રયત્નને નથી માનતા પણ બુદ્ધિ અને ઇચ્છાને માને છે તેઓ ઇચ્છાને નિત્ય માને છે, એટલે તેમણે બુદ્ધિને માનવાની જરૂર નથી, જેઓ ઇચ્છા અને પ્રયત્નને ન માની કેવળ બુદ્ધિને જ ઈશ્વરમાં માને છે તેમની વિરુદ્ધ આ દૃષ્ટિએ કંઈ કહી શકાય નહિ, આ દષ્ટિએ તેઓ સાચા લાગે છે. શ્રીધર ઈશ્વરમાં કેવળ બુદ્ધિને જ માને છે. પરંતુ ઈશ્વર કેવળ જ્ઞાન ધરાવતો હોય તો તે જગન્નિર્માણ કેવી રીતે કરી શકે ? તેથી, ઇચ્છા તો ઈશ્વરમાં માનવી જ જોઈએ. ઈશ્વરમાં ઇચ્છા માનીએ એટલે તેને નિત્ય જ માનવી જોઈએ, અને આવી નિત્ય ઇચ્છા જ્ઞાનને નિરર્થક નહિ બનાવી દે ? ના, જ્ઞાન નિરર્થક નહિ બને. ઈશ્વરની ઇચ્છા સ્વરૂપથી નિત્ય છે-અર્થાત્ તે મનઃ સંયોગસાપેક્ષ નથી. પરંતુ તેનો વિષય તો કોઈ વખતે આ હોય છે તો કોઈ વખતે તે હોય છે. તેના વિષયનું નિયામક જ્ઞાન છે. ઈશ્વરનું જ્ઞાન તો યુગપદ્ સર્વવિષયક છે તો તેની ઇચ્છા યુગપ ્ સર્વવિષયક કેમ નથી ? જીવ પણ જે વિષયોને જાણતો હોય છે તે બધાને ઇચ્છતો નથી પણ જે ભોગયોગ્ય હોય છે તેને જ ઇચ્છે છે. તેવી જ રીતે, ઈશ્વર બધા જ વિષયોને જાણે છે ખરો પણ જે વિષયો તે તે વખતે તે તે જીવના ભોગને યોગ્ય હોય છે તેમને જ ઇચ્છે છે. આ ભોગયોગ્યતા ઈશ્વર નથી જાણે છે. જીવ પણ અમુક વસ્તુ તેને સુખકર છે કે દુઃખકર તે જ્ઞાનથી જાણે છે. આ દૃષ્ટિએ ઈશ્વરમાં જ્ઞાન અને ઇચ્છા બંને માનનાર સાચા લાગે છે. ઉદ્યોતકર ઈશ્વરમાં જ્ઞાન અને ઇચ્છા બંને માને છે, પરંતુ અહીં કોઈ કહી શકે કે ઇચ્છામાં જ એવો અતિશય કેમ નથી માનતા કે ઈશ્વર જે વખતે જેને માટે જે યોગ્ય ફળ હોય તે વખતે તેને માટે તે ફળ જ ઇચ્છે ? ઈશ્વરની ઇચ્છા કદી અયોગ્ય હોય જ નહિ, સ્વતઃ યોગ્ય જ હોય એમ કેમ ન માનવું ? અને આને જ તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84