Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 22
________________ ૭૪ . ભારતીય તત્વજ્ઞાન કરનાર કમોં ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. પરંતુ જીવ સ્વયં પોતે એ જ્ઞાન ધરાવતો નથી કે ક્યાં કર્મો સુખ પેદા કરનાર છે અને ક્યાં કર્મો દુઃખ પેદા કરનાર છે. તેથી માનવામાં આવ્યું છે કે જીવ પોતે પોતાનાં સુખદુઃખનો પ્રભુનથી. આવું જ્ઞાન ઈશ્વર જ તેને આપે છે. ઈશ્વર ઉપદેશ છે કે અમુક કર્મો સુખજનક છે અને અમુક કર્મો દુ:ખજનક છે. આ જ્ઞાન તેને સુખજનક કર્મો કરવા પ્રેરે છે, જો તે સુખ ઇચ્છતો હોય છે તો; અને દુ:ખજનક કર્મો કરવા પ્રેરે છે જો તે દુઃખ ઇચ્છતો હોય છે તો. આમ આ જ્ઞાન આપીને તે દ્વારા જ ઈશ્વર તેને સ્વર્ગે જવા કે નરક જવા પ્રેરે છે. સ્વર્ગનો અર્થ સુખ અને નરકનો અર્થ દુઃખ સમજવાનો છે. (૩) ન્યાયભાષ્યકાર વાત્સ્યાયનને મતે ઈશ્વરનું સ્વરૂપ ન્યાયભાષ્યનો સમય ઈ.સ.ની પાંચમી શતાબ્દી મનાય છે. આપણે જોયું કે કર્મ-ફળના નિયત સંબંધનું જ્ઞાન કરાવનાર તરીકે ઈશ્વરનો સ્વીકાર ગૌતમે કર્યો છે. તે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે એની સ્પષ્ટતા વાત્સ્યાયને પોતાના ભાગ્યમાં (૪.૧.૨૧) કરી છે. તે નીચે પ્રમાણે છે : (a) "વિશિષ્ટમી-માતાનીજ ! તસ્યાત્મ ન્યાત ન્યાત નુપત્તિ: અથર્ષमिथ्याज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । तस्य च समाधिफलमणिमाद्यष्टविधमैश्वर्यम् । સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે. આત્માથી અતિરિક્ત કોઈ નવું જ દ્રવ્ય નથી. ઈશ્વર અન્ય આત્માઓ જેવો જ છે, પરંતુ અન્ય આત્માઓ અને તેનામાં ભેદ એટલો જ છે કે અન્ય આત્માઓમાં જે ગુણો હોય છે તે જ ગુણો તેનામાં પણ હોય છે પરંતુ તેના ગુણોમાં વૈશિષ્ટ છે. શું વૈશિષ્ટ છે? અન્ય આત્માઓમાં મિથ્યાાન, અધર્મ (=અધર્મપ્રવૃત્તિ, લેશયુક્ત પ્રવૃત્તિ, રાગદ્વેષપૂર્વકની પ્રવૃત્તિ) અને પ્રમાદ હોય છે. ઈશ્વરે તેમનો નાશ કર્યો હોય છે. તેથી તેનામાં જ્ઞાન ( =સમ્યફ જ્ઞાન, વિવેકજ્ઞાન), ધર્મ (ધર્મરૂપ પ્રવૃત્તિ, અક્લિષ્ટ પ્રવૃત્તિ) અને સમાધિરૂપ સંપત્તિ હોય છે, જ્યારે અન્ય આત્માઓમાં તે હોતાં નથી. તેની અંદર ધર્મ અને સમાધિના ફળરૂપ અણિમા આદિ ઐશ્વર્ય હોય છે જ્યારે અન્ય આત્માઓમાં તે હોતું નથી. આમ અન્ય અર્થાત્ સંસારી આત્માઓથી તેનો ભેદ છે. વાસ્યાયને મુક્ત (= વિદેહમુક્ત) આત્માઓથી તેનો ભેદ કહ્યો ન હોવા છતાં સ્પષ્ટ છે. મુક્ત આત્માઓમાં કોઈ આત્મવિશેષગુણ હોતો નથી જ્યારે ઈશ્વરમાં જ્ઞાન, ધર્મ, સમાધિ અને એશ્ચર્ય હોય છે. આમ ઈશ્વર આત્મા હોઈ સંસારી અને મુક્ત આત્માઓથી તેનો જાતિભેદ નથી. ઈશ્વરે, સંસારી અને મુક્ત એ ત્રણ જુદી જાતિઓ નથી પણ એક જ જાતિ છે. જેમ સંસારી અને મુક્ત આત્મા છે તેમ ઈશ્વર પણ આત્મા જ છે. આમ જે આત્મા પોતાના મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી જ્ઞાન, ધર્મ અને સમાધિ સંપાદન કરે છે તે વાત્સ્યાયનને મને ઈશ્વર છે. આમાંથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે ઈશ્વર નિત્યમુક્ત નથી. આ અર્થમાં દરેક જીવમાં ઈશ્વર બનવાની શકયતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84