Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 23
________________ 9૫ ભારતીય દર્શનોમાં ઈશ્વર રહેલી છે અને ઈશ્વર અનેક પણ હોઈ શકે છે. આ દર્શાવે છે કે વાત્સ્યાયનનો ઈશ્વર વિવેકી અને ક્લેશરહિત જીવ-મુક્ત જ છે. વાત્સ્યાયનભાષ્યની આ કંડિકાના સંદર્ભમાં પ્રા. ઈન્ગલ્સ (Ingalls) લખે છે....One will grant that Vātsyāyana's remarks are confusing. God has won his divinity through good works he has performed. We must, therefore, suppose that there was a time when he was not God." વાસ્યાયનકૃત આ ઈશ્વરવર્ણન પ્રા. ઈન્શાલ્સને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે ન્યાય-વૈશેષિકદર્શનના ઉત્તરકાલીન ગ્રંથોએ રજૂ કરેલી ઈશ્વરની વિભાવનાથી તેમનું મન ઘેરાયેલું છે તેમ જ વાસ્યાયનભાષ્યની નીચે આપેલી (b), (c), (d) અને (e) કંડિકાઓના ઉત્તરકાલીન ટીકાકારોએ આપેલા અર્થઘટનમાં ઈશ્વરનાં રજૂ થયેલાં બીજાં પાસાંઓ સાથે આ વર્ણનની સંગતિ બેસતી નથી, પરંતુ આપણે જોઈશું તેમ, આ ટીકાકારોએ ઉત્તરકાલીન ન્યાયશૈશેષિકોની ઈશ્વરવિભાવનાના પ્રકાશમાં આ અર્થઘટન મારીમચડીને કર્યું છે. (b) सङ्कल्पानुविधायी चास्य धर्मः प्रत्यात्मवृत्तीन् धर्माधर्मसञ्चयान् पृथिव्यादीनि च भूतानि प्रवर्तयति । एवं च स्वकृताभ्यागमस्यालोपेन निर्माणप्राकाम्यमीश्वरस्य स्वकृतकर्मफलं તિવ્યમૂા. સમજૂતીઃ ટીકાકારો આમાં ઈશ્વરની ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક વિભાવનાને વાંચે છે, તેથી તેઓ પ્રત્યાત્મવૃત્તી સમાસગત તિનો અર્થ પ્રત્યેક કરે છે અને નિમry 'નો અર્થ ‘નસિપ્રક્રિાયમ્' (=જગતનું નિર્માણ કરવાની અવ્યાહત ઇચ્છા) કરે છે. તેથી, તેમના અનુસાર આ કંડિકાની સમજૂતી નીચે પ્રમાણે છે. જગતનું સર્જન કરવાની ઇચ્છા જેવી તે કરે છે તેવું જ જગતનું સર્જન શરૂ થાય છે. જ્યારે તે જગતનું સર્જન કરવાની ઇચ્છા કરે છે ત્યારે તેની ઇચ્છાને અનુસરનારો તેનો ધર્મ પ્રત્યેક આત્મામાં રહેલા સંચિત ધર્માધર્મને પોતાનું ફળ આપવામાં પ્રવૃત્ત કરે છે તેમ જ પૃથ્વી વગેરે ભૂતોને (પરમાણુઓને) દ્વચણકાદિક્રમે કાર્યો ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત કરે છે. જગતનું સર્જન કરવાની તેની ઈચ્છા વ્યાઘાત પામતી નથી. આ તેની અવ્યાહત ઇચ્છા તેના પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ જાણવું કારણકે પોતે કરેલા કર્મના ફળનો લોપ થતો નથી એવો નિયમ છે. પ્રા. ઇન્ગાલ્સ પણ આ અર્થધટન સ્વીકારે છે અને તેથી નીચેના શબ્દોમાં આ કંડિકાને સમજાવે છે : “God acts upon the kamic accumulation of each of us as well as upon the gross elements of the Universe. Accordingly, his omnipotence is limited by the fact that each of us must receive the results of our former action. Furthermore, this omnipot one should really grant it such a title) is the result of the karma Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84