________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૧૫ જે દર્શનો ઈશ્વરને નિત્યમુક્ત માને છે તે બધાં એકમાત્ર ઈશ્વરને જ નિત્યમુક્ત માને છે, જ્યારે નિમ્બર્કદર્શન ઈશ્વર ઉપરાંત કેટલાંક જીવોને પણ નિત્યમુક્ત માને છે, જેમકે ઈશ્વર વિષ્ણુના પાર્ષદ વિશ્વસેન તથા ગરુડ વગેરે. આ નિત્યમુક્ત જીવો સદા ઈશ્વર વિષ્ણુના દર્શનમાં લીન અને ભજનાનન્દમાં મસ્ત રહે છે.૧૮
આ ઈશ્વરવાદની સમીક્ષામાં એટલું જ કહેવાનું કે રામાનુજ અને મધ્વના ઈશ્વરવાદની સમીક્ષામાં જે કંઈ કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે.
(૫) ભાસ્કર અને ઈશ્વર બ્રહ્મ પરિણામી છે, તે સગુણ જ છે. તે ઈશ્વર છે. ઈશ્વરમાં વિવિધ શક્તિઓ છે. પોતામાંથી જ એક શક્તિ વડે ભોગ્ય જગતનું નિર્માણ કરે છે તો બીજી શક્તિથી ભોક્તા જીવોનું સર્જન કરે છે. ઈશ્વર જ ભ્રષ્ટા, પાલયિતા અને સંહારક છે. આમ ઈશ્વર જ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્તકારણ છે. સૃષ્ટિનિર્માણમાં જીવોનાં કર્મોને ઈશ્વર લક્ષમાં લે છે. જીવ અને જગત ઈશ્વરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, કારણ કે જીવ અને જગત ઈશ્વરનો જ પરિણામ છે. ઈશ્વરના પરિણામ ભૂત જીવ અને જગત બંને સત્ છે. ૧૯
(૬) વાભ અને ઈશ્વર વલ્લભ અનુસાર બહ્મ જ ઈશ્વર છે. તે સદા સર્વધર્મવિશિષ્ટ છે. તેનામાં વિરુદ્ધ ધર્મો પણ નિત્ય રહે છે. તેનો મહિમા અપરંપાર છે. તે અણુ પણ છે અને મહાન પણ છે. તે એક પણ છે અને અનેક પણ છે. .
વલ્લભને મતે જીવ અને જગત બંને ઈશ્વરનો જ પરિણામ છે. ઈશ્વરનું કારણરૂપ અને કાર્યરૂપ બંનેમાં કોઈ ભેદ નથી. બંને શુદ્ધ જ છે, માયાનો સંપર્ક જરા પણ નથી. શુદ્ધ કારણરૂપ અને શુદ્ધ કાર્યરૂપનું અદ્વૈત માન્ય હોઈ આ વાદ શુદ્ધાદ્વૈતવાદ કહેવાય છે. ઈશ્વરમાંથી જ ઈશ્વરની લીલાવશે જીવ અને જગતરૂપ પરિણામો ઊપજવા છતાં ઈશ્વર પોતે અવિકૃત અને શુદ્ધ જ રહે છે. સુવર્ણમાંથી કટક, કુંડળ આદિ પરિણામો થવા છતાં સુવર્ણ અવિકૃત અને શુદ્ધ જ રહે છે. તેથી વલ્લભના આ પરિણામવાદને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવે છે. વલ્લભ ઉત્પત્તિ અને વિનાશને બદલે આવિર્ભાવ અને તિરોભાવની ભાષા જ પસંદ કરે છે. આવિર્ભાવ એટલે અનુભવયોગ્ય હોવું અને તિરોભાવ એટલે અનુભવયોગ્યન હોવું. જીવ-જગત બંનેનું ઉષાદાનકારણ ઈશ્વર છે એમ કહેવાને બદલે તે બંનેનું સમવાધિકારણ ઈશ્વર છે એમ વલ્લભ કહે છે. ઈશ્વરને સમવાધિકારણ કેમ ગયું? તેનું કારણ એ છે કે ઈશ્વર તે બંનેમાં સમ્યફપણે અનુવૃત્ત છે.
ઈશ્વરમાં સત, ચિત અને આનંદ એ ત્રણ અંશો છે. ઈશ્વરને જ્યારે ક્રીડા કરવાની ઇચ્છા થાય છે ત્યારે તે પોતાના આનન્દ આદિ ગુણોના અંશોને તિરોહિત કરી સ્વયં જીવરૂપ ગ્રહણ કરી લે છે. આમાં કીડાની ઇચ્છા જ પ્રધાન કારણ છે. માયાનો સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org