________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૯૯
તે વસ્તુઓના કર્તારૂપે બુદ્ધિમાનનું અનુમાન કરવું અસંગત છે. તેથી અન્વય અને વ્યતિરેકના આધાર પર દષ્ટ કાર્ય ઉપરથી દૃષ્ટ કર્તાનું અનુમાન કરવું યુક્તિયુક્ત છે. પરંતુ વિના કંઈ વિચાર્યે સમજ્યું કોઈ વસ્તુ કાર્ય છે માટે એના અદૃશ્ય ર્તાની કલ્પના કરવી યુક્તિસંગત નથી. એ સત્ય પણ નથી, પરંતુ કોરી ક્લ્પના છે.- પર્વત આદિ સન્નિવેશવિશિષ્ટ કાર્યો કોઈ કર્તા વડે ઉત્પન્ન થતાં કદી દેખવામાં આવ્યાં નથી, એવાં કાર્યો સાથે કર્તાનો સ્વાભાવિક સંબંધ સ્થિર કરવા માટે અન્વય ઘટવા છતાં વ્યતિરેક ધટશે કે નહિ એ સંદેહ રહ્યા કરે છે, તેથી કેવળ આકૃતિ ઉપરથી પર્વત આદિમાં સર્તૃકત્વ સિદ્ધ થઈ શકે નહિ. જો ફેવળ આકૃતિ ઉપરથી જ, વ્યતિરેકના અભાવમાં કાર્યત્વની સાથે સકર્તૃત્વની વ્યામિ માનવામાં આવે તો કુંભારની સાથે વક્ષ્મીનો પણ કદાચિત્ અન્વય ઘટે છે તથા મૃદ્ધિકાર હોવાથી ઘટ સાથે વલ્ભીકનું સાધર્મ્સ પણ છે એટલે એને કુંભારની રચના માનવી પડશે, જે સર્વથા લોકવિરુદ્ધ છે.૨
(૭) દલીલ ખાતર ઘડી ભર માની લઈએ કે જંગલી ઘાસ, પર્વત, વગેરેનો અદશ્ય કર્તા છે. પરંતુ તે અદશ્ય કેમ છે ? ન્યાયવૈશેષિક કહેશે કે તેનું કારણ તે અરારીરી છે એ છે. પરંતુ અશરીરી કર્તા હોઈ જ કેવી રીતે શકે ? જેવી રીતે મુક્ત જીવ અશરીરી હોઈ કર્તા નથી તેમ આ ઈશ્વર પણ અરારીરી હોઈ કર્તા ન હોઈ શકે. ન્યાયવેરોષિક કહેશે કે જગતકર્તૃત્વમાં શરીરનો કોઈ ઉપયોગ નથી. કર્તા બનવા માટે માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જરૂરી છે, પરંતુ ઈશ્વરને શરીર નથી તો એનામાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન પણ ન હોઈ શકે. જ્ઞાન આદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. જો ારીરરૂપ નિમિત્તકારણ વિના જ જ્ઞાનાદિનું અસ્તિત્વ ઘટતું હોય તો મુક્ત આત્મામાં પણ જ્ઞાનાદિ માનવાં જોઈએ. અને તો જ્ઞાનાદિ ગુણોની અત્યન્ત નિવૃત્તિરૂપ મુક્તિ રહેશે નહિ. ૧૬૪ જો ઈશ્વર પરમાત્માનું સ્વરૂપ જ્ઞાન આદિ હોઈ શકે તો મુક્ત આત્માનું સ્વરૂપ જ્ઞાન આદિ કેમ ન હોઈ શકે ? ઈશ્વર અંગેની ન્યાયવૈશેષિકોની માન્યતા આત્મા અંગેની તેમ જ તેના વિશેષ ગુણ અંગેની તેમની જે મૂળભૂત પાયાની માન્યતા છે તેના ઉપર કુઠારાઘાત સમાન છે.
(૮) ઈશ્વર દશ્ય કે અદશ્ય જેવો હોય તેવો, પરંતુ તે પોતાની હાજરી માત્રથી જ જગતનો કર્તા બની જાય છે કે જ્ઞાનવાળો હોવાથી, કે જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળો હોવાથી કે પછી જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર કરવાને કારણે ? જો ઈશ્વર પોતાની નિષ્ક્રિય ઉપસ્થિતિ માત્રથી જ જગતને ઉત્પન્ન કરી દે છે એમ માનીશું તો એક કુંભાર પણ કહી શકે છે કે ‘આ જગત મારી ઉપસ્થિતિને કારણે ઉત્પન્ન થયું છે’; કુંભાર જ કેમ, આપણે બધાં નિત્ય અને વ્યાપક હોવાથી સર્વત્ર હંમેશા ઉપસ્થિત રહેવાના છીએ માટે આપણે બધાં કહી શકીએ કે ‘અમારી ઉપસ્થિતિને કારણે જ જગત ઉત્પન્ન થયું છે.’ નિષ્ક્રિય ઉપસ્થિતિ માત્રથી જો ‘સૃષ્ટિકર્તા’નું મોટું પદ મળી જતું હોય તો વહેતી ગંગામાં કોણ હાય ન ધુએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org