________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર
ઈશ્વરમાં ક્રિયા છે કે નહિ? ઈશ્વરમાં પ્રેરણારૂપ ક્રિયા છે, ચેષ્ટારૂપ ક્રિયા નથી. તે અન્ય કારકોને કાર્યોત્પત્તિમાં પ્રેરે છે, તે કોઈનાથી પ્રેરાતો નથી. તે સ્વતંત્ર છે. એટલે તેનામાં પરિસ્પંદરૂપ યા ચેષ્ટારૂપ ક્રિયા નથી. તેનું શરીર જ નથી એટલે તેનામાં પરિસ્પંદરૂપ યા ચેષ્ટારૂપ યિા સંભવે જ નહિ. (૬) જયંત ભટ્ટ અને ઈશ્વર
ઉદ્યોતકરે ઈશ્વરના જગતફ્તત્વની સ્થાપના કરી છે અને તે સંદર્ભમાં ઊઠતા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આપણે ત્યંત ભટ્ટને ઈશ્વર વિશે શું કહેવાનું છે તે જોઈએ.
સૌપ્રથમ તે ઈશ્વરનું અસ્તિત્વ નીચે પ્રમાણે પુરવાર કરે છે. પૃથ્વી વગેરે કાર્યો છે, કારણ કે તે અનિત્ય છે અને સન્નિવેશવાળાં છે ( = રચનાવાળાં છે, સાવયવ છે). તે કાર્યો હોવાથી તેમનો પણ કોઈ કર્તા હોવો જોઈએ. કાર્યને કર્તા હોય છે જ, કર્યા વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. ઉદાહરણાર્થ, ઘટ કાર્ય છે અને તેનો કર્તા કુંભાર છે. કર્તા વિના ઘટબની શકે જ નહિ. આમ પૃથ્વી વગેરે કાર્યોનો કર્તા સિદ્ધ થાય છે. તે જ ઈશ્વર છે."
આ સામે કોઈ દલીલ કરે છે કે કેટલાંક કાર્યોનો ર્તા દેખાતો નથી. ખેડડ્યા વિનાની પડતર જમીનમાં છોડવાં ઊગી નીકળે છે. તેમનો કોઈ કર્તા દેખાતો નથી.
આ દલીલનું ખંડન કરતાં જયંત કહે છે કે દેખાવા યોગ્ય હોવા છતાં ન દેખાય તો તે નથી' એમ નિશ્ચય કરી શકાય. પરંતુ ઈશ્વર અશરીરી હોઈ તે દેખાવા યોગ્ય જ નથી. તેથી તે દેખાતો નથી. આમ તે દેખાતો નથી માટે તેનું અસ્તિત્વ નથી એવો નિશ્ચય ન કરી શકાય.૮
અહીં વળી કોઈ આપત્તિ ઉઠાવે છે કે દુષ્ટ પૃથ્વી, પાણી વગેરેથી જ અકૃષ્ટજાત છોડવાની ઉત્પત્તિ માનવી જોઈએ, ન દેખાતા ઈશ્વરને તેમનો ર્તા માનવો અનુચિત છે.
આનો ઉત્તર આપતાં જયંત કહે છે કે આ આપત્તિ બરાબર નથી. બધા પરલોકવાદીઓ ન દેખાતાં કર્મોની કલ્પના કેમ કરે છે ? કર્મની કલ્પના એટલા માટે કરવામાં આવી છે કે જેથી જગતના વૈચિત્ર્યનો ખુલાસો થઈ શકે, તેવી જ રીતે, અચેતન કારકો ચેતનથી પ્રેરિત ન હોય તો કાયોની ઉત્પત્તિનો ખુલાસો થઈ શક્તો નથી, તેથી જ્યાં ર્તા દેખાતો નથી ત્યાં પણ ર્તા ક૫વામાં આવ્યો છે. .
કોઈ શંકા કરે છે કે કાર્ય ઉપરથી તો સામાન્યપણે કર્તાનું અનુમાન થાય પરંતુ વિશેષ પ્રકારના કર્તા-આત્મવિશેષ ઈશ્વરનું અનુમાન ન થઈ શકે. આ શંકાનું સમાધાન કરતાં જયંત કહે છે કે આગમથી વિશેષ પ્રકારના ક્તનું શાન થાય છે. જો કહો કે આગમથી તેનું જ્ઞાન માનતાં ઇતરેતરાશ્રય દોષ આવશે કારણકે ઈશ્વર આગમથી સિદ્ધ થશે અને આગમનું પ્રામાણ્ય ઈશ્વરકર્તુત્વથી સિદ્ધ થશે, તો તેમ કહેવું બરાબર નથી કારણ કે ઈશ્વર બીજાં પ્રમાણોથી પણ પુરવાર થાય છે. વળી, કાર્યની વિશેષતા ઉપરથી કર્તાની વિશેષતાનું અનુમાન થઈ શકે છે. ધૂમની વિશેષતા પ્રત્યક્ષ કરી તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે
Jain Education International
.
For Private & Personal Use Only
.
. www.jainelibrary.org