________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૩૮ : આત્મભાવના
આત્મા ૫૨નું કરે એમ જે માને તે ૫૨નો રાગ કેમ છોડે? અથવા પરથી આત્માને લાભ માને તો તે પરનો રાગ કેમ છોડે? અને રાગથી જે લાભ માને તે પણ રાગને છોડવા જેવો કેમ માને? રાગને જે આદરણીય માને છે તે રાગરહિત વીતરાગી સર્વજ્ઞ પરમાત્માને ઓળખતો જ નથી; સર્વજ્ઞદેવે આપેલા હિતોપદેશને તે સમજતો નથી.
ભગવાન તો ૫૨મ હિતનો જ ઉપદેશ દેનારા છે. બંધનું ને અહિતનાં કારણોનું જ્ઞાન કરાવે છે, પણ તેનું જ્ઞાન કરાવીને તે છોડાવે છે, ને હિતના કારણરૂપ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરાવે છે.
(
જુઓ, આજે ગ્રંથાધિરાજ સમયસારની પ્રતિષ્ઠાનો દિવસ છે. અઢાર વર્ષ પહેલાં (એટલે કે વી૨ સં. ૨૪૬૪માં) આ જૈન સ્વાધ્યાયમંદિર ' નું ઉદ્ઘાટન થયું, ત્યારે અહીં આ ‘સમયસાર’ ની વિધિપૂર્વક પ્રતિષ્ઠા (બેનશ્રી ચંપાબેનના હાથે ) થઈ છે. સમયસાર એટલે શુદ્ધઆત્મા; શક્તિપણે દરેક આત્મા શુદ્ધ સ્વભાવથી પરિપૂર્ણ ‘કારણસમયસાર’ છે, તેને કારણપરમાત્મા કહે છે. તે કારણસમયસારસ્વરૂપ શુદ્ધ આત્માનું સ્વરૂપ આ સમયસાર બતાવે છે. અને તે કારણસમયસારની દૃષ્ટિ કરતાં તેના આશ્રયે અનંત ચતુષ્ટયસ્વરૂપ કાર્યપ૨માત્માપણું ખીલી જશે, તે કાર્યસમયસાર છે. આવા કારણસમયસાર શુદ્ધ આત્માની જેણે શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરી તેણે પોતાના આત્મામાં ભગવાન સમયસારની સ્થાપના કરી. તેના નિમિત્તરૂપ સમયસારની સ્થાપનાનો આ દિવસ છે. ભગવાનની દિવ્યધ્વનિમાં કહેલો ઉપદેશ કુંદકુંદાચાર્યદેવે આ સમયસારમાં ગૂંથ્યો છે. સીમંધ૨૫૨માત્મા મહાવિદેહે તીર્થંક૨૫ણે સાક્ષાત બિરાજે છે, તેમની તથા તેમના સમવસરણની અહીં સ્થાપના છે, અને તે ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું તે આ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે ભર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com