Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 30
________________ ૮૨ / ભારતીય તત્ત્વજ્ઞાન અર્થાતું. ઈશ્વર જ પરમાણુઓમાં આકર્મ ઉત્પન્ન કરે છે અને ઈશ્વર જ અદઈને વિપાકોનુખ કરે છે. ૧૪ - કોઈ શંકા ઉઠાવે છે કે ઈશ્વર જગતનો કર્તા નથી, કારણ કે તે કોઈ પણ રીતે જગતનો કર્તા ઘટી શકતો નથી. ઈશ્વર જગતનો કર્તા હોય તો બે વિકલ્પો સંભવે છે તે કાં તો બીજાની સહાયથી જગત ઉત્પન્ન કરે કાં તો બીજાની સહાય વિના જગત ઉત્પન્ન કરે. જો તે બીજાની સહાયથી જગતનો કર્તા બનતો હોય તો જેની સહાયથી તે જગતનો કર્તા થયો. તેનો તો તે ફક્ત નહિ ગણાય. જો કહો કે જેની સહાયથી તે જગતનો કર્તા બને છે તેને તે બીજા કોઈની સહાયથી ઉત્પન્ન કરે છે તો હવે તેણે જેની સહાય લીધી તેનો તો તે અકર્તા રહેશે. જો કહો કે તેનો કર્તા પણ તે કોઈ ત્રીજાની સહાયથી બનશે તો એની એ જ આપત્તિ આવીને ઊભી રહેશે અને એમાંથી છૂટકારો કયારેય નહિ થાય. જે કહો કે તે કોઈની પણ સહાય લીધા વિના સ્વેચ્છાએ જ જગતનાં કાર્યોનો કર્તા છે-જગતનાં કાર્યોને તે નિરપેક્ષપણે સ્વેચ્છાએ જ ઉત્પન્ન કરે છે તો તો પુરુષનાં કર્મો નિષ્ફળ બની જાય, તેની સાધના વ્યર્થ થઈ પડે અને મોક્ષ પુરુષાર્થ ન રહે, અથવા તેની ઇચ્છાને અનુસરી મુક્તોને પણ પાછા સંસારમાં પ્રવેશવું પડે. ક્ય આ શંકાનું સમાધાન કરતાં ઉદ્યોતકર જણાવે છે કે ઈશ્વરનું નિરપેકર્તૃત્વ તો ન્યાયવોષિકો સ્વીકારતા નથી. તેથી ધર્માધર્મના વિફલ્યનો દોષ આવતો નથી. જેની સહાયથી તે જગતનાં કાર્યોનો કર્તા બને છે તેનો પણ તે ર્તા સંભવે છે, કારણ કે તે જગતનાં બધાં કાર્યો યુગપ કરતો નથી પણ ક્રમથી કરે છે. ઉદાહરણાર્થ, માણસ અમુક કરણ(=સાધન)થી વાંસલો બનાવે છે, પછી વાંસલાથી દંડ બનાવે છે, પછી દંડથી ઘટ બનાવે છે, વગેરે. તેવી જ રીતે, ઈશ્વર જીવના ધર્માધર્મની સહાયથી જીવનાં શરીર, સુખ, દુઃખ વગેરેનો ર્તા છે. જીવનાં આત્મમનઃસંયોગ અને અશુદ્ધ અભિસધિની સહાયથી જીવના અધર્મનો કર્તા છે, જીવનાં આત્મમનઃસંયોગ અને શુદ્ધ અભિસધિની સહાયથી જીવના ધર્મનો કર્તા છે, જીવનમાં સુખ, દુઃખ અને સ્મૃતિની તેમ જ તેમનાં સાધનોની સહાયથી જીવની શુદ્ધ કે અશુદ્ધ અભિસબ્ધિનો કર્તા છે. જ્યારે તે અમુક કાર્યને કરે છે ત્યારે તે જેની સહાયથી તેને કરે છે તેનો તે અકર્તા રહેશે એવી શંકા કરનારને ઉદ્યોતકર પૂછે છે કે આથી તમે શું એમ કહેવા માગો છો કે જ્યારે તે જગતમાં દેખાતું કોઈ કાર્ય કરે છે ત્યારે તે જેની સહાયથી તે કાર્ય કરે છે તેનો તે અકર્તા રહે છે? ઉદ્યોતકર રાંકાને સ્પષ્ટ કરી હવે ઉત્તર આપે છે કે એ શંકા પાયા વિનાની છે કારણ કે તે જગતનાં બધાં કાયોને યુગપ કરતો નથી પણ ક્રમથી કરે છે અને ક્રમથી તેને જગતનાં બધાં કાર્યોનો કર્તા માની શકાય છે એટલે નિર્દિષ્ટ દોષ આવતો નથી. વિરોધી પૂછે છે કે સૌપ્રથમ-અર્થાત્ પ્રથમ સર્ગની આદિમાં જ્યારે પહેલી જ વાર-ઈશ્વરે જીવોને માટે શરીર આદિ બનાવ્યાં હશે ત્યારે તો જીવોનાં પૂર્વકૃત કર્મો (=ધર્માધર્મ) હોવાની શક્યતા નથી, તો પછી તે વખતે તેણે શેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84