Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 20
________________ ભારતીય તત્ત્વજ્ઞાન અનુવાદ : ના, (ઈશ્વર ફળનું કારણ નથી) કારણકે પુરુષ કર્મ ન કરે તો ફળ મળતું નથી. સમજૂતી : ઉપર નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર ફળનું કારણ કર્મ નહિ પણ ઈશ્વર હોય તો કર્મ ન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું નથી. ચાલ્યા વિના ઇચ્છિત સ્થાને પહોંચાતું નથી, ભિક્ષાટન વિના ભિક્ષા મળતી નથી, દવા લીધા વિના રોગ મટતો નથી. જો ફળ કર્મ ઉપર આધાર ન રાખતું હોય તો કર્મ કર્યા વિના જ ફળ મળવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે ફળ ઈશ્વર ઉપર નહિ પણ કર્મ ઉપર જ આધાર રાખે છે. ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ કર્યું એટલે એનું ફળ થવાનું જ. વટખીજ પૃથ્વી આદિના સંસર્ગમાં આવ્યું તો વટવૃક્ષ થવાનું, એમાં કોઈ માધ્યમની જરૂર નથી. કાર્યકારણનો નિયમ જ એવો છે. કારણ હોતાં કાર્ય થાય જ. ઝેર લો એટલે મરોજ, પછી ઝેરને પોતાનું કાર્ય કરવા ક્શા ઉપર આધાર રાખવો પડતો નથી. કર્મ કરો એટલે એનું ફળ મળે જ. આમાં ઈશ્વરની જરૂર જ કયાં છે ? तत्कारितत्वादहेतुः । ४.१.२१ ७२ અનુવાદ : કર્મ તેમ જ ફળ ઈશ્વરકારિત હોવાથી (ક્રમથી) ઉપરના બેય સિદ્ધાન્ત તર્કહીન છે, ખોટા છે. સમજૂતી : આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાન્ત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બંને સિદ્ધાન્તો ખોટા છે. એક કર્મ-ફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક ફર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી, પરંતુ ઇચ્છિત ફળ મેળવવા કયું કર્મ કરવું એ જાણવું જોઈએ. આ કર્મનું આ ફળ છે એ જ્ઞાન તો તે ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારને હોવું જ જોઈએ ને ? ઝેર અવશ્ય મારી નાખે છે એ વાત સાચી પરંતુ મરવા ઇચ્છનારને એ જ્ઞાન હોવું જરૂરી છે કે અમુક પદાર્થ પ્રાણઘાતક છે. તે જ્ઞાન ન હોય તો તે જે પદાર્થ લે તે તેના પ્રાણનો ઘાત ન કરે. અમુક ઔષધ લો એટલે અમુક રોગ મટે છે. તે ઔષધને પોતાનું કામ કરવા પછી વૈઘની જરૂર નથી. વૈદ્યની જરૂર તો રોગીના જ્ઞાન માટે છે કે તે રોગ માટે તેણે કઈ દવા લેવી. રોગી રોગ મટાડવા ઇચ્છે છે, પરંતુ તે માટે ક્યું કર્મ યોગ્ય છે તેનું તેને જ્ઞાન નથી. તે જ્ઞાન તેને વૈઘ આપે છે. પછી તે જ્ઞાનપૂર્વક જ્યારે તે કર્મ કરે છે ત્યારે તેને તેનું ઇચ્છિત ફળ મળે છે. એટલે ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળને અનુરૂપ કર્મ કર્યું છે તેનું જ્ઞાન કર્મ કરનારને હોવું જરૂરી છે. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર નિષ્ણાત આપે છે પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ ક્ક્ષાએ કયું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો સાધના કરી રાગાદિ દોષોથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી રશકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે એવો મત ફલિત થાય છે. ઈશ્વર કેવળ ઉપદેષ્ટા છે, માર્ગદર્શક છે, કર્મ-ફળના નિયત સંબંધનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84