Book Title: Bhartiya Darshano ma Ishwar
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર હોવી જોઈએ જે કલ્પો સુધી ટકી રહી એમના સર્વસત્ત્વકલ્યાણના સંકલ્પને પાર પાડે. આવી રૂપકાયા દિવ્ય રૂપકાયા જ હોય, આ દિવ્ય રૂપકાયા જ સંભોગકાય છે. આ કાયા બુદ્ધોને પુણ્યકર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધની સંભોગમાયાઓ સમાન નથી અને પુણ્યલક્ષણો ધરાવે છે. સંભોગકાયને યા રૂપકાયને નાનારૂપવાળી કહી છે કારણ કે અનેક રૂપો (= નિર્માણકાયો પ્રગટ કરવાની વિભૂતિ તે ધરાવે છે. આ વિભૂતિને વિભુતા તરીકે ઓળખવામાં આવે છે. સંભોગકાય દ્વારા વિપુલ ધર્મસુખનો ભોગ થાય છે. સંભોગકાય વિભુતા અને સંભોગનો હેતુ છે. બુદ્ધોને પોતપોતાનો દિવ્યલોક હોય છે. તેમને બુદ્ધક્ષેત્રો કહેવામાં આવે છે. બુદ્ધક્ષેત્રમાં જન્મ લેનાર અહંતો અને બોધિસત્ત્વોને બુદ્ધ સંભોગકાય દ્વારા મહાયાનો ઉપદેશ આપે છે. મહાયાનના ઉપદેશ માટે સંભોગકાય જ યોગ્ય છે. સ્થવિરવાદને મતે બુદ્ધની રૂપકાય માનુષી, સાચવ, લૌકિક છે, જ્યારે મહાયાનને મને તે દિવ્ય, નિરાસ્રવ અને લોકોત્તર છે. મહાયાનને મતે બુદ્ધક્ષેત્ર (દિવ્ય લોક) સિવાય બીજે ક્યાંય બુદ્ધની રૂપકાય નથી. તેથી મનુષ્યલોકમાં જે બુદ્ધ આવ્યા હતા તે નિર્મિતબુદ્ધ હતા. મનુષ્યલોક વગેરે લોકમાં રહેલા પ્રયજનોને યા શ્રાવકોને ઉપદેશ આપવા માટે બદ્ધ નિર્માણકાયોનું નિર્માણ કરી મોકલે છે. નિર્માણકાય માયિક રૂપકાય છે કારણ કે તેમાં વાસ્તવિક બુદ્ધચિત્ત (અર્થાત્ બુદ્ધ) હોતું નથી. તેમાં માયિક ચિત્ત (નિર્માણચિત્ત) પણ હોતું નથી કારણ કે બૌદ્ધ ધર્મ નિર્માણચિત્ત માન્યું જ નથી. વાસ્તવિક બુદ્ધચિત્ત જ નિર્માણકાનું નિયામક છે. સંભોગકાયસ્થ (રૂપકાયસ્પ) બુદ્ધચિત્ત નિર્માણકાયનું નિયમન કરે છે. આ ચિત્તને વશવર્તી તેના આદેશ અનુસાર સર્વ કાર્યો નિર્માણ કાર્ય કરે છે. એક સંભોગકાય અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરી શકે છે. આમ મહાયાનના બુદ્ધ લોકોત્તર છે, દિવ્યલોકમાં જ નિત્યવસ્થિત છે, દિવ્યલોકમાં બોધિસત્ત્વોને મહાયાનનો ઉપદેશ આપે છે, તેમનું શરીર (રૂપકાય, સંભોગકાય) નિરાસવ છે, તે મનુષ્યલોકમાં આવ્યા જ નથી, મનુષ્યલોકમાં તો બુદ્ધે પોતે પોતાની નિર્માણ કાયાને શ્રાવક-ઉપાસકોને હીનયાનનો ઉપદેશ આપવા મોકલી હતી. આમ મહાયાને બુદ્ધને લોકોત્તર બનાવી દીધા. તેમ છતાં તે જગક્ત નથી. તે કેવળ દુખમુક્તિના માર્ગના ઉપદેણા જ છે. તે ઉપદેશ દ્વારા પ્રાણીઓનો ઉપકાર અને ઉદ્ધાર કરે છે. નિર્માણકાર્યોનું નિર્માણ પણ તે તેના દ્વારા ઉપદેશ આપવાનું પ્રયોજન સિદ્ધ કરવા જ કરે છે. ઉપદેશકાર્ય તેમનું મુખ્ય કાર્ય છે. સાંખ્યનો નિરીશ્વરવાદ સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે. અર્થાત્, તે નિત્યમુક્ત જગન્ત ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી. સાંખ્યસિદ્ધાન્તમાં ઈશ્વર જગતનો સટ્ટા નથી. પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિનું ઉપાદાનકારણ છે પ્રકૃતિ અને નિમિત્તકારણ છે જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 84