Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 37
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ‘પ્રવક્તાઓ આ બે શબ્દો બહુવચનમાં વપરાયેલા છે એ ધ્યાનમાં લેવું મહત્ત્વનું છે. વાત્સ્યાયનને મતે કોઈ એક નિત્ય ઈશ્વર વેદનો કર્તા નથી કારણ કે તેમણે તેવા ઈશ્વરને સ્વીકાર્યો જ નથી. ઉદ્યોતકરે એક નિત્ય જગત્કર્તા ઈશ્વરની કલ્પના સ્વીકારી હોવા છતાં એવો ઈશ્વર વેદનો કર્તા છે એવું તેમણે સ્પષ્ટ કર્યું નથી અને તેઓ પણ સાક્ષાત્કૃતધર્મા ઋષિઓને જ વેદના કર્તા તરીકે સ્વીકારતા લાગે છે. આમ વેદોને પૌરુષેય- પુરુષકૃત માનવાનો સિદ્ધાન્ત ન્યાયવૈશેષિકોમાં પહેલેથી અર્થાત્ કણાદસમયથી હોવા છતાં તે પુરુષ, જયંતના સમય સુધી, એક નિત્ય જગત્કર્તા ઈશ્વર નથી પરંતુ સાક્ષાત્કૃતધર્મા અનેક પુરુષો છે અર્થાત્ ઋષિમુનિઓ છે. સૌ પ્રથમ જયંત એક નિત્ય જગત્કર્તા ઈશ્વરને વેદના કર્તા જણાવે છે. જયતે ઈશ્વરમાં આનંદનો સ્પષ્ટપણે સૌપ્રથમવાર સ્વીકાર કર્યો છે અને તેને મતે આ આનંદ કેવળ દુઃખાભાવરૂપ નથી પરંતુ વિધ્યાત્મક (positive) છે એ તેના પ્રતિપાદન ઉપરથી ફલિત થાય છે. (૭) શ્રીધર અને ઈશ્વર ઈશ્વરમાં કરુણા છે એટલે તે જીવોને માટે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. જો ઈશ્વરમાં જીવો પ્રત્યે કરુણા છે તો સુખમયી જ સૃષ્ટિ કેમ તે ઉત્પન્ન નથી કરતો? આના ઉત્તરમાં શ્રીધર કહે છે કે તે જીવોના ધર્માધની સહાયથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એટલે તે કેવળ સુખમયી. સૃષ્ટિ ઉત્પન્ન કક્યાંથી કરે? પરંતુ તેથી તેમની કરુણાને કંઈ આંચ આવતી નથી, કારણ કે સૃષ્ટિગત દુઃખ જીવોમાં વૈરાગ્ય ઉત્પન્ન કરી તેમના મોક્ષનું કારણ બને છે. ૩૪ જો સૃષ્ટિની ઉત્પત્તિ કરવામાં ઈશ્વરને જીવોના ધમધર્મ ઉપર આધાર રાખવો પડતો હોય તો તેનું ઈશ્વરપણું ક્યાં રહ્યું, તેનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? આના ઉત્તરમાં શ્રીધર જણાવે છે કે ઈશ્વર જીવોને તેમનાં કર્મ અનુસાર ફળો આપે એમાં એના ઈશ્વરપણાને કે એની સ્વાધીનતાને કંઈ બાધ આવતો નથી. ઊલટું, તે તેનું ઈશ્વરપણું પુરવાર કરે છે. શેઠ તેના સેવકોની યોગ્યતાને લક્ષમાં લઈ અનુરૂપ ફળ આપે તો શેઠ શેઠ મટી જતો નથી. ઈશ્વર પ્રત્યેક જીવની સમક્ષ તેના કર્મને અનુરૂપ ભોગસામગ્રી ઉપસ્થિત કરે છે, તેના કર્મના વિપાકકાળે તે કર્મનું યોગ્ય ફળ ઉત્પન્ન કરી જીવ સમક્ષ ઉપસ્થિત કરે છે. ૩૫ ઈશ્વરની બાબતમાં કોઈ નીચે પ્રમાણે વાંધો ઉઠાવે છે. જગતમાં ઘટ, પટ વગેરે કાર્યોનો જે કર્તા આપણને દેખાય છે તે શરીરી છે. તેથી જગતનો કર્તા પણ શરીરી જ માનવો જોઈએ. ઘટકાર્યનો કર્તા કુંભાર સૌપ્રથમ તે કાર્ય ઉત્પન્ન કરવા કયાં કારણો જોઈએ તે જાણે છે, પછી તે તે કારણોની મદદથી કાર્યને ઉત્પન્ન કરવા ઈચ્છે છે, પછી તેને અનુકૂળ પ્રયત્ન (=ઉત્સાહ, volitional effort) કરે છે, પછી શરીર પાસે અનુરૂપ વ્યાપાર ( કચેષ્ટા) કરાવે છે, પછી અન્ય કારણોને કાર્યોત્પત્તિમાં પ્રવૃત્ત કરે છે, પછી કાર્ય ઉત્પન્ન કરે છે. કારણોને જાણ્યા વિના, યોગ્ય ઇચ્છા વિના, અનુરૂપ પ્રયત્ન વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84