Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 27
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ઉપાયોને (કર્મોને જાણનાર’ થાય. “સર્વજ્ઞ શબ્દના અર્થનો આથી વધુ વિસ્તાર પ્રસ્તુત સંદર્ભમાં જરૂરી નથી, આ અર્થમાં જીવન્મુક્ત સર્વજ્ઞ છે જ. ‘સર્વદ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સર્વત્રકાલિક અવસ્થાઓને જાણનાર એવો “સર્વજ્ઞ શબ્દનો અર્થ પ્રસ્તુત સંદર્ભમાં બંધ બેસતો નથી કારણ કે આવો અર્થ કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્વાતંત્ર્ય (freedom of will)નો અત્યન્ત વિરોધી છે જ્યારે જડ નિયતિવાદનો પોષક છે. (e) स्वकृताभ्यागमलोपेन प्रवर्तमानस्य यदुक्तं प्रतिषेधजातम् अकर्मनिमित्ते शरीरस तत् સર્વ પ્રચંતે તિા જે નિર્માણકાયો ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થનારો આત્મા પોતાના પૂર્વકૃત કર્મને પરિણામે જ તેમાં પ્રવૃત્ત થઈ શકે છે એમ ન માનીએ તો તેનાં નિર્માણશરીરોની ઉત્પત્તિમાં તેનું પૂર્વકૃત કર્મ નિમિત્ત નથી એવો અર્થ થાય, અર્થાત્ પૂર્વકૃત કર્મને પોતાનું કોઈ ફળ નથી એમ ફલિત થાય; અને તેમ સ્વીકારતાં તો પોતપોતાનાં સામાન્ય પ્રકારના શરીરની ઉત્પત્તિમાં પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કમોને નિમિત્તકરણ ને માનતાં જે દોષો આવે છે તે બધા દોષો અહીં પણ આવે. આમ વાત્સ્યાયનને મતે, જેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી સમ્યકજ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરેલ છે, જે સ્પષ્ટપણે જાણે છે કે ક્યાકર્મનું કહ્યું ફળ છે, જેણે પોતે ક્લેશમુક્તિ-દુઃખમુક્તિના સંપૂર્ણ માર્ગની યાત્રા કરી છે અને તેથી જેને તે માર્ગનું સાક્ષાત્ શાન છે, જે તે માર્ગની બાબતમાં પ્રમાણ છે, જે તે માર્ગનો પરમોત્કૃષ્ટ ઉપદેદા છે, જેના ભવનો-જન્મમરણચક્રનો-અન્ત થયો છે, જે બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને અંતિમ જન્મમાં ભોગવી લેવા પોતાની અવ્યાહત ઈચ્છાથી અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરે છે અને જે પોતાની અવ્યાહત ઇચ્છાથી સઘળાં સંચિત કર્મોને વિપાકોનુખ કરે છે તે જીવન્મુક્ત સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. (૪) ન્યાયવૈશેષિકદર્શનમાં નિત્યમુક્ત ભુવનકત માહેશ્વરની વિભાવનાને સૌપ્રથમ પ્રવેશ પ્રશસ્તપાદ“ દ્વારા સૃષ્ટિ અને પ્રલયની કલ્પના સાથે નિત્યમુક્ત જગર્તા મહેશ્વરની વિભાવના ન્યાયશેષિક દર્શનના ઉપલબ્ધ ગ્રંથોમાં સૌપ્રથમ આપણને પ્રશસ્તપાદના (ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીના ઉત્તરાર્ધ) પદાર્થધર્મસંગ્રહમાં મળે છે. જીવો પોતાનાં કર્મોનાં ફળોનો ભોગ કરી શકે તે માટે મહેશ્વરને સૃષ્ટિનું સર્જન કરવાની ઇચ્છા થાય છે. તેને પરિણામે જીવોનાં અદો પોતપોતાનાં ફળો આપવા ઉન્મુખ બને છે. આવાં અદોનો સૌપ્રથમ પવનપરમાણુઓ સાથે સંયોગ થાય છે. આ સંયોગથી પવનપરમાણુઓમાં કાર્યારંભક ગતિ ઉત્પન્ન થાય છે, પરિણામે દ્વચકાદિક્રમે પવનમહાભૂતની ઉત્પત્તિ થાય છે. આ જ રીતે અપમહાભૂત, પછી તેજસૂમહાભૂત અને પછી પૃથિવીમહાભૂત ઉત્પન્ન થાય છે. ચાર મહાભૂતોની ઉત્પત્તિ પછી કેવળ મહેશ્વરની ઈચ્છાથી પાર્થિવ પરમાણુઓથી યુક્ત તેજસ પરમાણુઓમાંથી મોટું ઈંડું ઉત્પન્ન થાય છે. પછી તે ઈંડામાં સર્વલોકપિતામહ બ્રહ્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84