________________
હોય, તે સત્યાસત્ય (મિશ્ર) વચનયોગ કહેવાય. દા.ત. “આ આંબાનું વન છે.” એમ કહેવું, તે સત્યાસત્યવચનયોગ કહેવાય. કારણકે તેમાં કેટલાક આંબાના વૃક્ષો છે અને કેટલાક કેળાના વૃક્ષો
પણ છે. તેથી તે સત્યાસત્યવચનયોગ કહેવાય. (4) જે વચન સત્ય ન હોય અને અસત્ય પણ ન હોય, તે અસત્ય
અમૃષા વચનયોગ કહેવાય છે. દા.ત. હે દેવદત્ત ! તું ઘડો લાવ. ઇત્યાદિ જે વ્યવહારિક ભાષા છે, તે અસત્ય-અમૃષા વચનયોગ
કહેવાય. (૩) શારીરિક ક્રિયાને “કાયયોગ” કહે છે.
કોઈપણ જીવ મૃત્યુ પામે છે. ત્યારે ભવાન્તરમાં કાર્મણશરીર અને તૈજસશરીર સાથે જાય છે. પણ ઔદારિકશરીર કે વૈક્રિયશરીર સાથે જતું નથી. એટલે વિગ્રહગતિમાં કાર્મણશરીરજન્ય પ્રવૃત્તિ હોય છે. તેથી તે વખતે માત્ર “કાર્પણ કાયયોગ” જ હોય છે.
કાર્મણશરીરજન્ય પ્રવૃત્તિને કાર્મણકાયયોગ કહે છે. (૧) કાર્મણશરીર અને તેજસશરીર સદાકાળને માટે સાથે જ રહે છે. તે બન્ને
શરીરથી થતી ગ્રહણ, પરિણમનાદિ પ્રવૃત્તિ પણ સમાન હોવાથી, કાર્પણ કાયયોગમાં તેજસ કાયયોગનો સમાવેશ થઈ જાય છે. તેથી અહીં તેજસકાયયોગ જુદો કહ્યો નથી. ચૂર્ણકારભગવંતોના મતે ઉત્પત્તિના પ્રથમસમયથી તિર્યંચ-મનુષ્યને ઔદારિકમિશ્ર અને દેવ-નારકને વૈક્રિયમિશ્રયોગ હોય છે અને ટીકાકાર ભગવંતોના મતે ઉત્પત્તિના બીજા સમયથી તિર્યંચ-મનુષ્યને ઔદારિકમિશ્ર અને દેવ-નારકને વૈક્રિયમિશ્રયોગ હોય છે.
ઉત્પત્તિના પ્રથમસમયે તિર્યચ-મનુષ્યો કાર્મણકાયયોગથી શુક્ર, શોણિતાદિ ઔદારિકપુદ્ગલોનો આહાર કરીને, એ જ સમયે તે પુગલોને શરીર રૂપે પરિણમાવે છે. એટલે બીજા સમયથી તે બંન્ને [કાર્મણશરીર + ઔદારિકશરીર રૂપે પરિણત થયેલા પુદ્ગલો] ભેગા મળીને ઔદારિકપુદ્ગલોનો આહાર કરે છે. એટલે કાર્યરૂપે ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિકમિશ્રયોગ હોય છે. અને કારણરૂપે ઉત્પત્તિના પ્રથમસમયથી ઔદારિકમિશ્રયોગ હોય છે.
૧૩