Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 21
________________ : ભારતીય દર્શનોમાં ઈશ્વર ૭૩ જ્ઞાન કરાવનાર છે. આ અર્થમાં જ તે કર્મકારયિતા છે. તે બળજબરીથી કોઈની પાસે કર્મ કરાવતા નથી. વૈદ્ય કેવળ દવા બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે વૈદ્ય રોગ મટાળ્યો. તેવી જ રીતે, ઈશ્વર પણ રાગાદિ રોગનો ઈલાજ બતાવે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વરે એ રોગ મટાડ્યો, ઈશ્વરે ફળ આપ્યું, ઈશ્વરે અનુગ્રહ કર્યો. આ અર્થમાં જ ઈશ્વર ફળકારયિતા યા ફળસંપાદયિતા છે. આમ ઈશ્વર પ્રાણીને ઇચ્છિત ફળ (= મોક્ષ)ને અનુરૂપ કર્મ ક્યું તેનું જ્ઞાન કરાવી તેના પ્રયત્નને, તેની સાધનાને સફળ બનાવે છે. જો તેને તે જ્ઞાન ન કરાવવામાં આવે તો તેને ઈષ્ટ ફળની પ્રાપ્તિ ન થાય તે જ્ઞાન આપનાર ઈશ્વર છે. ઉદાહરણાર્થ, ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્યકારણભાવનો નિયત સંબંધ છે. પરંતુ જ્યાં સુધી આ સંબંધનું જ્ઞાન વ્યક્તિને ન હોય ત્યાં સુધી તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે. ધૂમ અને અગ્નિ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન થયા પછી જ તે ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકે છે. તેવી જ રીતે, ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળ અને અનુરૂપ કર્મ વચ્ચેના નિયત સંબંધનું જ્ઞાન જરૂરી છે. આ જ્ઞાન આપનાર ઈશ્વર છે. દર્શનોમાં પરમ ઇષ્ટ ફળ મુક્તિને માનવામાં આવ્યું છે. સૌ મુક્તિ ( દુઃખમુક્તિ) ઇચ્છે છે. એ ઇછિત ફળ માટે ક્યું કર્મ કરવું જોઈએ, શી સાધના કરવી જોઈએ, ક્યા ક્રમે કરવી જોઈએ એનું જ્ઞાન સાધના કરી દુઃખમુક્ત થયેલ જીવન્મુક્ત જ આપે છે. જીવન્મુક્ત જ મોક્ષમાર્ગના ઉપદેટા બનવાને લાયક છે. જીવન્મુૌવ ૩૫ષ્ટ્રમવા | પાંચપ્રવચનમM રૂ.૭૬. આમ ગૌતમે જીવમુક્તને માટે જ ઈશ્વરશબ્દનો પ્રયોગ કર્યો જણાય છે. જીવમુક્ત ઉપદેષ્ટા જ તેમનો ઈશ્વર છે. ઉપરના વ્યાખ્યાનના પ્રકાશમાં, વારંવાર ઉઠ્ઠત કરવામાં આવેલ નીચેના શ્લોકનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.. ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा । __ अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः।। અનુવાદઃ ઈશ્વરપ્રેરિત જીવ સ્વર્ગે જાય છે કે નરકે જાય છે. અજ્ઞાની જીવ પોતાના સુખ કે દુ:ખનો પ્રભુ નથી, નિયંતા નથી. સમજૂતી : ઈશ્વરેચ્છા સર્વશક્તિમાન છે, આપણાં સુખદુઃખ તેના ઉપર આધાર રાખે છે, આપણા પ્રયત્ન, પુરુષાર્થ ઉપર આધાર રાખતા નથી-એવા મતના સમર્થનમાં આ બ્લોને સામાન્ય રીતે ટાંકવામાં આવે છે. પરંતુ શ્લોકનો ખરો અર્થ-આશય આનથી. તેનો ખરો અર્થ-આશય તો નીચે પ્રમાણે છે. જન્તુનું વિશેષણ અશ અત્યંત મહત્ત્વનું છે કારણ કે તે જ બ્લોકના ખરા અર્થઆશયની ચાવી પૂરી પાડે છે. સુખ અને દુઃખ જીવે કરેલાં કર્મોનાં ફળો છે. જો તેને સુખ જોઈતું હોય તો સુખને પેદા કરનાર કમ ક્યાં છે તે તેણે જાણવું જોઈએ. જે તેને દુઃખ જોઈતું હોય તો દુઃખને પેઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84