Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 24
________________ ભારતીય તત્ત્વજ્ઞાન ૭૬ (that is, works) which God himself has accumulated. Finally it is said that all God's wishes are fulfilled,...''' પરંતુ ઇન્ગાલ્સને એ સમજાતું નથી કે જે ઈશ્વર પ્રત્યેક આત્માનાં સંચિત કર્મોને પોતાનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે અને જગતનું સર્જન કરે છે તે પોતે જ કર્મસિદ્ધાન્તના નિયમથી કેમ બંધાયેલો હોય, તેમ જ જગતનું સર્જન કરવાની ઈશ્વરની અવ્યાહત ઇચ્છા ઈશ્વરના પોતાના જ પૂર્વકૃત કર્મનું ફળ કેવી રીતે હોય ! તેથી ઇન્ગાલ્સને વાત્સ્યાયનની વાતો confusing—ગૂંચવાડાભરી લાગે છે. ઇન્ગાલ્સની મતિ મૂંઝાય છે કારણ કે ઈશ્વરને તેનું ઈશ્વરપણું તેના પોતાના પૂર્વકૃત કર્મોના ફળરૂપે પ્રાપ્ત થતું કેવી રીતે ગણી શકાય એ તેમની સમજમાં આવતું નથી. આ ગૂંચવાડાનું કારણ ઉપરિનિર્દિષ્ટ પદોનું કરવામાં આવેલું ખોટું અર્થઘટન છે. જો તે પદોનું નીચે મુજબ અર્થઘટન કરવામાં આવે તો ગૂંચવાડો તરત જ દૂર થઈ જાય. અહીં ‘પ્રતિ’પદનો પ્રયોગ ‘પ્રત્યક્ષ’ગત ‘પ્રતિ’પદના પ્રયોગની જેમ ‘આભિમુખ્ય’ કે ‘સત્રિકૃષ્ટ’ના અર્થમાં થયો છે. તેથી, ‘ત્યાત્મવૃત્તીન’ એટલે ‘અાત્મન્નિષ્ઠાનું’. ‘પ્રત્યાત્મવૃત્તીન્’ સમાસનો અર્થ આ થશે- ‘આત્માનં પ્રતિ મિમુદ્દેન સમવાયલમ્પન્થેન યેવાં વૃત્તિ: તે, તાન્ પ્રત્યાત્મવૃત્તીન્’. આમ ‘પ્રત્યાત્મવૃત્તીનું ધર્માધર્મસØયાન્'ની સમજૂતી છે–ઈશ્વરના પોતાના જ આત્મામાં સમવાયસંબંધથી રહેલા સંચિત ધર્માધર્મોને. ‘નિર્માળપ્રાામ્યમ્’થી સમજવાનું છે. ‘નિર્માળવયપ્રાામ્યમ્' (અને નહિ કે ‘જ્ઞાત્રિમાંનપ્રણામ્યમ્'). ‘નિર્માળજાયપ્રામ્યમ્'નો અર્થ છે—નિર્માણકયને અર્થાત્ યોગજ શરીરને બનાવવાની વ્યાઘાત ન પામતી ઇચ્છા. આમ આ કંડિકામાં એવી એ વિભાવનાઓનો ઉલ્લેખ જે જીવન્મુક્તનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તે બે વિભાવનાઓ આ છે છે (૧) જીવન્મુક્ત પોતાના વર્તમાન જન્મમાં-જે તેનો અંતિમ જન્મ છે તેમાં પોતાનાં બધાં સંચિત કર્મોને તેમનાં ફળો આપવામાં પ્રવૃત્ત કરે છે, વિપાકોન્મુખ કરે છે. એવું મનાયું છે કે જીવન્મુક્તે તેના છેલ્લા જન્મમાં પોતાનાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા જ જોઈએ. વાત્સ્યાયન જીવન્મુક્તનું અસ્તિત્વ સ્વીકારે છે, તે તેના માટે ‘વિહરન્મુક્ત’પદનો પ્રયોગ કરે છે. તે લખે છે- ફિક્ષ વિવિત્તવિત્તો વિન્મુ ફ્યુજ્યતે । ૪.૨.૬૪. વળી તે સ્વીકારે છે કે જીવન્મુક્તે છેલ્લા જન્મમાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવાં જોઈએ, તે લખે છે- સત્તિ પૂર્વાંગિ ાને નન્મનિ વિવષ્યન્તે રૂતિ । ૪.૬.૬૪ (૨) અંતિમ જન્મના ટૂંકા સમયગાળામાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળો ભોગવી લેવા માટે જીવન્મુક્તને અનેક યોગજ શરીરોનું નિર્માણ કરવાની જરૂર પડે છે-જે અનેક યોગજ શરીરો દ્વારા એટલાં બધાં ફળોને તે ટૂંકા ગાળામાં ભોગવી શકે. વાત્સ્યાયન આ માન્યતાને સ્વીકારે છે. તે લખે છે- ચો↑ જીતુ દ્રૌ પ્રાતુર્ભૂતાયાં વિજળધમાં નિર્માય ક્ષેન્દ્રિયાળિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84