________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
૧૦૧ (૧૦) ન્યાયવૈશેષિક મતે આત્મા ફૂટસ્થનિત્ય છે. ઈશ્વર પણ આત્મદ્રવ્ય જ છે. તેથી તે પણ ફૂટસ્થનિત્ય જ છે. પરિણામે, સાંખ્યના કૂટસ્થનિત્ય પુરુષ(આત્મા)ની જેમ તે પણ કોઈનું કાર્ય કે કારણ બની શકે નહિ.
(૧૧) એક સાથે બધા જીવોનાં બધાં કર્મો ઈશ્વરની ઇચ્છાથી પોતાના ફળો (વિપાક) આપવાનું છોડી દે તેમ જ એક સાથે બધા જીવોનાં બધાં કર્મો ઈશ્વરની ઈચ્છાથી પોતાનાં ફળો આવવા તૈયાર (વિપાકોનુખ) થઈ જાય એમ માનવું કર્મસિદ્ધાન્તની તદ્દન વિરુદ્ધ છે. સંચિત કર્મ ક્યારે ફળ આપશે તેનો આધાર જેને કારણે કર્મ બંધાયું છે તે પ્રવૃત્તિ કરતી વખતે તે જીવના કલેશોની તીવ્રતા-મંદતા કેવી હતી તેના ઉપર છે. આ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. એટલે કર્મે ક્યારે ફળ આપવું અને ક્યારે ફળ આપવાની પ્રવૃત્તિથી વિરમી જવું એનો આધાર ઈશ્વરેચ્છા ઉપર નથી. બહુ તીવ્ર રાગદ્વેષપૂર્વક કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મ વર્તમાન જન્મમાં જ ફળે છે જ્યારે ઓછી માત્રાઓવાળા રાગદ્વેષપૂર્વક કરાયેલી પ્રવૃત્તિથી બંધાયેલાં કર્મ માત્રાનુસાર જુદા જુદા જન્મોમાં ફળે છે. આ બાબત સર્વસ્વીકૃત છે. પૌરાણિક સર્ગ-પ્રલયની માન્યતા કર્મસિદ્ધાન્ત સાથે મેળ ખાતી નથી.
(૧૨) ન્યાયવૈશેષિક કહે છે કે કર્મ અચેતન છે અને તેથી ચેતન ઈશ્વરની પ્રેરણાથી, ઇચ્છાથી જે પોતાની ફલદાનની પ્રવૃત્તિ કરી શકે, અન્યથા નહિ. અહીં પ્રશ્ન એ ઉઠે છે કે ઈશ્વરની ઇચ્છા શું છે એ અચેતન કર્મ કેવી રીતે સમજી શકે? અને જો ન સમજી શકે તો ઈશ્વરની ઇચ્છાને અનુરૂપ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે?
(૧૩) અનેક ઈશ્વરો માનવાથી કાર્યો કરવામાં વિવાદ થઈ શકે છે અને કાર્યો બગડી શકે છે એ ડરથી ન્યાયશેષિક એક ઈશ્વરને માને છે. પરંતુ તેમનો ડર અયોગ્ય છે. જે અનેક મધમાખીઓ એક સુંદર મધપુડો બનાવી શકે, અનેક કીડીઓ મળી એક રાક બનાવી શકે, અનેક શિલ્પીઓ એક સુંદર મહેલ બનાવી શકે તો અનેક વીતરાગી ઈશ્વસે મળી સૃષ્ટિ કેમ ન બનાવી શકે? બધા ઈશ્વરો વીતરાગી અને સર્વા હોય તો વિવાદ કે ઝઘડાનો કોઈ સંભવ જ નથી,
(૧૪) જે ક્રમશઃ ઉત્પન્ન થાય છે તે નિત્ય ઈશ્વર દ્વારા નિષ્પાદિત ન થઈ શકે. સાંસારિક કાર્યકલાપ યથાક્રમે થતો દેખાય છે. તેથી એ કાર્યોનું નિમિત્તકારણ ઈશ્વર હોઈ શકે નહિ. તેમ છતાં પ્રત્યેક વસ્તુ ઈશ્વરકારિત છે એમ માની લઈએ તો યાયિકનો ઈશ્વરસાધક હેતુ પણ ઈશ્વરકારિત જ હોવો જોઈએ અને જ્યારે ઈશ્વરની સિદ્ધિનો પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે યાયિકની ઈશ્વરસાધક યુક્તિ ઈશ્વરજન્ય હોવાને કારણે ઈશ્વરની સિદ્ધિ પૂર્વે વિપુલ પ્રમાણિત બનશે.”
(૧૫) ઈશ્વરમાં જગકર્તુત્વ જ પ્રમાણિત થતું નથી તો જગત્કર્તા હોવાને કારણે કાર્યસમૂહના ઉપાઠાનોનું પ્રત્યક્ષ પણ અસિદ્ધ રહેશે. અને એ પ્રત્યક્ષના અભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org