Book Title: Bhartiya Darshano ma Ishwar Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 6
________________ ૫૮ ભારતીય તત્ત્વજ્ઞાન જન જેવો બની જાય અને તેનામાં અચિંત્યરચનાવાળું જગત નિર્માણ કરવાનું સામર્થ્ય રહે નહિ. ઈશ્વરને મુક્ત (કલેધદિરહિત) માનવાથી તેનામાં અભિમાન તેમ જ રાગાદિનો અભાવ જ થાય અને આવો ઈશ્વર પણા જગતનો કર્તા બની ન શકે જે ઈશ્વર ન જ હોય તો યુતિસ્મૃતિમાં તે સર્વા છે, સર્વકર્તા છે એવાં જે વાકયો આવે છે તેનો શો અર્થ ઘટાવશો? આવાં વાક્યો સિદ્ધપુરુષોને ઉદ્દેશીને છે, નિત્ય ઈશ્વરને ઉદ્દેશીને નથી. આ સિદ્ધપુરુષોથી પ્રકૃતિલીન જીવો સુચવાય છે. પૂર્વસર્ગમાં પ્રકૃતિની ઉપાસના કરવાથી જે પુરુષ પ્રકૃતિમાં લીન થયેલા હોય છે તે પુરુષો પુનઃ નવા સર્ગના આદિકાળમાં સર્વ વસ્તુઓને યથાયોગ્ય જાણનાર અને સર્વ પદાર્થોને કરવાનું સામર્થ્ય ધરાવનારા આદિ પુરુષો થાય છે. અર્થાત્ નવા સર્ગમાં મહાસિદ્ધ થાય છે. આવા અનિત્ય ઈશ્વરને સાંખ્યો માને છે. પરંતુ નિત્ય ઈશ્વરને સાંખ્યો માનતા નથી. અા અને અચેતન દૂધમાંથી દહીં નિયત ક્રમે જ થાય છે, બીજમાંથી યોગ્ય ક્રમે જ અંકુર, પ્રકાંડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ ઉદ્દભવે છે. કોઈ પણ પુરુષના પ્રયત્ન વિના તે દૂધ અને બીજા સ્વભાવથી જ નિયત ક્રમે દહીં અને અંકુરાદિમાં પરિણમે છે–માત્ર દૂધને અશ્લરસના સંયોગની અને બીજને પાણી વગેરેના સંયોગની અપેક્ષા છે. તેવી જ રીતે પ્રકૃતિમાંથી મહતુ વગેરે તત્વોની ઉત્પત્તિ નિયત ક્રમમાં પ્રકૃતિના પોતાના સ્વભાવથી જ થાય છે–માત્ર તેમની સૃષ્ટિના પ્રારંભ માટે પ્રકૃતિને ધર્માધર્મવિશિષ્ટ પુરુષોની સન્નિધિની જ માત્ર અપેક્ષા રહે છે. જેઓ ઈશ્વરને સૃષ્ટિકાર્યમાં પ્રકૃતિના પ્રેરક અધિષ્ઠાતા માને છે તેમને પણ કહેવું પડે છે કે ઈશ્વર કર્મોની ઉપેક્ષા કરી પોતાના સામર્થ્યથી ફળ આપી શક્તો નથી. એટલે, કર્મો જ માનવાં જોઈએ જે પોતપોતાના સ્વરૂપાનુસાર આપમેળે નિયતકમે ફળે છે. વધારાનો ઈશ્વર માનવાની જરૂર જ નથી. અધિષ્ઠાતાની પ્રવૃત્તિ ગતમાં સ્વાર્થ પ્રેરિત યા રાગપ્રેરિત હોય છે અને ઈશ્વર તો પૂર્ણકામ અને વીતરાગ જ હોઈ શકે એટલે તેવો ઈશ્વર અધિષ્ઠાતા છે-સૃષ્ટિન્ત છે એવું માનવું અયોગ્ય છે." સાંખ્યસૂત્ર પરના પોતાના સાંખ્યપ્રવચનભાષ્યમાં વિજ્ઞાનભિક્ષુએ સાંખ્યદર્શનમાં નૂતન ઈશ્વરવિચાર દાખલ કરવા પ્રયત્ન ર્યો છે. આ ઈશ્વરવિચાર વેદાનધારાથી પ્રભાવિત છે. તે કહે છે કે વેદાન્તનો પ્રતિપાઘ વિષય છે ઈશ્વર. વેદાન્તદર્શનમાં સાધકની દષ્ટિને ઈશ્વરના પૂર્ણ, નિત્ય અને શુદ્ધ જગત્કર્તુત્વ તરફ આકર્ષવામાં આવી છે. પરંતુ સાંખ્યનો ઝોક સાધકમાં એશ્વર્ય પ્રતિ વૈરાગ્ય જન્માવવાનો છે, એટલે એ દષ્ટિએ ઈશ્વરનો પ્રતિષેધ સાંખ્ય કરે છે. સાંખ્ય પરમાર્થથી ઈશ્વરનો પ્રતિષેધ કરતું નથી, જે સાંખ્યદર્શન ભગવાનના નિત્ય એશ્વર્યને પ્રતિષ્ઠિત કરે તો તે નિત્ય, નિર્દોષ, પરિપૂર્ણ ઈશ્વરના દર્શન કરવા સાધકનું ચિત્ત તલસે અને સાધકના.વિવેકફાાનના અભ્યાસમાં ખલેલ પડે. એટલે વ્યાવહારિક દષ્ટિએ જ સાંખ્યમાં ઈશ્વરનિષેધ છે. ઈશ્વરનિષેધ એ તો સાંખ્યદર્શનનો વ્યાવહારિક ઉપાય માત્ર છે. આમ નિરીશ્વરસાંખ્ય ખરેખર નિરીશ્વર નથી. તેમ છતાં સાંખ્યમાં ઈશ્વરના સ્વરૂપનું યા અસ્તિત્વનું પ્રતિપાદન ન હોઈ ભિક્ષુ બહુ જ સાવચેતીપૂર્વક જણાવે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84