Book Title: Bhartiya Darshano ma Ishwar Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 5
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર - - - ૫૭ આ પૂર્વપક્ષનું યુક્તિદીપિકાકારે કરેલું ખંડન સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. પ્રાસાદ આદિની જેમ કાર્યવિરોષ આપણા જેવા જીવકર્તક છે કે અતિશયબુદ્ધિશાળી ઈશ્વરકર્તક એમાં સંદેહ છે. તેથી ઉક્ત અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. વળી, પ્રકૃતિની પ્રવૃત્તિ બુદ્ધિ વિના થતી નથી, કારણ કે સાંખ્ય પરંપરા પ્રકૃતિથી જ બુદ્ધિનો આવિર્ભાવ માને છે. પ્રકૃતિમાં સૌપ્રથમ બુદ્ધિનું પ્રસ્તુરણ થાય છે અને પ્રકૃતિ બુદ્ધિપૂર્વક જ સમગ્ર જગકિલાસનું નિર્માણ કરે છે. એને ઈશ્વરની અપેક્ષા નથી. જો કહેવામાં આવે કે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે પ્રકૃતિ વિના પણ જગત્રિર્માણમાં એની બુદ્ધિ સુરિત થશે. ઈશ્વર સ્વેચ્છાથી જ બુદ્ધિને આવિર્ભત કરી શકે છે એમ જ કહેવામાં આવે તો એનો ઉત્તર એ છે કે દાન્તના અભાવમાં એની ઉપપત્તિ જ નહિ થઈ શકે. બુદ્ધિ ચેતનમાં સ્વતઃ આવિર્ભાવ પામતી હોય એવા દકાન્તનો સર્વથા અભાવ છે. તેથી દાન્તિકની સિદ્ધિ કરી શકાતી નથી. પ્રકૃતમાં ઈશ્વરની બુદ્ધિ જ દાષ્ટ્રતિક છે. તેથી તેની ઉપપત્તિ નથી થઈ શક્તી. તે ઉપરાંત, યુક્તિદીપિકાકાર કહે છે કે ઈશ્વર જો સાંસારિક બધા પદાર્થોના નિર્માતા હોય તો ધર્મ અને અધર્મ પણ ઈશ્વરનિર્મિત જ બની જશે. પરિણામે, નીચે મુજબ આપત્તિ આવશે. ઈશ્વર પરાનુગ્રહાયેં સંસારની રચના કરે છે. તેથી તે કોઈને દુઃખ દેવા નહિ છે. તેથી તે અધર્મની ઉત્પત્તિને રોકી કેવળ ધર્મની ઉત્પત્તિ કરશે, અધર્મને ઉત્પન્ન કરવામાં એનું કંઈ પ્રયોજન નથી. અને જો ધર્મ-અધર્મની ઉત્પત્તિ સ્વભાવતઃમાનવામાં આવે તો ઈશ્વરના સર્વકતૃત્વનો ભંગ થાય. તેથી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણિત હોવું સંભવ નથી.. સંસારની અનાદિતામાં ‘યથાપૂર્વમવન્વત્' ઇત્યાદિ શ્રુતિ પ્રમાણ છે. જીવનું અદષ્ટ પહેલેથી જ વિદ્યમાન છે તથા સંસાર અનાદિ છે. તેથી ઈશ્વરકર્તુત્વની આવશ્યકતા જ નથી. ઈશ્વરની સિદ્ધિમાં આપવામાં આવેલ બીજી દલીલ પણ ઉચિત નથી, કારણ કે ચેતન અને અચેતનનો સંબંધ જો ચેતનત જ માનવામાં આવે તો અનવસ્થાદોષ અનિવાર્ય છે. કેમ? કારણ કે ઈશ્વર તથા કાર્યવિશેષ અચેતનમાં જે કાર્યકારણભાવરૂપ સંબંધ છે તેને પણ ચેતનકૃત માનવો પડશે – ઈશ્વરનો ઈશ્વર માનવો પડશે અને આ પરંપરાનો અંત જ નહિ થાય. સાંખ્યસૂત્રકાર ઈશ્વરનો દૃઢ પ્રતિષેધ કરે છે. ઈશ્વરને પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી." પેસિદ્ધિ પ્રમાદ્ધિ"ના નિયમને માનનાર સાંખ્યોને મતે પ્રમેયની અસિદ્ધિ અને પ્રમેયનો અભાવ બે જુદી વસ્તુ રહેતી જ નથી કારણ કે પ્રમેયનું અસ્તિત્વ હોય તો કોઈ ને કોઈ પ્રમાણથી ગ્રાહ્ય યા સિદ્ધ થાય જ એવો સાંખ્ય મત છે. એટલે, ઈશ્વર કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી એનો અર્થ ઈશ્વરનું અસ્તિત્વ નથી એ જ થાય. સૂત્રકાર કહે છે કે જો ઈશ્વર હોય જ તો તે કાં તો બદ્ધ હોય કાં તો મુક્ત હોય, ત્રીજો કોઈ પ્રકાર યા વિકલ્પ સંભવતો નથી. ઈશ્વરને બદ્ધ (કલેuદયુક્ત) માની શકાય નહિ કારણ કે એમ માનતાં તો ઈશ્વર સાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84