________________
ભારતીય તત્ત્વજ્ઞાન નિર્ભર નથી અને તેથી પ્રતિભાસકાલમાત્રસ્યાયી નથી પરંતુ પ્રતીતિ પૂર્વે અને પછી પણ તેનું અસ્તિત્વ છે જ્યારે મુક્તિરજતની સત્તા પ્રતીતિ પર જ નિર્ભર છે અને તેથી પ્રતિભાસકાલ માત્રસ્થાયી છે. જગતનું અસ્તિત્વ પ્રતીતિ (વિજ્ઞાન) પર જ નિર્ભર નથી પરંતુ પ્રતીતિ પૂર્વે અને પછી પણ તેનું અસ્તિત્વ છે તેનું અસ્તિત્વ પ્રતીતિથી સ્વતંત્ર છે,
આ હકીકતનો સ્વીકાર શંકર કરે છે જ્યારે વિજ્ઞાનવાદી બોદ્ધો કરતા નથી, એટલે શંકર વિજ્ઞાનવાદીના વિજ્ઞાનવાદનું ખંડન કરે છે. શંકરને મતે ઈશ્વર, માયા અને માયાજન્ય જગતની સત્તા પ્રાતિભાસિક નથી પરંતુ તેથી ઉચ્ચ કોટિની વ્યાવહારિક છે.
બ્રહ્મસ્વરૂપાવસ્થાનરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાન સાક્ષાત્ કારણ છે. પરંતુ આવું જ્ઞાન વિશુદ્ધ ચિત્તવાળા જીવને જ થાય છે. ચિત્તવિશુદ્ધિ માટે લિપ્સાહિત કર્મ અને ભક્તિ બંને અત્યંત આવશ્યક છે. ભક્તિ નિર્ગુણ-નિર્વિશેષ બ્રહ્મની સંભવે નહિ, સગુણ બ્રહ્મની જ સંભવે. તેથી સગુણ બ્રહ્મરૂ૫ ઈશ્વરની વ્યવહારની ભૂમિકાએ અત્યંત જરૂર છે. તેના વિના ઉપાસના-ભક્તિનો લોપ થઈ જાય અને જીવો ચિત્તશુદ્ધિના એક પરમ ઉપાયથી વંચિત થઈ જાય. માટે પરમ ઉપાસ્ય તરીકે, ભક્તિના પરમ વિષય તરીકે ઈશ્વરની પરમ આવશ્યક્તા કેવલાદૈતીઓને પણ માન્ય છે. કર્મ-ભક્તિ વિના ચિત્તશુદ્ધિ નથી, ચિત્તશુદ્ધિ વિના બ્રહ્મસાક્ષાત્કાર નથી અને બ્રહ્મસાક્ષાત્કાર વિના બ્રહ્મચરૂપ મોક્ષ નથી.
ઈશ્વર, જગત, જગતનો સર્ગ તથા પ્રલય-આ બધાંનો સંબંધ વિશેષે પુરાણો સાથે છે. ઉત્તરકાલીન ન્યાયોષિકોએ પુરાણકથિત વિચારોને આધારે જેવો ઈશ્વર સ્વીકાર્યો છે તેવો જ ઈશ્વર તેમને અનુસરી શંકરે પણ સ્વીકારી લીધો છે. તફાવત એટલો જ છે કે શંકર ઈશ્વરને (અને જગતને) પારમાર્થિક સત્તા બક્ષતા નથી, કેવળ વ્યાવહારિક સત્તા જ બક્ષે છે, જ્યારે ન્યાયશેષિકો તેની (અને જગતની) પારમાર્થિક સત્તા સ્વીકારે છે.
(૨) રામાનુજ અને ઈશ્વર રામાનુજ નિર્ગુણ બ્રહ્માનો સ્વીકાર જ કરતા નથી. નિર્ગુણ વસ્તુની કલ્પના જ સંભવતી નથી. બધાં જ તત્ત્વો કે પદાર્થો ગુણવિશિષ્ટ જ હોય છે. જ્યાં શ્રુતિમાં બ્રહ્મને નિર્ગુણ તરીકે વર્ણવ્યું હોય ત્યાં નિર્ગુણ શબ્દનો અર્થ હેય ગુણોથી રહિત સમજવાનો છે, અને નહિ કે સર્વ ગુણોથી રહિત.•
રામાનુજ અનુસાર ત્રણ તત્ત્વો છે-ચિત્ (જીવ), અચિત્ (જડ તત્ત્વ કે પ્રકૃતિ) અને ઈશ્વર. ચિત્ અને અચિત્ વસ્તુતઃ નિત્ય અને સ્વતંત્ર તત્ત્વ છે તથાપિ તે ઈશ્વરને અધીન થઈને રહે છે કારણ કે તે બંનેમાં અન્તર્યામી રૂપે ઈશ્વર વિદ્યમાન છે. તેથી ચિત્ અને અચિને ઈશ્વરનું શરીર ગણ્યું છે. જેમ જીવતા શરીરમાં આત્મા અંદરથી સમગ્ર શરીરનું નિયમન કરે છે તેમ ઈશ્વર ચિ-અચિત્ રૂપ તેના શરીરનું અંદરથી નિયમન કરે છે. જેમ શરીરના દોષોથી આત્મા અસ્પષ્ટ રહે છે તેમ ચિત-અચિત્ના દોષોથી ઈશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org