________________
૧૧૬
ભારતીય તત્ત્વજ્ઞાન અહીં જરા પણ નથી. ઐશ્વર્યના તિરોધાનથી જીવમાં દીનતા ઉત્પન્ન થાય છે, યશના તિરોધાનથી હીનતા, શ્રીના તિરોધાનથી વિપત્તિપાત્રતા, કાાનના તિરોધાનથી દેહાદિમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે, તથા આનન્દના તિરોધાનથી દુખ પ્રાપ્ત થાય છે. ૨૪ ઈશ્વરથી જીવનો આવિર્ભાવ અગ્નિચિનગારીવત્ છે. આ ઉત્પત્તિ નથી. તેથી જીવની નિત્યતાનો હ્રાસ થતો નથી. ઈશ્વરના પોતાના અવિકૃત સત્ અંશમાંથી જડ જગતનો આવિર્ભાવ થાય છે અને અવિકૃત ચિ-અંશમાંથી જીવનો આવિર્ભાવ થાય છે. જડના આવિર્ભાવકાળે ચિ-અંશ અને આનન્દ-અંશ બંનેનું તિરોધાન હોય છે, પરંતુ જીવના આવિર્ભાવકાળે કેવળ આનન્દ-અંશનો તિરોભાવ હોય છે. ૫
ઈશ્વરના અવતારો એ ભૂતલ ઉપર ઈશ્વરના આવિર્ભાવો છે. જીવને સાધનનિરપેક્ષ મુક્તિ દેવા માટે જ ઈશ્વર અવતારો લે છે. સચ્ચિદાનન્દની પ્રાપ્તિ જીવને ભક્તિ દ્વારા જ થાય છે. ઈશ્વરાનુગ્રહને પુષ્ટિ કહેવામાં આવે છે. ઈશ્વરાનુગ્રહને જ આ માર્ગમાં મુક્તિનું પ્રધાન કારણ માનવામાં આવતું હોઈ આ માર્ગને “પુષ્ટિમાર્ગ” કહેવામાં આવે છે. ૨૯ અન્યથાભાવ છોડી આનન્દરૂપમાં સ્થિર થવું એ જ મુક્તિ છે. • પ્રપતિ (શરણાગતિ)થી ભક્તિનો ઉદય, ભક્તિથી ઈશ્વરાનુગ્રહપ્રાપ્તિ (પુષ્ટિ) અને ઈશ્વરનુગ્રહથી સ્વરૂપાપત્તિરૂપ મોક્ષ થાય છે.
પોતાના પુસ્તક “ભારતીય તત્ત્વવિદ્યામાં પંડિત સુખલાલજી લખે છે : વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદી હોઈ બ્રહ્મને (ઈશ્વરને) વિશ્વરૂપ અને વિશ્વને બ્રહ્મસ્વરૂપ કહે અને વિશ્વનું પારમાર્થિકત્વ સ્થાપે એટલું જ. એમણે વળી બ્રહ્મરૂપ ઈશ્વરને જગતનું કારણ કહેતી વખતે બીજા પૂર્વવર્તી આચાર્યો કરતાં પરિભાષા જુદી વાપરી છે. તે કહે છે કે ઈશ્વર (બ્રહ્મ) એ વિશ્વનું ઉપાઠાનકારણ નહિ પણ સમવાયિકારણ છે. અને એમણે સમાયિકારણની વ્યાખ્યા પણ કંઈક અંશે ન્યાયવૈશેષિકની વ્યાખ્યા કરતાં જુદી કરી છે. બ્રહ્મ(ઈશ્વર)ને જ મુખ્યપણે આગમ પ્રમાણથી એ સ્થાપે છે, અને સૃષ્ટિને પણ પ્રાણિકર્મસાપેક્ષ સ્વીકારે છે, છતાં ઈશ્વરની ઇચ્છા યા લીલાનું પૂર્ણ સ્વાતંત્ર્ય સાચવે છે.''
અહીં પ્રશ્ન એટલો જ થાય છે કે ઈશ્વરની ઇચ્છાની સર્વોપરિતા સાથે પ્રાણિકર્મસાપેક્ષ જગનિર્માણનો મેળ કેવી રીતે ખાશે?
અહીં એ વસ્તુનોધીએ કે રામાનુજ, મધ્ય, નિક, વલ્લભ એ બધા વેષ્ણવાચાર્યો છે અને તેથી ભાગવતપુરાણ, વિષ્ણુપુરાણ આદિવૈષ્ણવ પુરાણોનો તેમના ઉપર અત્યા પ્રભાવ હોય એ સ્વાભાવિક છે, એટલે તેમનો ઈશ્વરવાદ આ પુરાણોની વિચારધારાથી રસાયો અને પોષાયો હોય જ એ કહેવાનું ન હોય.
હકીકતમાં, નિત્યમુક્ત, જગત્કર્તા, કર્મફલદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એક ઈશ્વરની માન્યતા પૌરાણિક ક્ષેત્રમાંથી દાર્શનિક ક્ષેત્રમાં પ્રવેશી હોવાનો ઘણો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org