________________
આહારકશરીરજન્ય પ્રવૃત્તિને આહારકકાયયોગ કહે છે. એ પ્રમાણે, કાયયોગ-૭ પ્રકારે છે.
(૫) વેદમાર્ગણા :
વેદ-૨ પ્રકારે છે. (1) દ્રવ્યવેદ (2) ભાવવેદ (1) નામકર્મના ઉદયથી શરીરનો જે આકાર થાય છે, તે દ્રવ્યવેદ કહેવાય છે. તેમાં જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ ચિહ્નો હોય છે, તે પુરુષવેદી કહેવાય છે. જે વ્યક્તિમાં સ્તનાદિચિહ્નો હોય છે, તે સ્ત્રીવેદી કહેવાય છે. જે વ્યક્તિમાં દાઢી, મુંછાદિ પુરુષના ચિહ્ન હોય છે અને સ્તનાદિ સ્ત્રીના પણ ચિહ્ન હોય છે, તે નપુંસકવેદી કહેવાય. કેવળીભગવંતને શરીરના આકાર રૂપ દ્રવ્યવેદ હોય છે પણ ભાવવેદ ન હોય.
(2) મોહનીયકર્મના ઉદયથી સંસારના ભોગસુખની જે અભિલાષા ઉત્પન્ન થાય છે, તે ભાવવેદ કહેવાય છે. તેમાં સ્ત્રીને પુરુષ સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે સ્ત્રીવેદ કહેવાય છે. પુરુષને સ્ત્રીની સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે પુરુષવેદ કહેવાય છે. જે વ્યક્તિને સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે સંસારના ભોગ સુખની જે અભિલાષા થાય છે, તે નપુંસકવેદ કહેવાય છે. નવમા ગુણઠાણા સુધી જ ભાવવેદ હોય છે. ૧૦મા ગુણઠાણાથી મહાત્મા અવેદી હોય છે.
ભાવવેદની અપેક્ષાએ વેદમાર્ગણા સમજવી...
(૬) કષાયમાર્ગણા :
(1) ક્રોધ (2) માન (3) માયા (4) લોભ એ જ પ્રકારે છે. (૭) જ્ઞાનમાર્ગણા :
(1) મતિજ્ઞાન (2) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (4) મન:પર્યવજ્ઞાન (5) કેવળજ્ઞાન (6) મતિ-અજ્ઞાન (7) શ્રુત-અજ્ઞાન અને (8) વિભંગજ્ઞાન એ ૮ પ્રકારે છે.
૧૫