________________
ભારતીય દર્શનમાં ઈશ્વર ઊડતા પંખીનો પ્રયત્ન તેના શરીરને નીચે પડતાં રોકે છે. ઉડતા પંખીએ ચાંચમાં પડેલી જડ વસ્તુ તે પંખીના પ્રયત્નથી નીચે પડતી નથી કારણકે પ્રયત્નવાળા પંખીએ તેને ધારણ કરેલી છે. ગુરુત્વવાળી જડ વસ્તુને કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ ધારણ કરેલી હોય તો તે નીચે પડતી નથી. ગ્રહ, ઉપગ્રહ, વગેરે અચેતન છે તેમ છતાં તે નીચે પડતાં નથીપોતાની કક્ષામાંથી ટ્યુત થતાં નથી. એટલે માનવું પડે છે કે કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ તેમને ધારણ કરી રાખ્યા હોવા જોઈએ. આ વ્યક્તિ તે જ ઈશ્વર છે. આમ ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનો ધારક છે.૪૪
૩ (૨) છત્ય -શબ્દમાં આદિ પદ છે. તે આદિ પદથી નાશ અભિપ્રેત છે. તક આ પ્રમાણે છે: જેમ કાર્યની ઉત્પત્તિ માટે નિમિત્તકારણ (= ઉત્પાદકર્તા) જરૂરી છે તેમ કાર્યના નાશ માટે પણ નિમિત્તકારણ (નાશકર્તા) જરૂરી છે. ન્યાયવશેષિક મતે વસ્તુસ્વભાવથી જ નાશ પામતી નથી. વસ્તુનો વિનારા નિર્દેતુક નથી. જો વસ્તુનો વિનાશ નિહેતુક માનવામાં આવે તો વસ્તુ ક્ષણિક બની જાય અને સ્થાયી દ્રવ્ય જેવી કોઈ વસ્તુ રહે નહિ. તેથી ન્યાયોષિકો વસ્તુના નામને સહેતુક માને છે. ઘડાને લાકડીથી છૂટકો મારવામાં આવે છે ત્યારે જ ધડો આઘાતથી કૂટે છે. અહીં ફટકો મારનાર-આઘાત કરનાર ઘટનાશક્ત છે. તેવી જ રીતે, જગતનાં જે કાર્યોનો નાશક્ત જણાતો ન હોય તેનો પણ નાશક્ત હોવો તો જોઈએ જ; તે છે ઈશ્વર. વળી, સમગ્ર વિશ્વના નારાર્તા તરીકે ઈશ્વરને માનવો જોઈએ. ઈશ્વરની ઈચ્છાથી સર્ગાતે વિશ્વને જખર આધાત લાગે છે અને બધાં કાર્યો પરમાણુઓમાં વિઘટન પામી જાય છે. આ આઘાત પરમાણુઓમાં અનારંભિક ગતિ અને વેગ પેદા કરે છે. આઘાતથી જન્મેલો વેગ અનારંભક કર્મને પ્રલયાન્ત સુધી ચાલુ રાખું છે. વિશ્વના નાશકર્તા તરીકે ચેતન વ્યક્તિને માન્યા વિના છૂટકો નથી. તે ચેતન વ્યક્તિ એ જ ઈશ્વર છે.
(૪) પલા-(મ) અમુક અર્થ =વસ્તુ) માટે અમુક પદ વપરાય છે. અમુક શબ્દનો અમુક અર્થ છે એવો શબ્દ-અર્થનો સંકેત છે. આ સંકેતનું જ્ઞાન આપણને વડીલો આપે છે. પરંતુ અમુક વસ્તુ અમુક શબ્દવાચ્ય છે એવો સંકેત સૌપ્રથમ ક્ય - કોણે? આવા સંકેતનો પ્રવર્તક જે છે તે ઈશ્વર છે. પ્રલયકાળે વિશ્વના નારા સાથે બધા સંકેતો નાશ પામે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે ઈશ્વર નવા સંકેતો ઉત્પન્ન કરે છે તે માટે તે કોઈ પૂર્વસંકેતો ઉપર આધાર રાખતો નથી.
૪ () સૃષ્ટિની ઉત્પત્તિ સાથે તેના સંકેતો આપે છે એટલું જ નહિ પણ કલાઓને પણ તે જ શરૂ કરે છે. પાત્રો બનાવવાની કલા, કપડું વણવાની કલા, લિપિકલા, લેખનકલા, વગેરે કલાઓને સૃષ્ટિના આરંભે સૌપ્રથમ તે જ જીવોને શિખવાડે છે. ગુરુશિષ્ય પરંપરા દ્વારા કલાઓ આપણા સમય સુધી ઊતરી આવી છે. આ પરંપરા ક્યાંકથી શરૂ થઈ હોવી જોઈએ. અર્થાતુ, કલાઓનો આદ્ય પ્રવર્તક-આવિષ્કારક-આદિ ગુરુ-કોઈ હોવો જ જોઈએ. તે જ ઈશ્વર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org