________________
છે અને જે જીવ ત્રણ જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિયઘ્રાણેન્દ્રિયવાળો) હોય છે, તે તેઇન્દ્રિય કહેવાય.
(4) જેનાથી શ્વેત-પીતાદિ વર્ણો દેખી શકાય છે, તે ચક્ષુરિન્દ્રિય કહેવાય છે અને જે જીવ ચાર જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિયઘ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિયવાળો) હોય છે, તે ચઉરિન્દ્રિય કહેવાય. (5) જેનાથી શબ્દો સાંભળી શકાય છે, તે શ્રોત્રેન્દ્રિય કહેવાય છે અને જે જીવો પાંચે ઇન્દ્રિયવાળા હોય છે, તે પંચેન્દ્રિય કહેવાય. (૩) કાયમાર્ગણા :
(1) જે જીવનું શરીર પૃથ્વી જ છે, તે પૃથ્વીકાય કહેવાય. (2) જે જીવનું શરી૨ પાણી જ છે, તે જલકાય કહેવાય. (3) જે જીવનું શરીર અગ્નિ જ છે, તે અગ્નિકાય કહેવાય. (4) જે જીવનું શરીર વાયુ જ છે, તે વાયુકાય કહેવાય. (5) જે જીવનું શરીર વનસ્પતિ જ છે, તે વનસ્પતિકાય કહેવાય. (6) જે જીવો ઠંડી કે ગરમીથી ત્રાસ પામીને પોતાની જાતને બચાવવા માટે તડકે કે છાંયે જઈ શકે છે, તે ત્રસકાય કહેવાય. (૪) યોગમાર્ગણા :
વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી ક્ષાયિક કે ક્ષાયોપશમિકભાવનું લબ્ધિવીર્ય પ્રાપ્ત થાય છે. તેમાંથી જેટલા અંશે વીર્યનો વ્યાપાર થઈ રહ્યો છે, તે કરણવીર્ય યોગ કહેવાય છે. લબ્ધિવીર્યનો વ્યાપાર મન-વચન અને કાયા દ્વારા જ થઈ શકે છે. તેથી લબ્ધિવીર્યના વ્યાપારનું સહકારી કારણ મન-વચન અને કાયા છે. એટલે કારણમાં કાર્યનો (વીર્ય વ્યાપારનો) આરોપ કરીને, કારણને (મન-વચન અને કાયાને) યોગ કહે છે. તેથી યોગ૩ પ્રકારે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. (૧) માનસિક ક્રિયાને મનોયોગ કહે છે. તે જ પ્રકારે છે. (1) સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જે સ્વરૂપે કહી છે, તે વસ્તુ તે જ
૧૧
=