Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 51
________________ ભારતીય દરીનોમાં ઈશ્વર જેવા એની કલ્પના કરવી નિરર્થક છે. સાચો પુરુષાર્થ તો એ છે જે કમની પરવા કર્યા વિના જગતને સુખી જ સર્જે, વસ્તુતઃ એ જ ઈશ્વર ગણાય. એના કરતાં તો એ જ સારું કે જગત સીધું જ કર્મપરત્વ રહે, એક નિરર્થક પરાધીન ઈશ્વરની કલ્પના બિનજરૂરી છે. એવો ઈશ્વર તો અન્તર્ગડુની જેમ બિલકુલ નિરર્થક છે. બીજી વાત એ કે સૃષ્ટિ પહેલાં દયાપાત્ર પ્રાણી જ ન હતાં તો એ વખતે કોના ઉપર કૃપા કરવા તે જગતનું નિર્માણ કરવા પ્રવૃત્ત થયો ? પાંચમો વિકલ્પ પણ ઘટતો નથી. ઈશ્વર પોતાના મનોવિનોદને ખાતર જગન્નિર્માણરૂપ ક્રીડા (લીલા) કરે છે એમ માનતાં ઈશ્વર રમત રમતા કિશોરના જેવો રાગદ્વેષવાળો બની જશે. મનોવિનોદને ખાતર લીલારચના તો રાગવૃત્તિનું પરિણામ છે. વળી જેવી રીતે બાળકો કંટાળો આવતાં પોતે બનાવેલાં રમકડાંને તોડી નાખે છે તેવી રીતે ઈશ્વર પણ જગનિર્મિતિથી કંટાળી જતાં જગતનો નાશ પણ જ્યારે ઇ છે ત્યારે કરી છે. વળી, લીલા આનંદ પ્રાપ્ત કરવા કરવામાં આવે છે. શું ઈશ્વરમાં આનંદની અધુરપ છે? શું તે સંપૂર્ણાનદ નથી? જો તે સંપૂર્ણનન્દ હોય તો તેને આનન્દ પ્રાપ્ત કરવાનો રહેતો નથી. પરિણામે તેને આનન્દ પ્રાપ્ત કરવા લીલા કરવાની હોય નહિ. જે આનન્દ પ્રાપ્ત કરવા લીલા કરે તે પૂર્ણાનન્દ હોય નહિ, ઈશ્વર હોય નહિ. છઠ્ઠો વિકલ્પ પણ ઘટતો નથી. જો શિષ્ટ ઉપર અનુગ્રહ કરવા અને દુષ્ટોને દંડ દેવા ઈશ્વર જગન્નિર્માણ કરતો હોય તો એવો ઈશ્વર રાગદ્વેષમુક્ત ન હોઈ શકે. વિના રાગદ્વેષ અનુગ્રહ-નિગ્રહ કરી શકાતા નથી. વીતરાગી વ્યક્તિ અનુગ્રહ-નિગ્રહના પ્રપંચમાં પડે જ નહિ. જે રાગદ્વેષયુક્ત હોય તે ઈશ્વર હોઈ શકે જ નહિ. સાતમો છેલ્લો વિકલ્પ પણ ઘટતો નથી. જો જગન્નિર્માણ કરવું તેનો સ્વભાવ હોય તો તે સદા જગન્નિર્માણ કર્યા જ કરે, તેમાંથી કદી વિરમે જ નહિ. વળી, છેવટે સ્વભાવ જ જો માનવો પડતો હોય તો અચેતન પરમાણુઓ યા પદાર્થોનો જ એ સ્વભાવ માની લો કે જે પ્રકારનાં કારણો સંયોગ મળે છે તે અનુસાર પોતાની પ્રવૃત્તિ તેઓ સ્વભાવથી કરે છે.' તાત્પર્ય એ કે હાઈડ્રોજનમાં જ્યારે એક્સિજન અમુક માત્રામાં મળે છે ત્યારે સ્વભાવથી જ જળ બની જાય છે. એમની વચ્ચે એજન્ટ ઈશ્વરની શી આવશ્યકતા છે. ઉદયને ઈશ્વરસાધક જે બાબતો જણાવી છે તે બધીનો ખુલાસો જગકર્તા ઈશ્વર માન્યા વિના ગુરુત્વાકર્ષણનો નિયમ વગેરે જેવા પ્રાકૃતિક નિયમોને (Natural Laws) આધારે થઈ શકે છે. મીમાંસાદર્શનમાં ઈશ્વર મીમાંસાદર્શનની વિચારધારા જ એવી છે કે તેમાં સર્વજ્ઞ જગત્કર્તા ઈશ્વરનું સ્થાન સંભવી શકે જ નહિ. મીમાંસા જગતને અનાદિ-અનન માને છે. તે સર્ગ-પ્રલયમાં માનતું નથી. તેથી સૃષ્ટિકર્તા કે પ્રલયકર્તા ઈશ્વરની તેને આવશ્યકતા નથી. બીજું, તે સર્વ વિષયોના સાક્ષાત્કારી જ્ઞાનને (સર્વજ્ઞાત્વને જ સ્વીકારતું નથી. સર્વજ્ઞત્વને તો શું, યોગિપ્રત્યક્ષનો પણ તે પ્રતિષેધ કરે છે. આમ તેના મનમાં કોઈ સર્વાને સ્થાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84