Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 369
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬O: આત્મભાવના હું આ શાસ્ત્રમાં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ” એમ કહીને શરૂઆત કરી હતી, તે અનુસાર પૂજ્યપાદ સ્વામીએ ઘણા પ્રકારે ભેદજ્ઞાન કરાવીને આત્માનું સ્વરૂપ બતાવ્યું ને વારંવાર તેની ભાવના કરાવી. એવી ભાવનાના ફળમાં મુમુક્ષુ જીવ પરમ જ્ઞાન અને સુખમય પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. “સમાધિતંત્ર' એટલે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા વડે પરમ ઉદાસીનતાનો ઉપદેશ: ઘણા પ્રકારે દષ્ટાંત વગેરેથી સ્પષ્ટ કરીને દેહ અને આત્માની અત્યંત ભિન્નતા બતાવી; એવી ભિન્નતા જાણીને દેહુબુદ્ધિ છોડીને પોતાના પરમ આત્મસ્વરૂપમાં જે સ્થિર થાય છે તે પરમસુખને અનુભવે છે. જાઓ, આવું ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવું તે શાસ્ત્ર ભણવાનું ફળ છે; એવું જેણે કર્યું તે ખરેખર શાસ્ત્રને ભણ્યો છે. પોતામાં ભાવ પ્રગટ કર્યા વગર માત્ર વાંચી જવાથી શાસ્ત્રનું ફળ આવે નહિ. શાસ્ત્રજ્ઞાનનું ફળ તો પરમ વીતરાગતા અને સુખ છે...તેને હે જીવો! તમે પામો. સમયસારમાં છેલ્લે ઉત્તમ ફળ બતાવતાં કુંદકુંદાચાર્યભગવાન કહે છે કે - આ સમયપ્રાભૃતને ભણીને તથા તેના અર્થરૂપ પરમ આનંદમય શુદ્ધાત્મતત્ત્વને જાણીને, તેમાં જે સ્થિર થશે તે જીવ સ્વયં ઉત્તમ સુખરૂપે પરિણમશે. આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમસુખની અનુભૂતિ થાય એ જ બધાં શાસ્ત્રોનો સાર છે. અહીં પણ પરમાત્મસ્વરૂપમાં સ્થિરતાથી સુખ થાય છે–એવું આ શાસ્ત્રનું ફળ બતાવીને મંગળપૂર્વક શાસ્ત્ર સમાપ્ત થાય છે. આ શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી મહાસમર્થ દિગંબર સંત હતા; તેઓ વિક્રમ સંવતના છઠ્ઠા સૈકામાં (આજથી લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે) આ ભારતભૂમિને શોભાવતા હતા, તેમની અગાધબુદ્ધિને લીધે તેઓ “જિનેન્દ્રબુદ્ધિ ' એવા નામથી પણ લોકોમાં પ્રસિદ્ધ હતા; તેમનું મૂળ નામ “દેવનંદી” હતું ને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372