Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 28
________________ ભારતીય તત્વજ્ઞાન સકલ ભુવન (ચૌદ ભુવનો) સાથે સર્જી મહેશ્વર તેને પ્રજાનું સર્જન કરવાનું કામ સોંપે છે. બ્રહ્મા જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યથી યુક્ત છે. તે બ્રહ્મા જીવોનાં કર્મોનાં વિપાકોને જાણીને કર્મને અનુરૂપ જ્ઞાન, ભોગ અને આયુવાળા પ્રજાપતિઓ, મનુ, દેવર્ષિઓ, પિતૃઓ, . બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, સૂકો અને નાનામોટાં પ્રાણીઓને સર્જે છે અને તેમને પોતપોતાના કર્મને અનુરૂપ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યથી જોડે છે. આ બ્રહ્માના મોક્ષનો સમય આવે છે ત્યારે સંસારથી-જન્મમરણભ્રમણથી થાકેલાં પ્રાણીઓના વિશ્રામ માટે મહેશ્વર સંહારની ઇચ્છા કરે છે. સંહારેચ્છા થતાં જ બધાં જ કાર્યો ક્રમથી પરમાણુઓમાં વિઘટન પામે છે. આમ પ્રલય થાય છે. પ્રલયમાં પ્રવિભક્ત પરમાણુઓ અને ધર્માધર્મસંસ્કારથી યુક્ત આત્માઓ જ હોય છે. ૧ આમ પ્રશસ્તપાદ અનુસાર મહેશ્વરના સંકલ્પમાત્રથી સર્ગ અને પ્રલય થાય છે. મહેશ્વરની ઇચ્છા પવનપરમાણુઓમાં ઉત્પન્ન થતી આરંભક ગતિનું સાક્ષાત્ કારણ નથી. તેમની ઇચ્છા તો અને વિપાકોનુખ કરે છે. આત્મગત આવાં અદો પવનપરમાણુઓના સંયોગમાં આવી તેમનામાં આરંભક ગતિ ઉત્પન્ન કરે છે. વળી, મહેશ્વર સંકલ્પથી બ્રહ્માને અને ચૌદ ભુવનોને ઉત્પન્ન કરી જીવસૃષ્ટિ માટે બ્રહ્માને નિયુક્ત કરે છે. બ્રહ્મા જીવોને તેમનાં કર્મોને અનુરૂપ જ્ઞાન, ભોગ, આયુ અને યોનિવાળા સર્જે છે. મહેશ્વર સંકલ્પમાત્રથી ચાર ભૂતોને, શરીરધારીઓને રહેવાના સ્થાનોને (ભુવનને) અને બ્રહ્માને સર્જે છે. જીવસૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે અને બ્રહ્મા જ જીવોને તેમનાં કર્મ પ્રમાણે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભોગ અને આયુ બક્ષે છે. તેથી બ્રહ્માને લોકપિતામહ કહ્યા છે. બ્રહ્માનો મોક્ષ થાય છે. બ્રહ્મા પ્રતિસર્ગ ભિન્ન છે, જ્યારે મહેશ્વર એક અને નિત્ય છે. મહેશ્વરમાં કેવળ ઇચ્છા છે જ્યારે બ્રહ્મામાં જ્ઞાન (-કર્મ-ફલજ્ઞાન), વૈરાગ્ય અને ઐશ્વર્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિથી તેના વિનાશ સુધીના ગાળામાં તેનું સંચાલન બ્રહ્મા કરે છે. પ્રલયમાં તો કર્મને અનુરૂપ ફલદાનની ક્રિયા અટકી જાય છે, એટલે પ્રલયમાં બ્રહ્માની જરૂર નથી. મહેશ્વર કે બ્રહ્માને અહીં ઉપદેશક કે વેદકર્તા તરીકે વર્ણવવામાં આવ્યા નથી. એ તો સ્પષ્ટ જણાય છે કે પ્રશસ્તપાદ સર્ગ-પ્રલયની, મહેશ્વરની, બ્રહ્માની વિભાવના પુરાણોમાંથી ખાસ તો શિવ પુરાણોમાંથી ન્યાયશેષિકદર્શનમાં લઈ આવ્યા છે. ઉત્તરકાલીન ન્યાયશેષિક ગ્રંથોએ બ્રહ્માને દૂર કરીને તેનું કાર્ય પણ ઈશ્વરને જ સોંપ્યું છે, ઈશ્વર જ કર્મના વિપાકને જાણી કર્મનું ફળ જીવોને આપે છે. વળી, ઉત્તરકાલીન ન્યાયશેષિક ગ્રંથોમાં ઈશ્વર જ્ઞાન અને ઇરછા બંને ગુણો ધરાવે છે એમ મનાયું છે. ઉપરની ચર્ચા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રશસ્તપાદ પહેલાં ન્યાયવૈરોષિકદર્શન નિત્યમુક્ત જગત્કર્તા એક ઈશ્વરને માનતું ન હતું અને તે ‘ઈશ્વરશબ્દનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84