Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 365
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬: આત્મભાવના -અપમાન વગેરે પ્રતિકૂળતાના પ્રસંગ આવે ત્યાં તેની ધારણા ટકશે નહિ, તે પ્રતિકૂળતાના વેદનમાં એકાકાર થઈને ભીંસાઈ જશે. માટે અહીં એમ ઉપદેશ છે કે અત્યારથી જ દેહાદિ પ્રત્યે ઉદાસીનતાની ભાવનાપૂર્વક તે જ્ઞાનનો અભ્યાસ કર. જેને અનુકૂળતાનો જેટલો પ્રેમ તેને પ્રતિકૂળતામાં તેટલો દ્વેષ થયા વિના રહેશે નહિ; જ્ઞાની તો બન્નેથી ભિન્ન આત્માને જાણીને પળે પળે તેની ભાવના ભાવે છે. જ્ઞાનની ખરી ભાવના ભાવી હોય તે ખરે પ્રસંગે હાજર થાય, ને આત્માને સમાધિ આપે, સમાધાન આપે, શાંતિ આપે. જીવનમાં જેણે આત્માની દરકાર કરી નથી, તેની ભાવના ભાવી નથી, ને કહે કે હું મરણ ટાણે સમાધિ રાખીશ.-તો તે સમાધિ ક્યાંથી લાવશે? જેણે જિંદગીમાં કદી બંદૂક પકડતાં પણ આવડી નથી, નિશાન લેતાં આવડયું નથી, તે લડાઈમાં દુશ્મન સામે કેવી રીતે ઊભો રહેશે? જીવનમાં જેણે અભ્યાસ કર્યો હશે તેને ખરે ટાણે કામ આવશે. માટે નિરંતર પ્રમાદ છોડી દઢ વૈરાગ્યપૂર્વક આત્માની ભાવના ભાવજે. સંસાર-ભોગોને અસાર જાણીને દીક્ષા પ્રસંગે જાગેલી અત્યંત વૈરાગ્યભાવના, તેમ જ કોઈ તીવ્રરોગ, કે મૃત્યુના સંભવનો પ્રસંગએવા કાળે જાગેલી ઉત્તમ ભાવના, તેને યાદ કરીને વિશુદ્ધભાવથી ઉત્તમ બોધનું સેવન કરજે....એવી દઢ ભાવના કરજે કે કેવળજ્ઞાન સુધી અખંડ રહે. અરે જીવ ! ભેદજ્ઞાન કરીને તારા જ્ઞાનને અંતરમાં ઢાળજે ! વારંવાર જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરજે.... રોમેરોમ એટલે કે આત્મામાં પ્રદેશ પ્રદેશે જ્ઞાનનું પરિણમન થઈ જાયએવો દઢ અભ્યાસ કરજે. વિષયો તરફની વૃત્તિ તોડીને ચૈતન્યનો રસ એવો વધારજે કે સ્વપ્નય કે પ્રાણ જાય એવા પ્રસંગે પણ તેમાં શિથિલતા ન થાય, ને ધારાવાહી જ્ઞાન ટકી રહે.-આમ દઢ જ્ઞાનભાવનાનો ઉપદેશ છે. (૧૨) * Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372