Book Title: Bhartiya Darshano ma Ishwar Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 2
________________ ૫૪ ભારતીય તત્ત્વજ્ઞાન છે જીવન્મુક્તની જેમ તેમને પણ પુનર્ભવ નથી. જે જન્મમાં તે વીતરાગ બની તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે તે તેમનો છેલ્લો જન્મ છે. આ અંતિમ જન્મમાં સર્વ પૂર્વકૃત કર્મોને તે ભોગવી લે છે. તે સ્વયંસંબુદ્ધ છે. જૈન મતે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ નામના કાળચક્રના બે મોટા અર્ધચક્ર વિભાગ છે જે વારાફરતી આવ્યા કરે છે. તે દરેક કાળવિભાગને છ ભાગોમાં વિભક્ત કરી દરેક ભાગને ‘અર” નામ આપ્યું છે. દરેક અર્ધચક્રના ત્રીજા અને ચોથા અરમાં જ તીર્થકરો. થાય છે અને તેમની સંખ્યા ૨૪ જ હોય છે. અનંત ચતુષ્ટયના પૂર્ણપ્રાગટયનું ધારકત્વ અને મોક્ષમાર્ગોપડેyત્વમ તીર્થંકરને ઈશ્વર ગણવાનું કારણ છે. ભૂતકાળમાં કદી બદ્ધ ન હોવું એ લક્ષણ ઈશ્વરને માટે જરૂરી નથી. જૈનોને મતે સૃષ્ટિ અનાદિ-અનંત છે, એટલે તેને કોઈએ અમુક કાળે સર્જી એ માન્યતા એમને રૂચિકર નથી. ઈશ્વરનું સૃષ્ટિકર્તુત્વ તેમને તદોષોથી દૂષિત લાગે છે. એ દોષોનું નિરૂપણ યથાસ્થાને કરીશું. બૌદ્ધમતે ઈશ્વર બૌદ્ધોનો મત જૈનમતથી ભિન્ન નથી. બૌદ્ધમતે પણ પ્રવ્રજ્યા લઈ સાધના કરી ચિત્તની સઘળી દુર્ઘત્તિઓ રૂ૫ માર ઉપર વિજય કરી સંબોધિ પ્રાપ્ત કર્યા પછી ધર્મચક્રનું પ્રવર્તન કરનાર બુદ્ધ જ ઈશ્વર છે. બોદ્ધો નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરને માનતા નથી. આવા ઈશ્વરની માન્યતાનું તેઓ તપુરઃસર દઢતાપૂર્વક ખંડન કરે છે. એમની આવા ઈશ્વરવિરોધી દલીલો યથાસ્થાને જોઈશું. આમ બૌદ્ધોના ઈશ્વર બુદ્ધ એક માનવ તરીકે જન્મી સાધના કરી સંબોધિ પ્રાપ્ત કરનાર અને પ્રાણીઓને દુઃખમુક્તિનો માર્ગ બતાવનાર મહાપુરુષ છે. બુદ્ધ એક નથી. અનેક બુદ્ધો થયા છે અને થશે. આમ સ્થવિરવાદ અનુસાર બુદ્ધ એક માનવ હતા. એ કોઈ લોકોત્તર વ્યક્તિ ન હતા. સામાન્ય માનવીની જેમ જ જમ્યા, ઉછર્યા, પરણ્યા વગેરે. તેમનું શરીર માનવીના શરીર જેવું જ હતું. સાધના દ્વારા તેમણે મારવિય કર્યો, ચિત્તવિશુદ્ધિ પામ્યા, સંબોધિ પ્રાપ્ત કર્યું, ધર્મચક્ર પ્રવર્તન કર્યું અને છેવટે નિર્વાણ પામ્યા. જે ત્રદ્ધિઓ સામાન્ય માણસ પણ સાધના દ્વારા પ્રાપ્ત કરી શકે તે ઋદ્ધિઓ તેમણે પ્રોત કરી હતી. તેમની ઋદ્ધિ-સિદ્ધિ તેમને માણસ મિટાવી લોકોત્તર બનાવી દેતી નથી. આમ અન્ય દર્શનોમાં સ્વીકૃત જીવન્મુક્ત ઉપદેશ સાથે બુદ્ધનું અત્યંત સામ્ય છે. પરંતુ મહાયાને બુદ્ધને લોકોનાર બનાવી દીધા. મહાયાનીઓને મતે બુદ્ધનું શારીર (રૂપકાય, સંભોગકાય) નિરાસ્રવ છે, તેને જન્મ-જરા-મૃત્યુ-રોગ-આદિ દોષો નથી. તે દિવ્ય કાયા છે, લોકોત્તર છે. તે મનુષ્યલોમાં કદી આવતી જ નથી. તે દિવ્યલોકમાં જ નિત્યવસ્થિત છે. તેનું આયુ અનંત છે. બોધિપ્રાપ્તિ પછી કલ્પો સુધી પરિનિર્વાણમાં પ્રવેશ ન કરીને બુદ્ધો જીવોનું કલ્યાણ કરતા રહે છે. એટલે એમની રૂપકાયા પણ એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 84