________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક’ એ પ્રકરણમાં સંક્ષિપ્તમાં તત્કાલીન ધર્મ અને ધર્મ નાયકેનું ખાસ કરીને જૈન આગમ અને બૌદ્ધપિટકના આધારે નિરૂપણ થયું છે, જે ઉચિત જ છે. પરંતુ એના સમર્થનમાં રામાયણ અને મહાભારતને ઉપયોગ કર્યો હોત તે સોનામાં સુગંધ ભળત. “ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર ” આ પ્રકરણમાં પ્રાચીન કાલથી આરંભી આજ સુધી ભગવાન મહાવીરના ચરિત્ર માટે જેટલી સામગ્રી જુદી જુદી ભાષામાં પ્રાપ્ત છે–જેટલા ગ્રંથ લખાયા છે, એનું સંક્ષિપ્તમાં સમીક્ષાત્મક અધ્યયન મુનિજીએ પ્રસ્તુત કર્યું છે. એનાથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત મહાવીર ચરિત્ર લખવામાં એમણે કઈ પણ સામગ્રી જવા દીધી નથી.
બીજા ખંડમાં ભગવાન મહાવીરના પૂર્વભવ ગૃહસ્થજીવન, સાધક જીવન, ગણધરવાદ અને તીર્થકર જીવનનું વિસ્તારથી વિવેચન અનુશીલન કરવામાં આવ્યું છે. એમાં વિવિધ ગ્રંથમાં વર્ણિત પ્રત્યેક ઘટનાઓનું તુલનાત્મક દ્રષ્ટિએ અધ્યયન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ ગ્રંથને આ અંશ મહાવીરચરિત્ર અંગે આજ સુધી લખાયેલા આધુનિક ગ્રંથમાં આ ગ્રંથને શ્રેષ્ઠ કેટીના ગ્રંથમાં મૂકી આપે એવે છે. આ સામગ્રીના આધાર પર એમ ચોક્કસપણે કહી શકાય કે ભગવાન મહાવીર ચરિત્રના લેખકે એ વખતોવખત આ ચરિત્રને કેવું રૂપ આપ્યું છે, તે સામગ્રીનું સંકલન એક વિદ્વાનને શોભે તે રીતે કરવામાં આવ્યું છે. એટલું નહીં, મુનિજની લેખન શૈલી પણ કાવ્યાત્મક, રોચક અને ભગવાન મહાવીરના અંતસ્તલ સુધી પહેાંચીને મહાવીરની મહત્તાને કુટ કરવાને સમર્થ બની છે.
- પૂજ્ય દેવેન્દ્ર મુનિજીએ કેટલાય ગ્રંથ લખ્યા છે, મારું એમને નિવેદન છે કે હજી પણ તેઓ આવા જ મહત્વપૂર્ણ અનેક ગ્રંથ લખતા રહે. તેઓ યુવાન અને વિદ્યારત છે. સમાજને એમના તરફથી ઘણું બધું મળશે એવી મને શ્રદ્ધા છે.
અધ્યક્ષ તા. ૨૧-૮-૭૪ ]
-દલસુખ માણવણિયા અમદાવાદ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org