________________
મૂલ્યાંકન
પૂજ્યશ્રી દેવેન્દ્ર મુનિજીના ‘ભગવાન મહાવીર ઃ એક અનુશીલન' ગ્રંથ જોચે. ભગવાન મહાવીરનું સુવિસ્તૃત જીવનચરિત્ર લખવાને આ એક સુઉંદર પ્રયાસ છે.
પ્રથમ ખંડમાં ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરાનુ જે ચિત્ર આપવામાં આવ્યુ' છે, તે લેખકની બહુશ્રુતતા વ્યક્ત કરે છે. પરંતુ એમાં કરવામાં આવેલાં કેટલાંય વિધાન એવાં છે કે જે સને માન્ય થશે એ અંગે શંકા છે. પણ નિઃસ કાચપણે કહી શકાય છે કે એ વિચારપ્રેરક તેા છે જ.
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિનું જે નિરૂપણુ કરવામાં આવ્યું છે તે મૂળ આગમ અને ચૂર્ણિ-ભાષ્ય આદે ટીકાએના આધાર પર થયું છે. એટલે ઐતિહાસિક સંદર્ભોમાં તે વસ્તુતઃ મહાવીરકાલીન ન હાઈ એમાં તે પછીની સામગ્રીનું પણ સકલન થયું છે. સંકલનની દૃષ્ટિથી આ સામગ્રીનું ખૂબ જ મહત્ત્વ છે જ; પરંતુ એને પણ પ્રબુદ્ધ વાચક વસ્તુતઃ મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિનું ચિત્રણ માનવામાં સકેાચ અનુભવશે. આ પ્રક્રિયા કેટલાય લેખકોએ અપનાવી છે, પરતુ હવે સમય આવી ગયા છે કે જ્યારે એને વિવેકપૂર્વક ઉપયોગ કરવા આવશ્યક છે. જૈનેતર લેખકેાને આ સામગ્રીનું જ્ઞાન થાય તે અત્યંત જરૂરી હતું એટલે એ દૃષ્ટિથી અહીં સંકલિત થયેલી સામગ્રી કેટલાક વિદ્વાને ની કેટલાય પ્રકારની જિજ્ઞાસા તૃપ્ત કરે તેવી છે—એમાં સહેજ પણ શકા નથી. એટલે આ સકલનને માટે વિદ્વાને મુનિજીના ઋણી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org