________________
ભારતીય તત્ત્વજ્ઞાન પ્રસ્તુત કરે છે ત્યારે તે સૌપ્રથમ ઠીકરીના ખરા રૂપને તિરોહિત કરી દે છે અને પછી ઠીકરી ઉપર સુવર્ણમુદ્રાના રૂપનો આરોપ કરે છે. તેવી જ રીતે, ઈશ્વર માયા દ્વારા બ્રહ્મના ખરા રૂપને ઢાંકી દે છે અને પછી માયા દ્વારા બ્રહ્મ ઉપર જગતનો આરોપ કરે છે. આમ બ્રહ્મ જ પરમ સત્ છે. જગત તો આભાસમાત્ર છે.
પારમાર્થિક દૃષ્ટિએ જગત આભાસ છે, ભાતિ છે. પરંતુ આ ભ્રાન્તિ વૈયક્તિક નથી પણ વૈશ્વિક છે-બધાં જ સામાન્ય પ્રાણીઓને એકસરખી છે. એટલે એની જનક માયા પણ વૈયક્તિક નથી પણ વૈશ્વિક છે. આવી માયાનો ધારક એક ઈશ્વર છે. ઈશ્વર પોતાની ઉપાધિરૂપ કે શક્તિરૂપ માયાથી જગતરૂપી માયાજાળ રચે છે. માયા ઈશ્વરનું નિત્ય લક્ષણ નથી, તે તો તેની સ્વતન્ત ઈચ્છે છે જેને તે છોડી પણ શકે છે. જેઓ પરમજ્ઞાન પામ્યા છે અર્થાત્ જેઓ વ્યાવહારિક ભૂમિકાથી ઉપર ઊક્યા છે તેઓ ભ્રાનિરૂપ જગતથી છેતરાતા નથી અને માયાથી પ્રભાવિત થતા નથી, તેમને માટે માયા પણ નથી, ઈશ્વર પણ નથી અને જગત પણ નથી. તેમને માટે કેવળ શુદ્ધ નિર્ગુણ બ્રહ્યું છે.
નમત ૩૫પ' આ વેદાન્તસૂત્ર(૩.૨ ૩૮)ની વ્યાખ્યામાં શંકરે જીવોનાં કર્મોનું ફળ ઈશ્વર દ્વારા સંપાદિત થાય છે કે કર્મ દ્વારા એ પ્રશ્ન ઉઠાવી કહ્યું છે કે એ તો તકસિદ્ધ છે કે ઈશ્વર દ્વારા જ તે સંપાદિત થાય છે. એનું કારણ એ છે કે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ સંભવતી નથી. કર્મ અનુક્ષણ વિનાશશીલ છે. કાલાન્તરભાવી ફળનું જનક બનવું એને માટે સંભવતું નથી. ઈશ્વર સકલ ચરાચરનો અધ્યક્ષ છે. જગતની સૃષ્ટિ, સ્થિતિ તથા પ્રલય ઈશ્વરથી થાય છે. ઈશ્વર કાલા છે, તેથી સમય આવ્યે તકર્મનો ફળભોગ જીવોને તે કરાવી દે છે. આમ ઈશ્વર જ કર્મજન્ય ધર્મ અને અધર્મના ફળનો દાતા છે.
આચાર્ય શંકર અનુસાર જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઈશ્વર પ્રયોજક ર્તા છે. તેથી જ્યારે જીવ કોઈ કર્મ કરે છે ત્યારે એ પ્રવૃત્તિ કરતા જીવને ઈશ્વર પ્રેરે છે.'
“વૈષળે સાક્ષત્નીત્ તથરિ તિ’ આ વેદાન્તસૂત્ર(૨૧.૩૪)ના ભાષ્યમાં આચાર્ય શંકરે ઉત્તરકાલીન ન્યાયદર્શનના અદસાપેક્ષ ઈશ્વરકારણતાવાદનું સમર્થન કર્યું છે. જીવોનાં કર્મોને લક્ષમાં લઈ ઈશ્વર જગતનું નિર્માણ કરે છે.
માયાજનિત સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જેનાં ઘટકો છે ઇન્દ્રિયો, પ્રાણી અને અન્તઃકરણ)રૂપ ઉપાધિથી અવચ્છિન્ન શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ જ જીવ કહેવાય છે. ઉપાધિ સાથે જીવનો સંયોગ અવિદ્યાજન્ય છે. જીવે પોતાને શરીર અને મન આદિથી અભિન્ન માનવો અને પોતાને બ્રહ્મ સાથેનો અભેદ ભૂલી જવો, પોતાનું બ્રહ્મસ્વરૂપ વીસરી જવું એ જ અવિધા છે. બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનથી જ અવિદ્યાનો નાશ થાય છે. તેથી બ્રહ્મસ્વરૂપાવસ્યાનરૂપ મોક્ષ આ જ્ઞાનથી જ થાય છે, કર્મ-ભક્તિ તો માત્ર આ જ્ઞાનપ્રાપ્તિ માટે સહાયક કારણો છે. તેથી ઈશ્વરભક્તિનું સ્થાન ગૌણ છે.
Jain Education International
For Private & Personal Use Only
. www.jainelibrary.org