________________
ભારતીય દર્શનોમાં ઈશ્વર રસ્તામાં તેનુ યુIN૬ વરિ નમસ્તે રૂ.૨.૨૫. જયંત ભટ્ટના નીચેના શબ્દો આ માન્યતાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. જો દિ ચોિિસદ્ધચ વિહિતવિલિતનિધધર્મી निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य તીત્યમુવમોને કળિ લય ચીમન્ન, વાશી સંસ્કૃત લિરિક્ષ, બાગ ૨, પૃ. ૮૮.
હવેચાયભાષ્યની પ્રસ્તુત કંડિકાની અમારી સમજૂતી આપીએ છીએ. તેનીચે પ્રમાણે છેઃ ઈશ્વરમાં એક વિશિષ્ટ ધર્મ સમવાયસંબંધથી રહેલો છે. આ ધર્મ તેણે પૂર્વે કરેલા સારા કાર્યનું પરિણામ છે. આ ધર્મ બે ફળો આપે છે-(૧) તે ધર્મ ઈશ્વરમાં સમવાયસંબંધથી રહેલા બધા સંચિત ધર્માધર્મને વિપાકો-મુખ કરે છે. (૨) તે ધર્મ પૃથ્વી આદિ ભૂતોને યોગજ શરીરનું નિર્માણ કરવા પ્રવૃત્ત કરે છે. પરંતુ આ બે ફળો તે ધર્મ ક્યારે આપે છે? આ બે ફળો તે ધર્મ ત્યારે જ આપે છે જ્યારે ઈશ્વર પોતાનાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને ભોગવી લેવાની ઈચ્છા કરે છે અને તે માટે યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈચ્છા કરે છે. આ કારણે કહ્યું છે કે તે ધર્મ ઈશ્વરની પોતાની ઈચ્છાને અનુસરે છે. આમ યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છા વ્યાધાત પામતી નથી. આવી વ્યાઘાત ન પામતી ઈચ્છા ઈિશ્વરે પૂર્વે કરેલા કોઈ ખાસ સારા કાર્યનું ફળ છે. આ અવ્યાહત ઇચ્છાને ઈશ્વરના પૂર્વકૃત કર્મનું ફળ ગણવી જોઈએ કારણ કે પૂર્વે કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે જ. (c) आप्तकल्पश्चायम् । यथा पिता अपत्यानां तथा पितृभूत ईश्वरो भूतानाम् ।
સમજૂતી: ઈશ્વર આસ છે-જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા રાખી શકાય એવો છે, જેને પ્રમાણ તરીકે સ્વીકારી શકાય તેવો છે. જેમ પિતા પુત્રને માટે આ છે તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓને માટે આપ્ત છે. પિતા પુત્રનો માર્ગદર્શક છે, ઈશ્વર સર્વ પ્રાણીઓનો માર્ગદર્શક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઇશ્વર સર્વ જીવોને દુ:ખમુક્તિ માટે ઉપદેશ આપે છે. વાસ્યાયન કેવળ આમતાની બાબતમાં જ પિતાપુત્ર અને ઈશ્વર-જીવ સંબંધો વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દષ્ટાન્ત (analogy) એથી વિશેષ લંબાવવું વાસ્યાયનને ઈદ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને ઈશ્વર પેદા કરે છે. અથવા જેમ પુત્ર પિતાનો અંશ છે તેમ જીવ ઈશ્વરનો અંશ છે, વગેરે. આવું વાત્સ્યાયનને માન્ય નથી, અભિપ્રેત નથી. વાસ્યાયનને મતે ઈશ્વર એવી વ્યક્તિ છે જેના ઉપદેશમાં નિઃશંકપણે વિશ્વાસ મૂકી રાકાય-ખાસ કરીને દુઃખમુક્તિના ઉપાયની બાબતના ઉપદેશમાં. ઈશ્વરે આપ્તતા કેવી રીતે પ્રાપ્ત કરી? તેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી તે દ્વારા સમ્યક જ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરીને આસતાને પ્રાપ્ત કરી છે.
વળી, આ પુરવાર કરે છે કે ઈશ્વર એ જીવન્મુક્ત જ છે કારણ કે જીવન્મુક્ત જ પરમોત્કૃષ્ટ ઉપદેણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org