Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 52
________________ ભારતીય તત્ત્વજ્ઞાન ૧૦૪ જે દાર્શનિકો ઈશ્વર માને છે તે બધા જ ઈશ્વરમાં ઉત્કૃષ્ટ અતિશયરૂપ સર્વજ્ઞત્વ સ્વીકારે છે. વેદકર્તાના રૂપમાં પણ ઈશ્વર તે સ્વીકારતું નથી. મીમાંસા અનુસાર વેઠ નિત્ય છે, અનાદિઅનંત છે. વેઠ અપૌરુષેય છે એ મીમાંસાનો મૂળભૂત સિદ્ધાન્ત છે. વળી, તેના અનુસાર કોઈને સાક્ષાત્ ધર્મનું જ્ઞાન થઈ શકે જ નહિ, એટલે સાક્ષાત્ અનુભૂત ધર્મનો ઉપદેશ પણ કોઈ હોઈ રાકે નહિ. ધર્મનું જ્ઞાન વેઠ દ્વારા જ થઈ શકે. કર્મફલદાતાના રૂપમાં પણ ઈશ્વરનું સ્થાન જૈમિનિના મીમાંસાદર્શનમાં નથી. જૈમિનિ અનુસાર યજ્ઞકર્મ દ્વારા જ તે તે ફળની પ્રાપ્તિ થાય છે, ઈશ્વરની માધ્યમરૂપે કોઈ જ જરૂર નથી. ૧૭. rve આ પ્રાચીન મીમાંસાનો નિરીશ્વરવાદ ઉત્તરકાળે પૌરાણિક ધાર્મિકતા-ખાસ તો શૈવ ધાર્મિકતાથી અછૂતો રહી શક્યો નહિ. પરિણામે કોઈને કોઈ રૂપમાં તેને ઈશ્વરનો સ્વીકાર કરવો જ પડયો. વેદમાં બહુદેવવાદ તો હતો જ. વળી, તે તે પ્રસંગે તે તે દેવની સ્તુતિ કરતી વેળાએ તે તે દેવને સર્વેસર્વા સ્થાપવાનો વ્યવહાર પણ હતો જ. લોકમાં પણ આવો વ્યવહાર પ્રચલિત છે. તે પ્રાચીન કાળમાં સાદા યજ્ઞોમાં દૂધ, ઘી, મધ, અનાજ અને પશુઓને દેવો માટે હોમી દેવોને ખુશ કરવાની માન્યતા હતી અને ખુશ થયેલ દેવ ઇચ્છિત ફળ આપે છે એવી માન્યતા હતી. તે વખતે યજ્ઞ પ્રધાન ન હતો, દેવ પ્રધાન હતો. પછી બ્રાહ્મણકાળે યજ્ઞ જ પ્રધાન બની ગયો અને યજ્ઞ જ સાક્ષાત્ ફળ આપે છે એમ મનાવા લાગ્યું. આ બ્રાહ્મણકાળ પૂર્વેની વેદકાળની જે સ્થિતિ હતી તેનો આધાર લઈને ઉત્તરકાલીન મીમાંસકો કર્મનું ફળ આપનાર રૂપે અને અનુગ્રહ કરનાર રૂપે ઈશ્વરનો સ્વીકાર કરી શક્યા. અને તેનું એક્ત્વ સ્થાપવા માટે ‘ સત્ વિપ્રા નદુધા વન્તિ' નો આધાર પણ હતો જ. એટલે કર્મફળદાતાના રૂપમાં એક ઈશ્વરનો સ્વીકાર કરવાનું ઉત્તરકાલીન મીમાંસકોને મુશ્કેલ ન જ પડે. પરિણામે, તેઓ જગત્કર્તા, સાક્ષાત્કૃત ધર્મના ઉપદેષ્ટા, વેદકર્તા તરીકે ઈશ્વરનું ખંડન કરવા છતાં અમુક અર્થમાં અર્થાત્ કર્મલદાતાના રૂપમાં, ઉપાસ્યના રૂપમાં ઈશ્વરનો સ્વીકાર કરે છે.આપોદેવ તથા લૌગાક્ષિભાસ્કરે ગીતાના સમર્પણસિદ્ધાન્તને શ્રુતિમૂલક માની મોક્ષ પ્રાસ કરવા બધાં કાર્યોનાં ફળ ઈશ્વરને સમર્પણ કરી દેવાની વાત લખી છે. મીમાંસક વેદાન્તદેશિકે આ જ ઉદ્દેશ્યથી સેશ્વર મીમાંસા નામના ગ્રંથની રચના કરી છે. પ્રભાકરવિજય ગ્રંથમાં તર્કના આધારે ઈશ્વરવિષયક અનુમાનનું ખંડન કરવામાં આવ્યું હોવા છતાં ઈશ્વરનો સ્પષ્ટતઃ સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ આ સ્વીકૃત ઈશ્વર અનુમાનથી નહિ પરંતુ શબ્દપ્રમાણથી જ પુરવાર થાય છે. મીમાંસક કુમારિલ ભટ્ટે શ્લોકવાર્તિકમાં ઈશ્વરનું ખંડન કર્યું હોવા છતાં મંગલશ્લોકમાં તો તે શિવની સ્તુતિ કરે છે. તે બ્લોક નીચે પ્રમાણે છે. विशुद्धज्ञानदेहाय त्रिवेदीदिव्यचक्षुषे । श्रेयः प्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84