Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 18
________________ ભારતીય તત્ત્વજ્ઞાન been explained by Upaskāra as meaning 'The Veda being the Word of Isvara (God) must be regarded as valid', but since there is no mention of Isvara anywhere in the text this is simply reading the later Nyāya ideas into the Vaiseșika." ’'છ પ્રાધ્યાપક એરિચ ફાઉવર તો ઉપલબ્ધ વૈરોબિકસૂત્રનાં પ્રથમ ચાર સૂત્રોને પ્રક્ષિપ્ત ગણે છે અને પ્રશસ્તપાદના પદાર્થધર્મસંગ્રહના (ઈ.સ. છઠ્ઠી શતાબ્દી) આરંભને અનુસરી લખાયાં અને ઉમેરાયાં હોય એમ તેમનું માનવું છે. તેમને સ્થાને મૌલિક પ્રારંભિક સૂત્રો જુદાં હતાં, જેમનો યુનરુદ્ધાર ઉદયનની ણિાવલિ અને જૈન હરિભદ્રની ન્યાયપ્રવેશવૃત્તિને આધારે આ પ્રાધ્યાપકે ર્યો છે. આ મૌલિક સૂત્રોમાં તો એવું કશું જ નથી જેને આધારે જરા પણ ઈશ્વરનું સૂચન મળે. બીજું એક સૂત્ર છે જ્યાં ટીકાકારો ખોટી રીતે ઈશ્વર(God)નો ગર્ભિત નિર્દેશ શોધવાનો પ્રયાસ કરે છે. તે સૂત્ર છે : સંજ્ઞાર્મ ત્વદિશિષ્ટાનાં લિમ્' (૨.૬.૬૮). આ સૂત્રમાં આવેલા ‘અમર્દિશિષ્ટાનામૂ’ નો અર્થ ટીકાકારો ‘મહેશ્વરસ્ય’ એવો કરે છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્રનો અર્થ છે-‘નામ અને કાર્ય ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર લિંગ છે.’ કેવી રીતે નામ તેમ જ કાર્ય ઈશ્વરના અસ્તિત્વનાં લિગો બને છે તે સમજાવે છે. પૃથ્વી વગેરેનો કોઈ કર્તા હોવો જોઈએ કારણ કે તે ઘટની જેમ કાર્ય છે. ઉપસ્કાર અનુસાર આ સૂત્ર ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનાર બે હેતુઓ આપે છે. ઉપસ્કારના આ અર્થધટનની ટીકા કરતા દાસગુપ્તા લખે છે “Upaskāra's interpretation seems to be farfetched. He wants to twist it into an vt ૧૦ argument for the existence of God,''" દાસગુપ્તા અનુસાર સૂત્રનો અર્થ આ પ્રમાણે છે : “The existence of others different from us (asmadvisiṣṭānām) has to be admitted for accounting for the giving of names to things (sañjñākarma). Because we find that the giving of names is already in usage (and not invented by us). * ચન્દ્રાનન્દે પોતાની વૈશેષિકસૂત્રની વૃત્તિમાં આ સૂત્રનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે – અસ્મવાવીનાં માશાત્ યો भगवान् विज्ञानादिभिर्विशिष्टो महेश्वरस्तदीयं संज्ञाप्रणयनं नवानामेव द्रव्यानां भावे लिङ्गम्, વામસ્ય સંજ્ઞાઽમિધાનાત્। અર્થાત્ મહેશ્વર દ્વારા નવ જ સંજ્ઞાનું પ્રણયન એ નવ જ દ્રવ્યોના અસ્તિત્વમાં હેતુ છે. આ અર્થઘટન પણ અયોગ્ય છે. હકીકતમાં, ‘અમદ્ધિશિષ્ટાનામ્’પદનો અર્થ ‘આપણાથી જુદા’ કે ‘આપણાથી ચડિયાતા’ એવો થાય. પ્રશસ્તપાદભાષ્યમાં આ પદ એક સ્થળે પ્રયોજાયું છે અને તેને ‘યોગિનામ્’ ના વિશેષણ તરીકે આપવામાં આવ્યું છે. યુક્તિઠીપિકાકાર પણ કહે છે કે આ સૂત્રગત ‘અસ્મૃદ્વિશિષ્ટાનામ્’પદથી માહાત્મ્યસાલી મહાપુરુષોનું ગ્રહણ કરવાનું છે. ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિકોનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે પરમાણુઓનું આદ્ય કર્મ (-ગતિ) ઈશ્વરકારિત છે. પરંતુ કણાદ તો કહે છે કે પરમાણુઓનું આદ્ય કર્મ અદકારિત છે. અઘૂનાં મનસમ્રાાં ર્માતૃષ્ટારિતમ્ । (૧.૨.૬૩). વળી, ઉત્તરકાલીન ન્યાય-નૈરોષિકોનો બીજો મહત્ત્વનો સિદ્ધાન્ત એ છે કે વેદો ઈશ્વરકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84