________________
ભારતીય તત્વજ્ઞાન જ મિથ્યાજ્ઞાનમૂલક રાગ-દ્વેષ પણ તેનામાં નથી. સગ-દ્વેષ ન હોવાથી પ્રવૃત્તિ પણ તેનામાં નથી. પ્રવૃત્તિ ન હોવાથી ધર્મ-અધર્મ પણ તેનામાં નથી કારણ કે પ્રવૃત્તિ જ ધર્મઅધર્મનું કારણ છે. ધર્મ-અધર્મ તેનામાં ન હોવાથી સુખ-દુ:ખ પણ તેનામાં નથી. બધા જ વિષયોનો અનુભવ તેનામાં સદાય રહેતો હોવાથી તેનામાં સ્મૃતિ નથી, સંસ્કાર પણ નથી. તેથી જ કેટલાક ઈશ્વરમાં સંખ્યા, પરિમાણ, પૃથફત્વ, સંયોગ, વિભાગ, જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન આ આઠ ગુણો માને છે. બીજાઓ તેની બુદ્ધિમાં જ અવ્યાહત ક્રિયાશક્તિનો સમાવેશ કરીને ઇચ્છા અને પ્રયત્નનો બુદ્ધિમાં જ અન્તર્ભાવ કરે છે; આમ તેઓ ઇચ્છા અને પ્રયત્નને બુદ્ધિથી અલગ ગણાવતા નથી, તેથી તેમના મતે ઈશ્વરમાં છ જ ગુણો છે. ઈશ્વર બદ્ધ પણ નથી કે મુક્ત પણ નથી તેને નિત્યમુક્ત કહી શકાય.' (૮) ઉદયનાચાર્ય અને ઈશ્વર
ન્યાયોષિક પરંપરામાં ઈશ્વરવિષયક નિરૂપણની પરાકાષ્ટા ઉદયનાચાર્યક્ત ન્યાયકુસુમાંજલિ” અને “આત્મતત્ત્વવિવેકમાં જોવા મળે છે. એટલે જ ઉદયનાચાર્ય પોતે ઈશ્વરને ઉદ્દેશીને કહે છે કે તારું અસ્તિત્વ માટે અધીન છે (મધીના તવ સ્થિતિ). ઉદયનાચાર્યે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવા નીચેની દલીલો રજૂ કરી છે.
(૧) સાત-જગતમાં પૃથ્વી વગેરે છે. તે વિનાશી, સાવયવ અને અવાસ્તર પરિમાણવાળાં છે (અર્થાત્ અણુપરિમાણ અને પરમમહરિમાણ વચ્ચેના પરિમાણો ધરાવે છે). તેથી તે બધાં કાયો છે. તેમનો કર્તા દેખાતો નથી. પરંતુ કાર્ય કર્તા વિના સંભવતું નહોઈ તેમનો પણ કોઈ કર્તા તો હોવો જ જોઈએ. ઘટનો કર્તા કુંભાર છે. તેવી જ રીતે, પૃથ્વી વગેરેનો પણ કોઈ કર્તા છે જ, તે કર્તા એ જ ઈશ્વર છે.
(૨) માનના-પ્રલયમાં પરમાણુઓમાં કર્મ (ગતિ, motion) તો હોય છે. પરંતુ તે કર્મથી પરમાણુઓનો કાર્યારંભક સંયોગ થતો નથી, અને પરિણામે પરમાણુઓમાંથી કયણુકાદિકમે કાર્યો બનતાં નથી. તેથી પ્રલયમાં પરમાણુઓમાં જે કર્મ હોય છે તેને અનારંભક (benefit of causal efficiency) કર્મ કહેવામાં આવે છે. પરમાણુઓમાંથી કાર્ય બનવા માટે પરમાણુઓનો કાર્યારંભ સંયોગ થવો જોઈએ, અને પરમાણુઓનો આવો સંયોગ થવા માટે પરમાણુઓમાં આરંભક કર્મ ઉત્પન્ન થવું જોઈએ; પરમાણુઓના કાર્યારંભક સંયોગનું કારણ આરંભક કર્મ છે. આ આરંભક કર્મ પરમાણુઓમાં ઉત્પન્ન કરી તે દ્વારા પરમાણુઓનું સંયોજન કરનાર કોઈક હોવો જોઈએ. તે જ ઈશ્વર છે, ઈશ્વરને માન્યા વિના અનારંભક કર્મને સ્થાને આરંભક કર્મ થવાનો કોઈ ખુલાસે મળતો નથી. એટલે પરમાણુઓમાં આરંભક કર્મ પેદા કરનારો અને પરમાણુઓના કાર્યારંભ સંયોગોનો પ્રયોજક-આયોજક-કોઈ માનવો જ જોઈએ. તે જ ઈશ્વર છે.
(૩) ધૃત્ય૨-() ગુરૂત્વવાળી વસ્તુઓ નીચે પડે છે. ગુરૂત્વવાળી વસ્તુઓને પડતી રોકનાર ચેતનનો પ્રયત્ન છે. આપણો પ્રયત્ન આપણા શરીરને નીચે પડતાં રોકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org