Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 363
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪: આત્મભાવના ભાવના કર કે સમાધિ વખતે ગમે તેવી પ્રતિકૂળતાની સામે પણ ઝઝૂમી શકાય! શરીર છૂટવા ટાણે પણ પ્રતિકૂળતામાં ભીંસાઈ ન જવાય...પણ જ્ઞાનઆનંદની ઉગ્ર ભાવનાપૂર્વક સમાધિમરણે દેહ છૂટે! જેણે સાતાપૂર્વક માત્ર ભેદજ્ઞાનની વાત કરી છે, પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી તેને પ્રતિકૂળતા વખતે ભેદજ્ઞાનની ભાવના ટકી શકશે નહિ. આત્માના આશ્રયે જેણે અંતર્મુખ પ્રયત્ન કર્યો હશે તેને ગમે તે પ્રસંગે આત્માની ભાવના ટકી રહેશે. અનુકૂળ સંયોગમાં જે મૂછયેલા છે ને અંતરમાં અનુભવનો પ્રયત્ન કરતા નથી, તે પ્રતિકૂળ સંયોગની સામે કેમ ટકી શકશે? એ વખતે એનું ભાન એને જવાબ નહીં આપે. પ્રભો ! તારા ચૈતન્યને સંયોગથી ભિન્ન એવો ભાવજે કે તે ભાવના ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ટકી રહે! “દેહથી આત્મા ભિન્ન” એમ સાધારણ જાણપણું કરીને અટકી જઈશ નહિ, પણ અંતરમાં પ્રયત્ન કરી કરીને આત્માનો અનુભવ કરજે ને વારંવાર તેની ભાવના કરજે! અંતરમાં આત્માના અનુભવ વગરની એકલી ધારણા તને શરણરૂપ નહિ થાય. અંતરમાં ભેદજ્ઞાનની ભાવનાથી નિર્વિકલ્પ આનંદરસ પીવાનો એવો પ્રયત્ન કરજે કે સમાધિમરણ ટાણે કદાચ તૃષાથી ગળું સુકાય ને પાણી પણ ગળે ન ઉતરે તો ત્યારે પણ અંતરમાં શાંતરસના અનુભવથી આત્મા તૃપ્ત રહે.... અષ્ટપ્રાભૂતની ૬રમી ગાથામાં પણ કષ્ટસહનપૂર્વક આત્માને ભાવવાનો ઉપદેશ આપ્યો છે – सुहेण भाविदं णाणं दुहे जादे विणस्सदि। तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावह।।६२।। સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન ઉપસર્ગાદિના દુઃખમાં નષ્ટ થઈ જાય છે; માટે યથાશક્તિ બળપૂર્વક પ્રયત્નપૂર્વક કાયકલેશાદિ કષ્ટ સહન કરીને આત્માને ભાવવો-એમ ઉપદેશ છે. આહાર-આસનનિદ્રા વગેરે પ્રમાદને જીતીને જિનવરના મતઅનુસાર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372