Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ઈશ્વર પરત્વે ભારતીય દાર્શનિકો બે વર્ગમાં વહેચાઈ જાય છે. એક વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા એક આત્માને ઈશ્વર ગણે છે. નિત્યમુક્તનો અર્થ એ છે કે જે ભૂતકાળમાં કદી બદ્ધ નહતો, વર્તમાનમાં બદ્ધ નથી અને ભવિષ્યમાં બદ્ધ થવાનો નથી. બીજો વર્ગ સાધના કરી કલેશમુક્ત વીતરાગ થઈ જીવોને રાગમુક્ત થવાનો - મોક્ષમાર્ગનો - ઉપદેશ આપનાર જીવન્મુક્તને ઈશ્વર ગણે છે. આ બીજો વર્ગ નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી. તેના મતે તો જીવન્મુક્ત ઉપદેછા જ ઈશ્વર છે. હવે આપણે એક પછી એક દર્શનને લઈ તેની ઈશ્વર વિશેની માન્યતાને તપાસીશું. જૈનદરનમતે ઈશ્વર જેનદર્શન નિત્યમુક્ત જગર્તા ઈશ્વરને માનતું નથી. આવા ઈશ્વરની માન્યતામાં રહેલા દોષોને જૈન ચિંતકોએ દર્શાવ્યા છે. તેમનું નિદર્શન યથાસ્થાને કરીશું. જૈન તીર્થકરને જ ઈશ્વર ગણે છે. તીર્થંકર, અહંતુ, જિન એ પર્યાયરાબ્દો છે. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ(મુનિપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળજ્ઞાન પામ્યા પછી મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર અને શ્રમણસંઘની સ્થાપના કરનાર તીર્થંકર છે. મોક્ષમાર્ગોપદેશ અને શ્રમણસંઘ સંસારસાગર તરી જવા માટે તીર્થ છે. સાધના દ્વારા વીતરાગ બનનાર આ તીર્થંકર જ વીતરાગતાના માર્ગનો-મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા યોગ્ય છે, સમર્થ છે. આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વકર્મનો ક્ષય તીર્થંકરે ક્ય હોઈ તેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ સ્વભાવભૂત અનંત ચતુષ્ટય પૂર્ણરૂપે પ્રગટ થયું છે. સામાન્ય કેવલી પણ સાધના કરી વીતરાગ બને છે અને આત્મિક શક્તિઓનું આવરણ કરનાર સર્વ કર્મોનો ક્ષય કરે છે, પરિણામે તે પણ અનંતચતુષ્ટયનું પૂર્ણ પ્રાકટ્ય ધરાવે છે. પરંતુ તે મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા નથી કે શ્રમણસંઘની સ્થાપના કરતા નથી. આ સ્પષ્ટ કરે છે. સામાન્ય કેવલીથી તીર્થકરનો ભેદ. જીવોના પરમ ઉપકારક હોવાથી તીર્થંકર પરમ અહિત છે. જેનો તીર્થંકરને ઈશ્વર ગણે છે. પોતાનામાં પણ તીર્થંકરના ગુણો વીતરાગતા આદિ કેળવાય એ ઉદ્દેશથી જ જેનો વીતરાગ તીર્થંકરની પૂજા કરે છે. આમ જૈનોના તીર્થકર અન્ય ભારતીય દર્શનોમાં સ્વીકૃત જીવન્મુક્ત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 84